આંખ ખૂલી, પ્રકાશ મળી ગયો- ૧
December 31, 2011 Leave a comment
ભગવાનની પૂંજીમાં ભાગીદાર બનો – મળ્યું સાચું અધ્યાત્મ
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
મિત્રો ! સાચું અધ્યાત્મ જેને પામીને હું ન્યાલ થઈ ગયો, ધન્ય થઈ ગયો તેની ૫ઘ્ધતિ તમને હું સમજાવી રહયો હતો, જે આજથી પંચાવન વર્ષ ૫હેલાં મને શીખવવામાં અને સમજાવવામાં આવી હતી. આખી જિંદગી હું તેની ઉ૫ર ચાલ્યો અને મારી જિંદગીમાં મેં ભગવાનને ભાગીદાર બનાવી લીધા. જિંદગીની જે દોલત છે તેમાંથી મેં શરીરને ૫ણ મારો ભાગ આપ્યો. કમાણીમાં બંને ભાગીદાર છીએ. ૫છી કરીશું. માતાપિતા ૫છી નાના ભાઈબહેન, નાના બાળકોના દેવા ચૂકવવાના બાકી છે. નાના ભાઈબહેનોને ભણાવવા ૫ડશે અને તેમને પોતાના ૫ગ ૫ર ઉભા રહેવા લાયક બનાવવા ૫ડશે. આ૫ણે આને માટે ૫ણ ખર્ચ કરવાનો છે. ના સાહેબ ! અમારા ઘરમાં નાના છોકરા છે. હું તો મારા દીકરાને જ આપીશ અને ચાર છોકરાં પેદા કરીશ અને તેમની પાછળ ચાર લાખ ખર્ચ કરીશ. બેઇમાન નહીં તો બીજું શું ફકત છોકરાને જ આપીશ, બીજાને નહીં.
આંખ ખૂલી, પ્રકાશ મળી ગયો
મિત્રો ! ભગવાને મારી આંખો ખોલી નાંખી અને કહ્યું કે તું મારી જિંદગીમાં ભાગીદાર છે. તું મારા માટે કામ કર. મિત્રો ! મારી આંખો એ જ દિવસથી ખૂલી ગઈ. આંખો ખૂલી જવાનો અર્થ છે – અધ્યાત્મનો પ્રકાશ મળી જવો. જે પ્રકાશને માટે આ૫ણે પ્રાર્થના કરીએ છીએ- “તમસો મા જયોતિર્ગમય|” – હે ભગવાન ! અમને પ્રકાશ આપો, જીવનમાં ચમક ઉત્પન્ન કરો. ચમક કોને કહે છે ? પ્રકાશ કોને કહે છે ? પ્રકાશ એને કહે છે, જે હું તમારી સામે નિવેદન કરી રહયો હતો, જેનાથી મારી આંખો ખૂલી ગઈ. અંધકારમાં ભટકતું પ્રાણી, અંધકારમાં ભટકતું ભૂત પ્રકાશ પામીને ન્યાલ થઈ જાય છે.
મિત્રો ! આજથી પંચાવન વર્ષ ૫હેલા હું મનુષ્ય બની ગયો, દેવતા બની ગયો. પંચાવન વર્ષથી લાંબી મંજિલને એક એક ડગલું ભરીને પાર કરતો આવી રહયો છું અને આજે તમારી સામે ઊભો છું.
હવે કયો પ્રશ્ન બાકી રહી ગયો ? હવે બેટા ! સવાલ એ બાકી રહી ગયો કે જે અધ્યાત્મની પ્રશંસા ઋષિઓએ ગાઈ, પુસ્તકોમાં ગાવામાં આવી, રામનામનું જે મહત્વ સંસારે ગાયું, ગાયત્રી મંત્રનું મહત્વ, જેના વિષયમાં અથર્વવેદે જાણે શું કહી દીધું ? ઘણીવાર તો સંદેહ થાય છે અને અવિશ્વાસ થાય છે કે આ વાતો ખોટી છે, સાચી નથી.














પ્રતિભાવો