આ ખોટનો ધંધો નથી – ૩
January 1, 2012 Leave a comment
ભગવાનનું કામ ખોટનો સોદો નથી – આ ખોટનો ધંધો નથી – ૩
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
તમે અહીંથી જાઓ ત્યા રે કાંઈક લઈને જજો, કાંઈક બનીને જજો. મને તમારા વિશે પૂછે તો શું જવાબ આપવો ? તમારી અંદર સંયમશીલતા, વિનમ્રતા અને સહિષ્ણુતા આવવા જ જોઇએ, જીવનમાં પરિવર્તન આવવું જ જોઇએ. તમને જે કાંઈ મળ્યું હોય તે બધું માત્ર શરીર પાછળ જ નહિ, પરંતુ થોડું ભગવાન પાછળ પણ ખર્ચવાનું રાખો. તમે ભગવાન પાસે ક્યાં સુધી માગ્યે રાખશો ? ક્યારેક તો તેને આપવાની વાત કરો.
ગુરુજી પાસે કાંઈક માગવાને બદલે કાંઈક આપવા આગળ આવવું જોઇએ. તમારા ઝભ્ભા ઉપર જેનું પ્રતીક છે તે જ્ઞાનયજ્ઞની લાલ મશાલ તમારા અંતઃકરણમાં પ્રગટવી જોઇએ, જેથી અંદરનો અંધકાર દૂર થઈ જાય. આપણે સ્વાર્થ માટે વાપરીએ તેનો અમુક ભાગ પરમાર્થ માટે વાપરવો જોઇએ. તમારે અમુક ભાગ આદર્શો કે જનકલ્યાણ ખાતર કાઢવો જ જોઇએ.
મિત્રો ! આ શિબિર મેં એટલા માટે બોલાવી છે કે આ વિશેષ સમય છે, તેને તમે ઓળખો. પેટ ભરવાના અને પ્રજા પેદા કરવાના પ્રશ્નો તો દુનિયા બની ત્યારથી ચાલ્યા આવે છે અને ચાલતા રહેશે. તમે પણ જો એમાં રચ્યાપચ્યા રહેશો તો આ જીવન બેકાર થઈ જશે. ઊઠો, જાગો અને શ્રેષ્ઠ કાર્યો માટે કમર કસો. આ અધ્યાત્મજ્ઞાન આપવા માટે જ મેં તમને બોલાવ્યા હતા. તે જો તમે સમજી શકો તો મારો આ પરિશ્રમ સાર્થક બનશે અને તમે પણ ધન્ય બનશો. આજની વાત સમાપ્ત. !! ૐ શાંતિ!!














પ્રતિભાવો