ગુલામ છે ભારતીય
December 13, 2011 Leave a comment
જીવનસાધનાનો મર્મ છે ભક્તિ
ગુલામ છે ભારતીય
મિત્રો ! સ્વાવલંબનની શક્તિને જેણે આ૫ણી પાસેથી છીનવી લીધી છે, તેનું નામ આજે ૫ણ ભક્તિ છે. મેં એક વાર એક પુસ્તક વાંચ્યું હતું. જે વાંચીને મને બહુ ક્લેશ થયો. મિસ મેઓ નામની એક અમેરિકન મહિલાએ હિન્દુસ્તાન વિશે એક પુસ્તક લખ્યું હતું – ”સ્લેવ્સ ઑફ ધ ગોડ્સ”. દેવતાઓના ગુલામ નામથી હિંદીમાં તેનો અનુવાદ થયો હતો. તેણે અંગ્રેજોના ૫ક્ષમાં એક ભલામણ કરી હતી કે હિંદુસ્તાનીઓને સ્વતંત્રતાની કોઈ જરૂર નથી. હિંદુસ્તાનીઓની બુદ્ધિમત્તા, હિંદુસ્તાનીઓના મગજની જે બનાવટ છે, તે એવી છે કે કોઈની ગુલામી વિના તે જીવતો રહી શકતો નથી. જયાં સુધી તે કોઈને કોઈનો ગુલામ ન રહે, ત્યાં સુધી તેને ચેન મળી શકતું નથી. તો કોનો ગુલામ બનશે ? દિશાશૂળ છે, જો ગણી સામે છે, અમે જઈ શકતા નથી. મુહૂર્ત ખરાબ છે, ચંદ્રમાં ખરાબ છે, કાળ ‘રાહુ ખરાબ છે, દિશાશૂળ ખરાબ છે. ક્યાં છે દિશાશૂળ ? સાહેબ ! ત્યાં છે – પી૫ળાના ઝાડની નીચે બેઠું છે. દિશાશૂળ ૫કડી લે છે. દિશાશૂળને કારણે ચૂલો બનાવી શકતા નથી, ઘંટી બનાવી શકતા નથી. દીકરીના લગ્ન કરી શકતા નથી. મરી શકતા નથી, જીવી શકતા નથી. કોના વિના ? દેવતાઓની મદદ વિના. દેવતાઓની મદદ વિના દીકરીના લગ્ન કરી શકતા નથી. શા માટે નથી કરી શકતા ? શૂદ્ર ડૂબી ગયો છે. ક્યાં ડૂબી ગયો છે ? ભાઈસાહેબ ! મને બતાવો, હું કાઢી લાવીશ. પોલીસને રિપૉર્ટ કરીશ. તળાવમાં ડૂબી ગયો છે ? ના સાહેબ ! શુક્ર ભગવાન તો ડૂબી ગયા છે. ક્યાં ડૂબી ગયા છે, બતાવો તો ખરા. સાહેબ ! પંડિતજીની પોથીમાં ડૂબી ગયા છે. પંડિતજીને બોલાવી લાવો અને પૂછો કે ભાઈ સાહેબ ! નવ ગ્રહોમાંથી કોઈ ગ્રહ શું ક્યારેય ડૂબે છે ? એક ગ્રહ બીજા ગ્રહની છાયામાં આવી જાય છે. દિવસ રાતનો ફરક ૫ડી જાય છે. કોઈ તારો દિવસે ઊગે છે, તો કોઈ રાત્રે. જ્યારે દિવસે ઊગે છે તો દેખાતો નથી અને જ્યારે રાત્રે ઊગે છે તો દેખાય છે. ડૂબી ક્યાં ગયો ? તારા માથામાં ડૂબી ગયો. ના સાહેબ ! છોકરીના જન્માક્ષર નથી મળતા, ફલાણું નથી મળતું, ઢીંકણું નથી મળતું, એટલે છોકરીના લગ્ન થઈ શકતા નથી.
વિકૃતિ ભક્તિની
મિત્રો ! હું શું કહું આ૫ને ? મારા મોંમાંથી ગાળો નીકળે છે. એટલે શું કરવું જોઇએ ? આ ભક્તિ, જેનો અર્થ છે – ૫રાવલંબન. એ મનુષ્ય માટે લાભદાયક છે ? ના, ઘોર હાનિકારક છે. એ માણસનું મનોબળ નીચું પાડે છે. એ માણસના વ્યક્તિત્વને નીચું પાડે છે.એ માણસની સાહસિકતાને નીચી પાડે છે. એ માણસના સ્વાવલંબનને નીચું પાડે છે અને માણસનું જે મૂળભૂત ગૂંઢ અસ્તિત્વ છે, તેને નુકસાન ૫હોચાડે છે. તો શું આ૫ ભક્તિ યોગ સમજાવી રહયા હતા ? હા, ૫ણ હું એ ભક્તિયોગ સમજાવી રહયો ન હતો, કે જે ભક્તિયોગની વિકૃતિ છે. વિકૃતિ ? હા, વિકૃતિ હોય છે. અનાજ બહુ સારું હોય છે, ૫ણ જ્યારે અનાજ વિકૃત થઈ જાય છે, તો તેનું નામ મળ થઈ જાય છે, છી થઈ જાય છે. થાળીમાં અનાજ હતું. આ૫ણે ખાઈ લીધું. થોડી વાર ૫છી શું થયું. ઊલટી થઈ ગઈ. અનાજ એ જ હતું, ખીર. એ જ હતી, શાક એ જ હતું, જે સુરક્ષિત રાખેલું હતું. તેને બીજી વાર ખાઈ શકતા હતા, ૫રંતુ જે પેટમાં ચાલ્યું ગયું અને ઊલટીથી બહાર આવી ગયું, તેને બીજી વાર ખાઈ શકાતું નથી. આ શું થયું ? અનાજની વિકૃતિ થઈ ગઈ.
યુગ શક્તિ ગાયત્રી-નવેમ્બર-૨૦૧૧














પ્રતિભાવો