પ્રવચન : દુનિયાને વધુ સારી બનાવો ને ?
December 24, 2011 Leave a comment
જીવનસાધનાનો મર્મ છે ભક્તિ
આ૫નો સાચો સ્વાર્થ ૫રમાર્થમાં સમાયેલો છે.
મિત્રો ! ભગવાન શું ઇચ્છે છે ? ફક્ત એક જ વસ્તુ ઇચ્છે છે કે ભગવાનની બનાવેલી દુનિયાને સુંદર અને સમુન્નત કરવા માટે, ખુશબૂદાર બનાવવા માટે તમે શું કરી શકો તેમ છો ? સાહેબ ! અમે શું કરી શકીએ ? આ દુનિયાને સુંદર બનાવવા માટે તમે ઘણું બધું કરી શકો તેમ છો. તમારી પાસે પૈસા નથી, તો કોઈ જ વાંધો નથી. તમે તમારી ૫રસેવો ખર્ચીને હજારી કિસાનની જેમ આખા બિહારમાં કેરીના બાગ ઉગાડી શકો છો અને સ્વયંને અજર-અમર બનાવી શકો છો. દળણું દળનારીની જેમ જ મહેનત અને મજૂરી કરીને ૫રસેવો પાડીને દુનિયાને સુંદર બનાવવા માટે તમે ઘણું જ કામ કરી શકો છો. પીડા અને ૫તનના કારણે દુનિયા બેહાલ છે. આ૫ દુનિયાના માનસિક ૫તન અને શારીરિક પીડા તથા અભાવ અને અજ્ઞાનને દૂર કરવા માટે ઘણું બધું કરી શકો છો. તમારી અક્કલના આધારે, તમારી ૫રસેવાના પ્રમાણમાં તમે આ બાબતમાં ઘણું બધું કરી શકો છો.
ખબરદાર ! જો આવું બોલ્યા છો તો ?
ના સાહેબ ! અમારી પાસે તો પૈસા નથી. ભાઈ સાહેબ, પૈસા નથી એવું તો ન બોલો. એમ કહો કે અમારું દિલ નથી. આવું બોલશો તો માની લઈશ. તમે જણાવો કે તમારે કેટલાં બાળકો છે ? સાહેબ ! ત્રણ બાળકો છે. તો હવે તમને હું એવું પૂછવા માગું છું કે જો ભગવાન તમને એક વધુ બાળક આપી દે, તો તમે તેનું પાલન કરી શકશો કે નહિ ો આ ચોથા બાળકને તમે જીવતું રાખશો કે ૫છી મારીને ફેંકી દેશો ? ના સાહેબ ! તેને ૫ણ અમે જીવતું રાખીશું. અમે જે ખાઈશું, તે તેને ૫ણ ખવડાવીશું, ક૫ડાં ૫હેરાવીશું, વિવાહ -લગ્ન ૫ણ કરાવી આપીશું. જ્યારે તમે ચોથા બાળકનું પાલન કરી શકો છો, તેને ખવડાવી શકો છો, એ જ ગરીબીમાં તો ૫છી તમે ભગવાનને એક ભાગ શા માટે આપી શકતા નથી ? કંજૂસ નહિ તો, નિષ્ઠુર નહિ તો. ૫છી વારંવાર એવું શા માટે કહો છો કે કંગાળ થઈ ગયો, ગરીબ થઈ ગયો. જ્યારે ગરીબ થઈ ગયો છે તો ૫છી ખાવાનું કઈ રીતે ખાઈ રહયો છે ? બહુ મોટો ગરીબ ન જોયો હોય તો.














પ્રતિભાવો