અસામાન્ય બનો, અવસરને ઓળખો – ૧
January 1, 2012 Leave a comment
ભગવાનનું કામ ખોટનો સોદો નથી – અસામાન્ય બનો, અવસરને ઓળખો
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
મિત્રો ! સ્વતંત્રતા સંગ્રામના મંડાણ ક્યાંથી થયા? પંજાબમાંથી. આઝાદીની લડાઇમાં પોતાનો ફાળો આપનાર અને તેને જલદ બનાવનાર સૌથી પહેલા રાજા હતા- રણજિતસિંહ. ત્યારબાદ બીજા લોકો તેમાં જોડાતા ગયા. આ કામ જબરદસ્તીથી થતું નથી, પરંતુ લોકોની અંદર એક જોશ પેદા થઈ જાય છે અને તેઓ પોતાની મરજીથી બલિદાન માટે ઝંપલાવે છે. ગાંધીજીએ સૌથી પહેલાં પોતાની જાતને આગળ કરી, તો તેમની પાછળ લાખો માણસો બલિદાન માટે તૈયાર થઈ ગયા. ગાંધીજીને જેલમાં પૂર્યા બાદ આખો દેશ ભડકે બળવા લાગ્યો . સ્વરાજ્યની ચળવળ ક્યાંથી શરૂ થઈ ? પોતાની જાતથી. આપત્તિકાળની સમસ્યાઓનો ઉકેલ કેવળ પોતાની જાત વડે જ લાવી શકાય. આવા હિંમતભર્યાં કાર્યો એવા અસાધારણ લોકો જ કરી શકે છે, જે અસાધારણ સમયને ઓળખી લે છે.
મિત્રો! અસામાન્ય માણસ પોતે જ આગળ ચાલીને સમાજને સમજાવે છે કે તેનો સિદ્ધાંત કેટલો મહત્વપૂર્ણ છે. તેને માટે પોતાની જાતનું બલિદાન આપવું પડે છે, તો જ લોકો આગળ આવે છે. આવી હિંમત વિશિષ્ટ માણસ જ દાખવી શકે. લોકો પહેલાં એ માણસની પરખ કરે છે કે એ પોતાના સિદ્ધાંતમાં મક્કમ છે કે નહિ અને એવી કસોટીમાંથી પાર ઊતરે તો જ લોકો એના કહેવાથી મેદાને પડે છે. ભગવાન બુદ્ધે પોતાના વહાલા શિષ્યો ને સૌથી પહેલાં ઘરબાર છોડવાનો આદેશ આપ્યો હતો. ભગવાન બુદ્ધે માત્ર લોકોને ધનસંપત્તિ અને સંતતિ મળવાના આશીર્વાદ જ આપ્યે રાખ્યા હોત તો, આખા વિશ્વમાં ધર્મચક્રના ફેલાવાની જે ક્રાંતિ થઈ તે કદાચ ના થઈ હોત.
ઋષિઓ શું કરતા? શું તેઓ ખાલી માળા ફેરવે રાખતા હતા ? ના બેટા, તેઓ માળા ફેરવવા ઉપરાંત આખો દિવસ સમાજની સેવા કરતા હતા. આજે તો લોકો એકદમ હલકા કામ માટે તરત તૈયાર થઈ જાય છે. કોઈને મહાન કાર્યો કરવાનો વિચાર જ નથી આવતો. તમે પણ જો તપસ્વી, સંત કે ઋષિઓની જેમ નાનામાં નાનું સેવાનું કાર્ય કરવા માંડશો તો તમારા જીવનમાં પણ ચમત્કાર થઈ જશે. તેઓ વ્યક્તિની, સમાજની, દેશની, ઘર્મની અને સંસ્કૃતિના સેવા કરતા હતા. લોકોના દુઃખદર્દ દૂર કરતા. ભગવાન બુદ્ધે આમ એશિયામાં જ નહિ, પરંતુ આખી દુનિયામાં પરિવર્તન આણ્યું હતું. તેઓ ત્યાગ અને તપની સાક્ષાત્ મૂર્તિ હતા. તમે મહોરું પહેરીને સાચા હનુમાનજી બની શકતા નથી. તેને માટે એમના જેવો ત્યાગ કરવો પડે છે.














પ્રતિભાવો