બાકીનું જીવન ક્યાંક એમ જ ન વેડફાય જાય – ૧
January 1, 2012 Leave a comment
ભગવાનનું કામ ખોટનો સોદો નથી – બાકીનું જીવન ક્યાંક એમ જ ન વેડફાય જાય
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
મિત્રો! હું તમને આ જ કહું છું કે તમારા મહત્વ પૂર્ણ દિવસો એક એક કરીને નકામા પસાર થઈ રહ્યા છે. એમાં કુસંસ્કારો ભરાતા રહે છે. આ તમારે સમજી લેવું જોઇએ અને બાકીના જીવનને સમાજ ખાતર સમર્પિત કરવું જોઇએ. લોકો કહેતા હોય છે કે ઘડપણમાં એ બધું જોયું જશે, પણ એ શક્ય નથી. કુસંસ્કારો એ સમયે પણ કશું કરવા નહિ દે. એટલા માટે હું વારંવાર કહું છું કે આ વિશેષ સમય છે. એમાં તમારે કાંઈક કરવું જ રહ્યું.
મારા ગુરુજીએ મને બોલાવીને શક્તિ આપી હતી. મેં પણ તમને એવા જ એક મહત્વપૂર્ણ ઉદે્શ્ય માટે શિબિરમાં બોલાવ્યા છે, જેથી તમે આપત્તિકાળને ઓળખી શકો. કાંઈક કરી છૂટવા માટે જો આગળ આવશો તો આ શિબિર ધન્ય થઈ જશે અને તમેય ધન્ય થઈ જશો. હનુમાનજીએ રામચંદ્રજીની સેવા માટે જાત સમર્પિત કરી દીધી, તો એક સંત કે તપસ્વીને મળવી જોઇતી તમામ વસ્તુઓ હનુમાનજીને મળી ગઈ. મારે માટે પણ આ જ વાત લાગુ પડે છે. મેં કેટલું તપ કર્યું છે તે તમે નથી જાણતા. હું માત્ર ચાર કલાક દૈનિક તથા અંગતકામમાં ખર્ચું છું, બાકીનો બધો સમય ભગવદ્કાર્ય પાછળ જ ખર્ચું છું. મેં મારી જાતને એક સમર્થ શક્તિશાળી સત્તા સાથે જોડી દીધી છે. હું તેમનું કામ કરું છું અને તે મારું કામ કરે છે. અમે બંને અરસપરસ સંકળાયેલ છીએ. હું ઇચ્છું છું કે મારો અને તમારો સંબંધ પણ મારા ગુરુ જેવો જ હોવો જોઇએ. હું ઇચ્છું છું કે આ શિબિરની સમાપ્તિ સુધીમાં આપણે જરા વધુ નિકટ આવીએ અને એકબીજામાં ઓતપ્રોત થઈ જઇએ, તો ખૂબ આનંદ આવશે.














પ્રતિભાવો