બાકીનું જીવન ક્યાંક એમ જ ન વેડફાય જાય – ૨
January 1, 2012 Leave a comment
ભગવાનનું કામ ખોટનો સોદો નથી – બાકીનું જીવન ક્યાંક એમ જ ન વેડફાય જાય
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
મિત્રો ! મારું અને મારા ગુરુનું મિલન ખૂબ મહત્વપૂર્ણ રહ્યું. મેં મારા ગુરુએ મારી પાસે રાખેલી બઘી આકાંક્ષાઓ પૂરી કરવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે હું ગુરુના મિલન પહેલાંના અને પછીના દિવસોની સમીક્ષા કરું છું, ત્યારે જણાય છે કે જે દિવસોમાં મેં ગુરુના આદેશ પ્રમાણે જીવવાનો પ્રયાસ કર્યો તે મારા માટે ખૂબ લાભકારી રહ્યા. આંધળા-લંગડાની જોડીનું મહત્વ આગવું છે. આંધળાએ ચાલીને અને લંગડાએ દેખાડીને સમગ્ર કામ પૂરું કર્યું હતું. લંગડો રસ્તો બતાવે અને આંધળો તે રસ્તો કાપે, મિત્રો ! તમે અને હું મળીને આવું જ કંઈક કરી શકયા હોત તો કેવું સારું ? હું તમને સહકાર આપું અને તમે મને સહયોગ આપો તો કેટલી મજા પડે ? જ્યારે અહીં તો તમે કહો છો કે ગુરુજી, તમે જ અમને મદદ કરો. બેટા, આ જ વાત તમારા લાભની નથી. તમે હંમેશાં સ્વાર્થની વાત જ કરો છો. હું તમને આશીર્વાદ આપું અને તમે મને કશું જ આપો, તો તમારું કામ નહિ ચાલે. એક માણસનું લોહી બીજાના શરીરમાં દાખલ કરવામાં આવે તો તે ફક્ત ત્રણ દિવસ સુધી જ કામ કરે છે. એટલા સમયમાં રોગીના શરીરનું તંત્ર કામ કરવા લાગે છે. જયાં સુધી તમારું તંત્ર, તમારી સીસ્ટમ કામ નહિ કરે ત્યાં સુધી મારા આશીર્વાદ પણ કામ નહિ કરે. તમે તમારી સામયિક જરૂરિયાત પૂરી કરી શકશે, પરંતુ આગળ ઉપર તો તમારો પુરુષાર્થ અને પરિશ્રમ જ કામ કરશે.
આ શિબિરમાં પુનર્ગઠનના ભાગરૂપે મેં તમને એક યોજના બનાવી આપી છે. તમે કહેશો કે ગુરુદેવ, એના વગર કામ નહિ ચાલે ? મિત્રો ! આજે દેશની સામે ઘણી બઘી સમસ્યા ઓ મોં ફાડીને ઊભી છે. મેં આવી રાષ્ટ્રીય સમસ્યાઓનો ઉકેલ અધ્યાત્મ શક્તિથી લાવવાનો વિચાર કર્યો છે. આ શક્તિઓ જ મનુષ્યને બદલવાની છે, યુગને બદલવાની છે. યુગદ્રષ્ટા પોતાની આ સુંદર કલાકૃતિ જેવી દુનિયાનો કદાપિ નાશ નહિ થવા દે તે હું સ્પષ્ટે જોઇ શકું છું. આ સૃષ્ટિ પર આવો સમય કેટલીય વાર આવી ગયો છે. ત્યારે સર્જનહાર એટલે કે પરમાત્મા અને મનુષ્ય એટલે કે જીવંત આત્માઓએ સાથે મળીને એ કાર્ય પૂરું કર્યું છે. આજે પણ એવી જ સ્થિતિ છે, જેમાં તમારા જેવા મૂર્ધન્યત આત્માઓએ એવું જ કામ કરવાનું છે.














પ્રતિભાવો