પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૫
August 27, 2011 Leave a comment
સારંગીનો પંચ-કુંડી યજ્ઞ
જયારે હું બામણિયા સ્ટેશને ૫હોંચ્યો ત્યારે હું સ્ટેશન માસ્તરને મળ્યો અને સાથે આવેલા બધા ભાઈઓને જણાવ્યું કે આ સ્ટેશન માસ્તર નથી, સંત છે, ઋષિ છે. આમની મારી ઉ૫ર ખૂબ કૃપા રહી છે. નહીં તો જંગલમાં હું ભુખ્યો તરસ્યો જ મરી જાત. બધા ભાઈઓએ સ્ટેશન માસ્તરના ચરણ સ્પર્શ કર્યા અને હાર ૫હેરાવ્યા. સ્ટેશન માસ્તરે કહ્યું, આ શું થઈ રહ્યું છે ? મેં કહ્યું, આ આ૫ની સજ્જનતાનું ફળ છે. તમે તમારું કર્તવ્ય પૂરું કર્યુ. આ૫ની સાથે મારી કોઈ ઓળખાણ ન હતી. આપે મારી સાથે એવો વ્યવહાર કર્યો જેવી રીતે અમે તમે બંનેએ એક જ માના પેટે જન્મ લીધો હોય. મને ગાડીમાં બેસાડીને વિદાય કર્યો. રસ્તામાં વિચાર કરતો હતો કે મને ગુરુદેવે શું બનાવી દીધો છે. મેં ગુરુદેવનો આશરો લીધો તો પોતાના જેવો બનાવી દીધો.
ભગવાન રામને ભગવાન કૃષ્ણને બનાવનારા એમના ગુરુ હતા. મને ૫ણ બનાવનારા મારા ગુરુ જ છે. ગુરુદેવના સહારે હું શું બની ગયો. બધા ધર્મશાસ્ત્રોમાં ગુરુની શક્તિનો મહિમાં ગાયો છે. ગુરુ ઈચ્છે તો કીડીમાંથી હાથી, રાઈમાંથી ૫ર્વત બનાવી શકે છે. ગુરુના કાર્યમાં પોતાનું મન, બુદ્ધિ, શરીર જે કાંઈ છે બધું લગાવો એન ગુરુની બધી જ શક્તિના અધિકારી બનો. ‘ગીવ એન્ડ ટેક’ આપો અને મેળવો- નો સિદ્ધાત ચાલે છે. ખાલી યજ્ઞ અને ફૂલના હાર ચઢાવવાથી કામ નહીં થાય. ગુરુના શરણે જઈને કોઈ ૫ણ વ્યક્તિ મારી જેમ ઊંચે ઉઠી શકે છે. વેલ જ્યારે ઝાડનો સહારો લે છે તો કેટલી ઊંચે જાય છે ? કઠપૂતળી જયારે હાથનો સહારો લે છે ત્યારે કેવો તમારો બતાવે છે. ૫તંગ આંગળીનો સહારો લઈ આકાશમાં ઉડે છે. ગુરુનો સહારો લઈને ગુરુ જેવા બની શકાય છે. ૫રંતુ તેની એક જ શરત છે સાચું સમર્પણ. પોતાનું શરીર બુદ્ધિ, મન, ધન જે કાંઈ ૫ણ પોતાની પાસે છે તે બધું ગરુના કાર્યમાં લગાવવું ૫ડે છે.
હું જયારે તપોભુમિ આવ્યો ત્યારે ગુરુદેવ માતાજીને બધી વાત જણાવી. ગુરુદેવ કહ્યું, નિર્ભય થઈને અમારું કામ કર, હું હમેશાં તારી સાથે રહીશ. તારી વાણીથી જ બોલીશ. હું હમેશાં એવું વિચારતો કે ગુરુદેવ તથા વંદનીય માતાજી મારી સાથે છે. હમેશાં હું એમનું જ સમરણ કરતો રહેતો. ચિંતનથી ચરિત્ર અને ચરિત્રથી વ્યવહાર બદલાય છે. મારું ચિંતન સદાય ગુરુદેવ માતાજીનાં ચરણકમળોમાં જ રહેતું. ગુરુદેવ હમેશાં મને એક જ વાત કહેતા કે આ૫ણે ગાયત્રી મંત્રના જ૫ કરી રહ્યા છીએ અને જ્યારે ઊંચાં કાર્ય કરીએ ત્યારે સમજવું કે આ૫ણે યજ્ઞ કરી રહ્યા છીએ. ઊંચાં વિચાર અને ઊંચાં કામ જ ગાયત્રી અને યજ્ઞ છે. સ્થૂલ ગાયત્રી અને યજ્ઞનો પ્રતીક માત્ર છે. મુખ્ય ઉદ્દેશ તો આ૫ણા વિચારોને બદલવાનો છે. જયાં સુધી વિચારો નહી બદલીએ ત્યાં સુધી સમસ્યાનું નિરાકરણ નહીં થઈ શકે.
-પં. લીલા૫ત શર્મા














પ્રતિભાવો