આખરે દેવતા શું છે ?
November 4, 2011 1 Comment
| સદ્દગુણોનો વિકાસ જ સાચી ભક્તિ
આખરે દેવતા શું છે ? મિત્રો ! દેવતા છે મનુષ્યના ગુણ, મનુષ્યના કર્મ અને મનુષ્યનો સ્વભાવ. હનુમાનજી બળનું પ્રતીક છે અને વ્રતમાં બ્રહ્મચર્યનું પ્રતીક છે. ચંડી સંઘશક્તિ અને સંગઠનનું પ્રતીક છે. સરસ્વતી કલા અને જ્ઞાનનું પ્રતીક છે. ગાયત્રી પ્રતીક છે – ભાવનાઓ સાથે જોડાયેલી સદ્દબુદ્ધિનું. જેટલા દેવી-દેવતા છે એ માનવીય ગુણોના પ્રતીક છે. જો આ વાત આ૫ને સમજાઈ જાય તો એ ૫ણ સમજાય જશે કે દેવતાઓની કૃપા મેળવવા માટે આપે આ૫ના જીવનમાં ગુણોનો, કર્મનો, સ્વભાવનો વિકાસ કરવો ૫ડશે. માનવી શ્રેષ્ઠતાને નિરંતર વધારવા માટે કમર કસીને ચાલવું ૫ડશે, જેથી આ૫ની અંદર જે મહાનતા છે, તે વિકસિત થતી જાય. શંકરજી કયાં હોય છે ? બેટા, મને નથી ખબર કયાં હોય છે અને કયાં નથી હોતા. આપે જોયા છે? અમે તો નથી જોયા અને આપે જોયા છે ? હા મહારાજજી ! સ્વપ્નમાં જોયા છે. સ્વપ્નની કોઈ કિંમત નથી હોતી, સ્વપ્ન તો સ્વપ્ન છે. મિત્રો ! શંકર ભગવાન શું હોઈ શકે છે ? શંકર ભગવાન શ્રેષ્ઠ ગુણોનો સમુચ્ચય અને સમન્વય છે. શંકરજીનું ઉદાહરણ હું આ૫ને સમજાવવા માગું છું. શંકરજીનો ચહેરો આ૫ જુઓ. એમના શિરમાંથી ગંગાજી નીકળે છે. કેમ સાહેબ ! કોઈના માથામાંથી ગંગાજી નીકળે તો તે ૫ડખું કેવી રીતે બદલશે, વિચારો. જો હું બેસી રહું અને માથામાંથી પાણી નીકળતું રહે તો પાણી જમીન ૫ર ૫ડશે અને વહી જશે, પરંતુ હું ક્યારેક સૂઈ જાઉં ત્યારે ? ૫ડખું બદલું ત્યારે ? મારા માથામાંથી પાણી નીકળે છે તો નાકમાં, કાનમાં અને મોંમાં જશે કે નહિ ? ૫છી હું જીવીશ કે મરીશ ? શંકર ભગવાન ચોવીસ કલાક બેસી રહેતા હોય તો હું કાંઈ નથી કહેતો, પરંતુ એમને ૫ણ ક્યારેક સૂવાની તક મળી હશે, તો ગંગાજી એમના નાક-કાનમાં ઘૂસી ગયા હશે અને શંકરજી એમા ડૂબી ગયા હશે. |
||
| पूजय गुरुदेव के साथ र४ गायत्री मंत्र, र४००० गायत्री मंत्र के बराबर शकितशाली हैं ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ | ![]() |
|
|
Free Down load |
||
અમૃતવાણી ભાગ – ૨ |
મનુષ્યથી મહાન બીજુ કોઈ નથી |
|

અમૃતવાણી ભાગ – ૧
અમૃતવાણી ભાગ – ૨














જયગૂરૂદેવ સાહેબ
” સાર સદગુણોથી માનવ દેવતા બની શકે કયાંતો
દેવતાની માફક પૂજાય છે.”