ભાવિ મહાભારત આ રીતે લડાશે

ભાવિ મહાભારત આ રીતે લડાશે

ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

દેવીઓ અને ભાઈઓ, સંઘર્ષ કર્યા વગર દુષ્ટ તત્વોને દૂર કરી શકાતા નથી. એમના કેટલાક અંગત સ્વાર્થનો એમને ચસકો લાગે છે અથવા પોતાની મૂર્ખાઈને તેઓ પોતાના વટનો મુદ્દો બનાવી દે છે. તેઓ એમાંથી પાછા હઠવા માગતા નથી. એમની બુદ્ધિમતા અને એમનો અહંકાર એમના ઘમંડને એટલો બધો વધારી દે છે કે તેમના વિચારો એનું જ સમર્થન કરે છે. કોઈ ઘરડો માણસ કોઈક ભૂલ કરે અથવા તો ચાર ધામની યાત્રા કરી આવે અને બધા પૈસાનો ધુમાડો કરીને પાછો આવે ત્યારે જો તમે તેની ભૂલ બતાવશો તો તે માનશે નહિ અને ઉ૫રથી બીજા લોકોને ૫ણ કહેશે કે હું તો મુક્તિ મેળવી આવ્યો. તમે ૫ણ મેળવી આવો. એને તમે સમજાવો તો માનશે નહિ. કેટલાક માણસો એવા હોય છે કે તેમને જડ જેવા કહી શકાય. તેઓ પોતાની ભૂલને પ્રેસ્ટિજ પોઈંટ બનાવી દે છે. લગ્ન જેવા પ્રસંગોને પોતાના નાકનો પ્રશ્ન બનાવી દે છે. તેઓ કહે છે કે અમારા બા૫દાદાના સમયમાં આ રીતે લગ્નો થતાં હતા. તમે જે કહો છો તે સાચું છે, તેને માનવું જોઇએ, ૫ણ હું શું કરું ? અમારે ત્યાં તો આવું જ થાય છે.

આ જ રીતે રૂઢિવાદીઓથી માંડીને જેમનો સ્વાર્થ રહેલો હોય છે, જાગીરદારોથી માંડીને તાલુકેદારો સુધી અને પંડા-પૂજારીઓથી માંડીને બીજાં અસામાજિક તત્વો સુધી જેમની દાઢમાં હરામના પૈસાનો, હરામની કમાણીનો ચસકો લાગી ગયો છે,લાંચરુશવતનો ચસકો લાગી ગયો છે તેઓ શું સીધી રીતે માનશે ખરા ? આ૫ણે જ્યારે સમજાવીશું ત્યારે હા હા કરશે અને કહેશે કે તમે બિલકુલ સાચું કહ્યું, ખરેખર એવું જ થવું જોઇએ. તેઓ ભ્રષ્ટાચાર વિરોધી સમિતિના પ્રમુખ બની જશે અને ધૂમ ભ્રષ્ટાચાર કરશે. આવા લોકોની સંખ્યા જ વધારે છે. એમની સાથે કઈ રીતે કામ પાર પાડવું ? આ૫ણે તેમને સમજાવીએ છીએ એના કરતાંય તેઓ બીજાને વધારે સારી રીતે સમજાવી શકે છે. એમને સમજાવવાથી કોઈ અસર થતી નથી. એવા જડ લોકો વાતોથી સમજી શકતા નથી.

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s