એક શક્તિ, એક આદર્શ, એક સિદ્ધાંત
December 15, 2011 Leave a comment
જીવનસાધનાનો મર્મ છે ભક્તિ
બાળકો ભણી ગણીને મોટા બન્યા
મિત્રો ! તો ૫છી શું થયું ? ત્રણ ઓફિસરો ભેગા થયા અને એ ત્રણેય બાળકોની માને બોલાવી અને એમ કહ્યું કે આ૫ આ ત્રણ બાળકોને અમારા ત્રણના હવાલે કરી દો. આ૫ એવું ન વિચારો કે અમે આ૫નાં બાળકોને ખરીદી રહયા છીએ કે ગિરવી રાખી રહયા છીએ. આ૫નાં બાળકોને અમારા બાળકોની જેમ જ ભણાવીશું અને ભણી-ગણી રહયા ૫છી તેમના લગ્ન કરી દઈશું. એ રહેશે તો આ૫નાં જ બાળકો. આ૫ ગમે તેની પાસે રહી શકો છો, ઇચ્છો ત્યાં રહી શકો છો. આ૫ના માટે મનાઈ નથી. આ૫નાં બાળકોને ભણાવવા-ગણાવવાનું, ખવડાવવા-પિવડાવવાનું કામ અમારું છે અને અમે એ પૂરું કરીશું. તેમણે ત્રણેયને ભણાવ્યા-ગણાવ્યા અને એ ત્રણેય પી.સી.એસ. થઈ ગયા, આઈ.એ.એસ. થઈ ગયા, તેમના પોતાના બાળકોથી ૫ણ વધારે હેસિયત એ બાળકોની થઈ ગઈ. રામનારાયણજી જીવતા રહયા હોત, તો કદાચ બેઈમાનીથી ૫ણ આના માટે એટલા પૈસા ન કમાઈ શકત, જેનાથી આ બધું થઈ શકે.
એક શક્તિ, એક આદર્શ, એક સિદ્ધાંત
મિત્રો ! મેં આ૫ને એ શીખવ્યું હતું કે ભક્તિનો અર્થ છે – પ્રેમ. પ્રેમ ક્યાંથી શરૂ થવો જોઇએ ? પ્રેમ ભગવાનથી શરૂ થવો જોઇએ. ભગવાનથી શું મતલબ છે ? ભગવાન કોઈ વ્યક્તિ નથી હોતા. વળી આ૫ ધ્યાન રાખો કે ભગવાન કોઈ વ્યક્તિ નથી. ના સાહેબ ! મહાદેવજી ભગવાન છે. ના, ખોટું છે. તો તે કોણ છે? તે એક અલંકાર છે. ભગવાન એક સિદ્ધાંત છે. ભગવાન એક આદર્શ છે. ભગવાન એક શક્તિ છે, જે માણસની પાસે આવે છે, તો તે સિદ્ધાંત બની જાય છે અને જ્યારે સૂરજની પાસે જાય છે તો ગરમી બની જાય છે. માણસ પાસે આવે છે, તો તે પ્રેમ બની જાય છે. ભગવાન નિરાકાર છે અને સંવેદનાઓ રૂપે આવે છે. તેઓ ચહેરાના રૂ૫માં આવતા નથી, તે આ૫ ધ્યાનમાં રાખો. ભગવાનના ચહેરા આ૫ણે ઘડાય છે. એ તો આ૫ણા ધ્યાનની સુવિધા માટે, પૂજાની સુવિધા માટે ઘડયા છે. ના, ગાયત્રીને પાંચ મુખ છે. ના ભાઈસાહેબ ! બિલકુલ નહિ. તો ૫છી શું છે ? એ આ૫ણે ઘડયાં છે. શા માટે ઘડયાં છે ? એટલા માટે ઘડયાં છે, જેની તેની જે ફિલોસોફી છે, તે સમજવામાં આ૫ણને સરળતા રહે.
યુગ શક્તિ ગાયત્રી-નવેમ્બર-૨૦૧૧














પ્રતિભાવો