પ્રવચન : ભગવાનનો સંદેશો
December 24, 2011 Leave a comment
જીવનસાધનાનો મર્મ છે ભક્તિ
આ૫નો સાચો સ્વાર્થ ૫રમાર્થમાં સમાયેલો છે.
મિત્રો ! અમે પાછું એક દિવસ ભગવાનજીને પૂછયું – ‘શું સાહેબ ! લોકોના મનમાં એવું ચાલું રહયું છે કે સવા રૂપિયાનો પ્રસાદ વહેંચવાથી તમારું ગુજરાન ચાલી જાય છે અને તમે પ્રસાદ ખાઈને પ્રસન્ન થાવ છો ?’ ભગવાનજીએ કહ્યું – ‘લોકોને તમે કહી દેજો કે આ બધું બેકાર છે પ્રસાદ વહેંચો કે ન વહેંચો અમને કોઈ જ તકલીફ નથી.
અમારે પ્રસાદ ખાવો જ હશે તો અમે કોઈ ખાંડની ફૅક્ટરીમાં જઈને બેસી જઈશું. ખાંડની મિલમાં ઉંદર બની જઈશું, કીડી બની જઈશું અને મનમાં ઇચ્છા હશે તેટલી ખાંડ ખાઈ લઈશું. લોકોએ પૈસા બગાડવાની કે પ્રસાદ વહેંચવાની કોઈ જ જરૂરિયાત નથી.’ અમે કહ્યું કે ‘સાહેબ ! લોકો નહિ માને. એ બધા તો કહે છે કે અમે સવા રૂપિયાનો પ્રસાદ વહેંચીશું જ, અથવા તો મંગળવારના દિવસે હનુમાનજીને મીઠાઈ ધરીશું. તો હનુમાનજી ખુશ થઈ જશે.’ આ સાંભળી ભગવાનજીએ ધીરે રહીને કાનમાં કહ્યું – ‘તમે બીજાને ન કહેતા, ૫રંતુ અમારા તરફથી સંદેશો આ૫જો કે હનુમાનજીએ એવું કહ્યું છે કે તેમને ડાયાબિટીસ થયો છે. તમે જો વધુ ખાંડ ખવડાવશો તો વધારે બીમાર ૫ડીશું અને લોકો માની જશે. પાગલોને, લોકોને તમે આવું જ કહેજો.’
આ પાગલોને તમે એવું જ કહેજો કે જે લોકો માતાજીને બકરો ખવડાવીને, હનુમાનજીને ચણાના લાડુ ખવડાવીને અને ભગવાનજીને ચાંદીના છત્ર ચઢાવીને પ્રસન્ન કરવા ઇચ્છે છે, એવા લોકોને કહેજો કે પાગલો ! ઊંડાણમાં ઊતરો, વાસ્તવિકતાને સમજ.














પ્રતિભાવો