પ્રખર પ્રજ્ઞા – સજલ શ્રદ્ધા
November 12, 2011 Leave a comment
પ્રખર પ્રજ્ઞા – સજલ શ્રદ્ધા
પ્રખર પ્રજ્ઞાનો ગુરૂએ અવતાર ધર્યો છે સજલ શ્રદ્ધાનો માએ અવતાર ધર્યો છે,
દુનિયા સુધારવાને કાજ ગુરુદેવ આંગણિયે આવ્યા,
ગુરુદેવ આવ્યા મા ગાયત્રીને લાવ્યા,
બુદ્ધિ સુધારવાને કાજ ગુરુદેવ આંગણિયે આવ્યા,
ગુરુદેવ આવ્યા સાથે માતાજીને લાવ્યા,
જીવનમાં શ્રદ્ધાને કાજ ગુરુદેવ આંગણિયે આવ્યા.
ગાયત્રી મા આવ્યા સથે યજ્ઞ પિતાને લાવ્યા,
જીવનમાં ત્યાગને કાજ ગુરુદેવ આંગણિયે આવ્યા.
યજ્ઞ પિતા આવ્યા સાથે સંસ્કારો લાવ્યા,
જીવન સુધારવાને કાજ ગુરુદેવ આંગણિયે આવ્યા.
જીવનમાં સંસ્કારને કાજ ગુરુદેવ આંગણિયે આવ્યા.
-હસમુખભાઈ ૫ટેલ(સુરત)
યુગ શક્તિ ગાયત્રી-૧૦/ર૦૧૧














પ્રતિભાવો