અવતારની આંધી દિશા બદલી નાખે છે : ૧
December 25, 2011 Leave a comment
અવતારની આંધી દિશા બદલી નાખે છે
ગાયત્રી મંત્ર મારી સાથેસાથે -
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

મિત્રો ! જે મનુષ્ય હસતો, ખીલતો રહે છે તેની ચારે તરફ ખુશીઓ છવાયેલી રહે છે. હસનાર અને હસાવનાર પોતે ૫ણ હસતો રહે છે અને બીજાઓને ૫ણ હસાવતો રહે છે. ભગવાન શ્રીકૃષ્ણને જુઓ – હસતા ભગવાન, હસાવનાર ભગવાન, રાસ કરનાર ભગવાન, નાચતા ભગવાન, વાંસળી વગાડના ભગવાન, સાહિત્યકાર અને કલાકાર ભગવાન, સંગીતને પ્રેમ કરનાર ભગવાન. તમે એમની પાસેથી શીખો અને પોતાની આખી જિંદગીને હળવી બનાવીને જીવો. કાયમ મોઢું ફુલાવીને રહેવાથી જિંદગી જીવી શકાતી નથી. આ રીતે તમે પોતે ૫ણ નાખુશ અને રડતા રહેશો. ફરિયાદો સાથે જીવશો, તો તમે મરી જશો. જિંદગી એટલી ભારરૂ૫ બની જશે કે તેને ફરીથી સુધારી શકશો નહીં. તેની નીચે તમે દબાઈ જશો, કચડાય જશો. જો તમે લાંબી ઉંમર સુધી જીવતા અને સ્વસ્થ રહેવા ઇચ્છતા હો, તો તમે હસવાની -હસાવવાની કળા શીખો. જો તમને હસતા આવડતું હોય તો સમજો કે જિંદગીના રહસ્યને જાણો છો.
સાથીઓ ! હસતા માટે તથા હસાવવા માટેની ઘણી વસ્તુઓ આ૫ણી પાસે છે. તમારી પાસે બધી વસ્તુઓ નથી, તો શુ તમે ચીડાતા રહી, ફરિયાદ કરતા રહી અમૂલ્ય જીવનને આમ જ બરબાદ કરી નાખશો ? શું તમને નિખિલ આકાશ હસતું દેખાતું નથી ? જો તમે કવિ હ્રદયના હો, સરસ હ્રદયના હો તો તમે એનો આનંદ નથી લઈ શકતા ? નદીઓ કલકલ કરતી વહે છે, શું તમે એનો આનંદ નથી લઈ શકતા ? તમારે એમનો આનંદ લેવો જોઇએ અને તમારે કલાકાર બનવું જોઇએ. જિંદગીમાં આનંદના અનુભવો થવા જોઇએ. જીવનમાં હસવાનો સમય હોવો જોઇએ, હસાવવાનો સમય હોવો જોઇએ.














પ્રતિભાવો