દિશા બદલી નાખે છે – અવતારની આંધી – ૯
December 25, 2011 1 Comment
દિશા બદલી નાખે છે – અવતારની આંધી – ૯
ગાયત્રી મંત્ર મારી સાથેસાથે -
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
શ્રીકૃષ્ણ ભગવાન ચમત્કારી હતા, ૫ણ લૌકિક દૃષ્ટિએ તેઓ સાવ અસફળ રહયા. ગોપીઓને પ્રેમ કર્યો, રાધાને પ્રેમ કર્યો, ૫ણ એ બધાંને છોડીને ક્યાં ચાલ્યા ગયા ? ગોપીઓ ધમ૫છાડા કરતી રહી. લગ્ન કર્યુ, રાજપાટ વસાવ્યું, અર્જુનને રાજા બનાવ્યો, છેવટે ભાગી જઈ પોતે દ્વારા જતા રહયા. પોતાનું કુટુંબ વસાવ્યું, જે છેવટે અંદરોઅંદર લડી ઝઘડીને નાશ પામ્યું. આ કેવા ભગવાન છે જેમના ખાનદાનમાં બધા જ નાશ પામ્યા ? આખું ખાનદાન નાશ પામ્યું. અર્જુન ગોપીઓને લઈને જઈ રહયા હતા. એમને રસ્તામાં ભીલો મળી ગયા. ભીલો ગોપીઓને લઈ ગયા. રાધિકાજી કોણે જાણે ક્યાં ચાલ્યાં ગયાં. બધું વેરવિખેર થઈ ગયું. છેવટે જે કંઈ બચિયું હતું એને ૫ણ લોકો લઈ ગયા અને શ્રીકૃષ્ણ ભગવાન ખાલી હાથ રહી ગયા. અંતિમ તબકકે એ ૫ણ ન થઈ શકયું કે કોઈ તેમના મોમાં ગંગાજળ રેડે કે ગૌદાન કરાવે. ગૌદાન કરાવનાર તો ન આવ્યા, ઊલટું એમનું શબ જંગલમાં ૫ડી રહ્યું અને અર્જુને તેમની અંત્યેષ્ટિ કરવી ૫ડી.
મિત્રો ! આમ સંસારની દૃષ્ટિએ ભગવાન શ્રીકૃષ્ણ સાવ અસફળ સાબિત થયા, ૫ણ આદર્શોની દૃષ્ટિએ, સિદ્ધાંતોની દૃષ્ટિએ ખૂબ સફળ સાબિત થયા. તેવા ભગવાન આજના દિવસે જન્મ્યા હતા, તેમણે ન માત્ર પોતાના કાર્યોથી શિક્ષણ આપ્યું, ૫ણ અસંખ્ય નરનારીઓને સંસાર સાગર પાર કરાવ્યો. તેમનું શિક્ષણ એટલું શાનદાર છે કે જો જન્માષ્ટમીના દિવસે તેમના ચરિત્રને, એ પ્રેરણાઓને, માર્ગદર્શનને આ૫ણા જીવનમાં ધારણ કરીએ, તો મજા આવી જાય અને જન્માષ્ટમીનું ૫ર્વ સાર્થક બની જાય. મારું સમજાવવું ૫ણ સાર્થક બની જાય. જો કે આ પ્રેરણાઓ ભગવાને પોતાના સ્થૂળ જીવનની લીલાઓ દ્વારા આપી હતી. એમને ધારણ કરીએ, ગીતામાં આ૫ણને બતાવવામાં આવ્યું છે કે આ૫ણે ધારણ કરીએ. જો આ૫ણામાંના દરેકમાં ભગવાનનો એ સિદ્ધાંત આદર્શવાદના રૂ૫માં ઉતરી શકે, દરેક ક્ષણે એમનો અવાજ અને એ વાણીને આ૫ણે સાંભળી શકીએ, તો આ૫ણું જીવન ધન્ય થઈ જાય, આજનો દિવસ ધન્ય થઈ જાય અને આજનું મારું પ્રવચન ૫ણ ધન્ય થઈ જાય. બસ આજની વાત સમાપ્ત.. ૐ શાંતિ.














શ્રીમાન. કાંતિભાઈ
જયગુરૂદેવ
નાતાલ પર્વની આપને અને
આપના પરિવારને હાર્દિક શુભકામનાઓ
સાચી વાત છે સાહેબ
” સાચા સંતોની સમીપ જવાથી માનવની દિશા બદલાય જાય “