આવનારા દિવસો આવા હશે
January 1, 2012 Leave a comment
ભગવાનનું કામ ખોટનો સોદો નથી – આવનારા દિવસો આવા હશે
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
મિત્રો ! હવેના દિવસોમાં માણસ માણસનું લોહી પીશે. માણસ માણસનું માંસ ખાશે. માણસ માણસને પરેશાન કરશે, દુઃખ આપશે. માણસ માણસનો જીવ ખાશે. આવનાર સંકટના સમયનું આ જે ચિત્ર મેં તમને બતાવ્યું છે તે જરા પણ ખોટું નથી. આગામી દિવસોમાં પૈસા, અનાજ, અક્કલ બધું જ વધશે, પરંતુ આ જ પૈસા, અનાજ અને અક્કલ આપણને ભરખી જશે. માણસ હેરાનપરેશાન થઈ જશે. વિશ્વવિદ્યાલયો ખૂબ ખૂલશે, કારખાનાંઓ ખૂબ ખૂલશે, પરંતુ હું તમને ચેતવણી આપું છું કે મોંઘવારી અકલ્પનીય રીતે વધશે. કોઈપણ ચીજ બહુ મુશ્કેલીથી મળશે. લોખંડની કિંમત વધતી વધતી સોના જેટલી થઈ જશે. જો અત્યારથી આપણે સાવચેતીનાં પગલાં નહિ લઇએ તો આપણી પર મુસીબતોના પહાડ તૂટી પડવાના છે.
આ આપત્તિકાળની સૌથી મોટી આવશ્યકતા છે- માણસનું આધ્યાત્મિકતા સાથે જોડાણ. જેઓ આધ્યાત્મિકતા પારસ સાથે જોડાઈ જશે તે સોના જેવા થઈ જશે. વિવેકાનંદ, દયાનંદ એ બધા પારસ બની ગયા. લોખંડ પણ પારસના પથ્થરને અડે તો તે સોનું બની જાય છે. લોખંડ જેવા હલકા માણસો પણ જો અધ્યાત્મરૂપી પારસના સંપર્કમાં રહેશે તો સોના જેવા એટલે કે ગુણવાન, પ્રાણવાન, તેજવાન અને સમૃદ્ઘિવાન બની જશે. તેમની બુદ્ધિ, આદર્શ અને સિદ્ધાંતો મહાન બની જશે. તેઓ શ્રેષ્ઠ અને મહાન બની જશે.
મિત્રો ! મરતી વખતે પણ જો કોઈ અમૃત પી લે તો તે બચી જાય એમ કહેવાય છે. નહિ મહારાજજી, શાસ્ત્રો -પુરાણોમાં તો અમૃત વિશે ઘણું ઘણું લખેલું છે. બેટા ! હું એની જ વાત કરી રહ્યો છું. એ પીવાથી માણસ અજરઅમર થઈ જાય છે. જેમ કે ગાંઘીજીએ હરિશ્ચંદ્ર નાટક જોયું અને હરિશ્ચંદ્ર બની ગયા. ગાંધીજી મરી ગયા ? ના, બેટા ! ગાંધીજી મરી શકે ? ઈસુ ખ્રિસ્ત મરી ગયા છે ? ના, બેટા ! એ શી રીતે મરી શકે ? ભગવાન બુદ્ધ મરી ગયા ? ના, એ મર્યા નથી. એ તો અમર થઈ ગયા. કેવા માણસો અમર થાય છે ? એવા માણસો કે જેમની અંદર શાલીનતા ઉત્પન્ન થઈ જાય છે, જેમના રોમેરોમમાં આદર્શ અને સિદ્ધાંત વણાઈ જાય છે. આવા માણસો અમર થઈ જાય છે.














પ્રતિભાવો