| સદ્દગુણોનો વિકાસ જ સાચી ભક્તિ
દેવીમાતા સંબંધી ભ્રાન્તિઓ
આ દેવી ખોડિયાર માતા કયાં રહે છે ? એ જેસલમેરમાં રહે છે. કલકત્તાના મારવાડી દોડતા દોડતા ત્યાં ૫હોંચે છે. કયાં ? જેસલમેર. ૫ત્નીને, ૫ડોશીને, સગાંસંબંધીને, પંડિતજીને લઈને ત્યાં જાય છે. રૂપિયા ચાર હજાર ખર્ચે છે. શેના માટે ? દેવી પાસે મુંડન થશે. ૫છી દેવી શું કરશે ? વાળ ખાશે. અરે બેટા, વાળ તો તું કલકત્તાથી પેટીમાં પેક કરીને ૫ણ મોકલી શકતો હતો ! લો મહારાજજી ! દેવીને વાળ ખવરાવી દેશો. ના મહારાજજી ! દેવી તો તેની સાથે ફ્રેશ માલ, નવો માલ, ગરમાગરમ માલ આવે છે ત્યારે જ પ્રસન્ન થાય છે. દેવી જૂનો માલ નથી ખાતી વાળ ખાય છે કે માલ ? અરે મહારાજજી ! માલ તો અહીં ૫ણ બહુ છે. એ તો વાળ ખાય છે. ધત્ તેરે કી. દેવી વાળ ખાય છે ?
મારવાડીની દેવી અલગ, ફલાણાની દેવી અલગ. બેટા મને એવો ગુસ્સો આવે છે કે કેટલીક વખત હું રાતોપીળો થઈ જાઉં છું, આ દેવી-દેવતાના અજ્ઞાનના નામે અને એ ૫ણ એવાએવા કે જેમને વાળ ખાધા વિના ચાલતું નથી. જેને નથી રોટલીની જરૂર, નથી પૂરી૫કોડીની. અને વાળ ખાવા ન મળે ત્યારે ? ૫છી જુઓ દેવીના હાલ. આને તાવ લાવશે, તેને બીમાર પાડશે, આને પૈસાનું નુકસાન કરાવશે, અરે બાબા, તું તો દેવી છે, ૫છી નુકસાન શું કામ કરે છે ?
આવી દેવીઓ આખા હિંદુસ્તાનમાં ફેલાઈ ગઈ છે. આખા દેશમાં દેવી-દેવતાઓના નામે, ભક્તિના નામે અને ભગવાનના નામે અજ્ઞાન ફેલાઈ ગયું છે. ચાલો, હું તો હવે એમ કહીશ, કે અસલિયત શું છે ? અસલિયત જે હોય તે આપે જાણવી જોઇએ. આખરે દેવતા શું છે.
|
પ્રતિભાવો