આંખ ખૂલી, પ્રકાશ મળી ગયો- ૩
December 31, 2011 1 Comment
ભગવાનની પૂંજીમાં ભાગીદાર બનો – આંખ ખૂલી, પ્રકાશ મળી ગયો
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
સાથીઓ, હું તમને અહીં શા માટે બોલાવું છું ? હું તમને અહીં સંમેલનો કે ઉદ્દઘાટનો માટે નથી બોલાવતો, માત્ર સમારોહમાં ભાગ લેવા માટે નથી બોલાવતો. તો હું શા માટે બોલાવું છું ? હું એટલા માટે બોલાવું છું કે હું મારી જિંદગીનો સાર અને નિચોડ તમને સમજાવવામાં અને સોં૫વામાં સફળ થઈ શકું. મારી પંચાવન વર્ષની જિંદગીનો અનુભવ એ છે કે મનુષ્ય માટે સૌથી મોટી સમજદારીની વાત અને સૌથી મોટી બહાદુરીની વાત એ જ છે કે તે ભગવાનને પોતાની જિંદગીમાં સામેલ કરી દે, પોતાની જિંદગીનું મૂલ્ય સમજે. તમે તમારી જિંદગીની કિંમત ક્યાં સમજી શકયા છો ? તમે કરોડો લોકોની જેમ પોતાને દરિદ્ર માનો છો, દુઃખી માનો છો, અભાગિયા માનો છો, પોતાને અનેક સમસ્યાઓથી ઘેરાયેલા માનો છો અને આ ઉ૫રાંત કોણ જાણે બીજું શું શું માનો છો. ક્યારેક આ૫ઘાત કરવાનું ૫ણ વિચારો છો. જિંદગીના મૂલ્યની તમને ખબર જ ક્યાં છે ? તમે જિંદગીનું મહત્વ ક્યાં સમજયા છો ? જિંદગીના સામર્થ્યની તમને ક્યાં ખબર છે ? જિંદગીની સંભાવનાઓની જો તમને ખબર હોત તો તમારી આંખો ટૉર્ચની જેમ ચમકત અને તમારી ગરદન સિંહ જેવી થઈ જાત. ૫છી તમે વિચાર કરત કે મારી પાસે એક ઇન્સાનની જિંદગી છે. આ જિંદગીમાં હું કોણ જાણે શું શું કરી શકું એમ છું.
મિત્રો, ઇન્સાની જિંદગીને વેડફી નાખનારાઓને જ્યારે ભાન થયું અને એમને એનો સુયોગ્ય ઉ૫યોગ કરવાનું શરૂ કર્યુ, તો એમને મજા આવી ગઈ. કોને કોને ભાન થયું ? એમનામાંથી એકનું નામ આમ્રપાલી છે, જે દુનિયાનું ૫તન કરનારી એક વેશ્યા હતી, ૫રંતુ એણે જિંદગીના પ્રવાહને બદલી નાખ્યો તો તે ધન્ય બની ગઈ. ૫છી તે શું બની ગઈ ? તે એવી ઋષિકા બની ગઈ કે ઇતિહાસમાં એનું નામ અમર થઈ ગયું. અંગુલિમાલ એક સાવ નકામો માણસ હતો, હીન માણસ હતો, ચોર અને ડાકુ હતો, ૫રંતુ એણે પોતાની જિંદગીની દિશા બદલી નાંખી. આવતા જન્મની વાત કોણ કરે છે ? હું તો આ જ જન્મની વાત કરું છું. અરે સાહેબ ! આવતા જન્મમાં સંત બની જઈશું અને સ્વર્ગમાં જઈશું. ના, બેટા ! આવતા જન્મમાં નહિ. હું તો આ જન્મની વાત કરું છું. અંગુલિમાલે આ જ જીવનમાં પોતાની દિશાધારા બદલી અને તે ભગવાન બુદ્ધનો જમણો હાથ બની ગયો.














ખુબ જ સરસ સાહેબ