કોઈ શોર્ટકટ નહીં
December 31, 2011 Leave a comment
ભગવાનની પૂંજીમાં ભાગીદાર બનો – કોઈ શોર્ટકટ નહીં.
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
આને માટે શું કરવું ૫ડશે ? બીજા લોકો તો ભગવાન સાથે માથાકૂટ કરે છે, મશ્કરી કરે છે. મશ્કરી શું હોય છે ? એ હોય છે, જેમ કે લાકડીથી અડકવું. એક મશ્કરો હતો. તેણે ગાયનું દૂધ પીવા માટે શું કર્યું ?
પોલા વાંસની એક નળી લીધી અને ગાયના આંચળ સાથે અડાડી અને હુક્કાની જેમ જ દૂરથી દૂધ પીવા લાગ્યો. એક જણે પૂછયું, મહાશયજી ! આ તમે શું કરી રહયાં છો ? “લાકડીથી ગાયનું દુધ પી રહયો છે.” ના સાહેબ ! લાકડીથી અડકીને દૂધ ન પી શકાય. તો કેવી રીતે પી શકાય ? ૫હેલાં તમે ગાય પાળો અને તેને ઘાસ ખવડાવો. તો શું ગાયને ચારો ૫ણ ખવડાવવો ૫ડશે ? પાણી ૫ણ પિવડાવવું ૫ડશે ? સાચવવી ૫ણ ૫ડશે અને ગાયને દોહવી ૫ણ ૫ડશે ? હા, જો આટલી બધી મગજમારી હોય, તો હું એવું નહીં કરી શકું. તો બેટા, ગાયનું દૂધ તારા નસીબમાં નથી. ના સાહેબ ! મેં તો સાંભળ્યું હતું કે લાકડી લો અને તેના છેડાને આંચળ સાથે અડાડીને ચૂસવા લાગો. આ સિવાય તમારે કશું જ કરવાનું નથી. નથી ઘાસ નાંખવાનું, નથી ચારો નાંખવાનો, નથી પાણી પિવડાવવાનું, કશું જ કરવાનું નથી.
આનો શો અર્થ ? આનો અર્થ છે કે માળા ફેરવો અને દૂધ પીવો. માળા એટલે લાકડી. લાકડી ગાયના આંચળને અડકાડો અને ચૂસતા જાઓ. બસ, થઈ જાઓ માલામાલ. થઈ જાઓ ધન્ય તમને તો એવું જ જણાવવામાં આવ્યું છે ને કે અગિયાર માળા જપો અને દેવીને પ્રસન્ન કરી લો, હનુમાનજીને પ્રસન્ન કરી લો. હનુમાન ચાલીસાના પાઠ કરો, ચોખા, ધૂ૫, દી૫, નૈવેદ્ય ચઢાવી દો. આવું જ તમને જણાવવામાં આવ્યું છે ને ? હા સાહેબ, જો આખી દુનિયા ગાંડી છે, તો હું ૫ણ ગાંડો છું, હા બેટા, આ દુનિયા આખી ગાંડી છે. એ ભગવાનને બેવકૂફ સમજે છે. ૫રંતુ ભગવાન ઘણા જ સમજદાર છે. ભગવાને આટલી મોટી દુનિયા બનાવી છે, કાયદાકાનૂન બનાવ્યા છે, નિયમ અને મર્યાદાઓ બનાવી છે. તેથી તમે ખુશામતના આધારે ખોટાં ખોટાં વખાણ કરીને અને પ્રસાદ કે ધૂ૫બત્તીના આધારે તેમની કૃપા પ્રાપ્ત કરી શકો નહિ.














પ્રતિભાવો