ભગવાનનું કામ ખોટનો સોદો નથી.
January 1, 2012 1 Comment
ભગવાનનું કામ ખોટનો સોદો નથી.
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ, ભાઈઓ ! અત્યારે બહુ સંકટનો સમય છે. દાનવતા બધે જ ફેલાયેલી છે. અત્યારે તાડકા, કુંભકર્ણ, સુબાહુ બધાં પોતાનું તાંડવનૃત્ય કરી રહ્યાં છે. અત્યારે મહાન માણસોએ મહાન કાર્યો કરવાનો સમય છે. આવા માણસોએ દરેક યુગમાં મહાન કાર્યો કર્યા છે. મહાન માણસો જ મહાન કાર્યો કરી શકે છે. હલકા માણસો તો હલકા કામ જ કરે છે. મહાન કાર્યો કરવા માટે આત્માને જાગૃત કરવો પડે છે, તેને પ્રદીપ્ત. કરવો પડે છે. હલકા કે નાના માણસો મહાન કાર્યો કરી નથી શકતા. જે કામ હાથી કરી શકે તે નાના જીવજંતુઓ નથી કરી શકતા. સામાન્યે જીવનો ઉદ્દેશ્ય ફક્ત પેટ અને પ્રજનન એટલો જ હોય છે. વિશિષ્ટ માણસોનો ઉદ્દેશ્ય. એવો નથી હોતો. માણસ દેવતા બની શકે છે, પણ તેની ઇચ્છાઓ તેને બરબાદ કરી નાખે છે. તે કરોળિયાના જાળાંમાં ફસાઇને રફેદફે થઈ ગયો. તે આખી જિંદગી માત્ર બે જ કામ પાછળ ખર્ચી નાખે છે- પેટ અને પ્રજનન, પરંતુ વિશિષ્ટ માણસો એવું નથી કરતા. તેમની અંદર એક આંદોલન જાગે છે. તે સમયના પોકારને સાંભળ્યા વગર નથી રહી શકતા. તે સંકટો સામે ઝઝૂમવા માટે તૈયાર થઈ જાય છે.
મહર્ષિ વિશ્વામિત્ર દશરથ રાજાના દરબારમાં જઈ પહોંચ્યા. તેમણે કહ્યું કે આ સમય અસાધરણ છે. જો તમે આ બાળકોનું ભવિષ્ય બનાવવા માગતા હો, તેમને દેવતા બનાવવા ઇચ્છતા હો, તો મને સોંપી દો. દશરથ રાજાએ કહ્યું કે જેવી તમારી આજ્ઞા. વિશ્વામિત્ર એ બાળકોને લઈ ગયા અને ત્યારથી છેવટ સુધી એ બાળકોએ અસાધારણ કાર્યો કર્યા. અસાધારણ માણસો અસાધારણ સમયમાં જ અસાધારણ કાર્યો કરે છે. રામ અને લક્ષ્મણે વિશિષ્ટ જીવન જીવી બતાવ્યું . તેઓ આદર્શવાદી અને સિદ્ધાંતવાદી હતા. આવા માણસો જ નવો રાહ ચીંધી શકે છે અને લોકો એમણે કંડારેલા માર્ગ ઉપર ચાલે છે.
મોખરે બેસવાનો તથા મોખરાના કામ કરવાનો અવસર માત્ર અસામાન્ય માણસોને જ મળે છે. એ લોકો જ વિશિષ્ટ સમયને ઓળખી શકે છે. સમયની અસાધારણતા સામાન્ય માણસને તો દેખાતી જ નથી. ગુરુ ગોવિંદસિંહજી સમયની વિશેષતાને ઓળખી શકયા હતા કારણ કે તેઓ વિશિષ્ટ વ્યક્તિ હતા. તેઓ દેશને ગુલામીની બેડીઓમાંથી કઈ રીતે છોડાવી શકાય તે વિચારી શકયા. તેમણે વિચાર્યું કે જો દરેક માણસ પોતાના બાળકોને બહાદુર સૈનિકોની માફક કેળવે અને તેમની પાસે એવા જ કામ કરાવે તો સમાજમાં એક નવો આદર્શ સ્થાપિત થઈ શકે. તેમણે એ આવશ્યકતાની ગંભીરતા સમજીને શરૂઆત પોતાનાથી જ કરવાનું નક્કી કર્યું. આવા કામ માટે બીજાના સંતાનો માગતા પહેલાં પોતાના બાળકોને જ તેમાં જોડવા એ વધારે યોગ્ય ગણાય. આમ વિચારીને તેમણે પોતાના ચારેય દીકરાઓને વારાફરતી આ આંદોલનને સમર્પિત કરી દીધા. તેના પરિણામે ગુલામીની જંજીરો તોડવાના એ આંદોલનમાં ચાર લાખ લોકોએ ઝુકાવી દીધું. જ્યારે આંદોલને વેગ પકડયો ત્યારે જ તેમણે વિરામ લીધો.














jay gurudev
શ્રીમાન. કાંતિભાઈ
ભગવાનનુ કામ કરવામાં કોઈ ખોટ નથી,
ભગવાન આ કળિયુગમાં ફળ આપનારો જ છે,
કદાપિ કોઈનુ ઉધાર રાખતા નથી,
માનવ જાત આ પૃથ્વીલોક્માં આવીને પ્રભુને ભુલી જાય છે.
સરસ પ્રભુની પ્રસાદી મુકેલ છે.