શું તમે સમજદાર છો?
January 1, 2012 Leave a comment
ભગવાનનું કામ ખોટનો સોદો નથી – શું તમે સમજદાર છો?
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
તમે ઘણા સમજુ માણસ છો. જો અમે ન હોત તો આ જમાનામાં જ્યારે અડઘી દુનિયા મરવા પડી છે ત્યા રે તમે લોભ, મોહ, વાસના કે તૃષ્ણાથી ભરપૂર જીવન ના જીવતા હોત. તમે તમારા ફાયદાનું વિચારો છો. મિત્રો ! હું એમ કહેવા માગું છું કે આ વિશિષ્ટ સમય છે, તેને ઓળખવાની કોશિશ કરો. જો તમને આંખ હોય તો જુઓ, ના હોય તો મારે કશું કહેવાનું રહેતું નથી. તમે અધ્યાત્મવાદી હો તો તમારે કાંઈક કરવું જોઇએ. તમને સ્વતંત્રતા અને સંપત્તિ મળી છે એટલા માટે તમારે સમાજ માટે કાંઈક કરવું જોઇએ. સમાજસેવા કરવી જોઇએ.
માણસ જ્યારે બીજાના દુખદર્દ સમજીને તેમને દૂર કરવાનો અને તેને પ્રસન્ન બનાવવાનો પ્રયત્ન કરે ત્યારે જ તેને અધ્યાત્મવાદી કહી શકાય. આવા માણસોએ બીજાના દુખદર્દ દૂર કરવા માટે બલિદાન આપવું પડે છે. એટલા માટે તમારે પણ તમારી જાતને તપાસવી જોઇએ. જપ ભલે કરો પણ એનાથી પ્રાપ્ત ઊર્જાને સમાજના કષ્ટનિવારણ માટે વહેંચી દેવી જોઇએ, તો જ તમે ઋષિ કે સંત ગણાશો.
મેં હંમેશા પ્રેમ વહેંચ્યો છે અને તમે પણ પ્રેમ વહેંચો એમ હું ઇચ્છું છું. હું એક સંત છું એટલા માટે બીજાની મદદ કરવી, તેમને ઊંચા લાવવા અને તેમની પ્રગતિનો રાહ ખુલ્લો કરી આપવો એ મારી નૈતિક ફરજ છે. આપણે આપણા સહવાસીઓ અને પડોશીઓનો ખ્યાલ રાખવો જોઇએ. જો કોઈ માંદું હોય તો આપણે તેને દવાખાને પહોંચાડવામાં મદદ કરવી જોઇએ. તે જ પ્રમાણે મિત્રો, આપણે જે જમાનામાં જીવી રહ્યા છીએ એનો પણ ખ્યાલ કરવો જોઇએ. આ સમયમાં આપણે આગળ વધીને આ યુગની સમસ્યાઓને હલ કરવી જોઇએ.














પ્રતિભાવો