પ્રવચન – અધ્યાત્મ મોંઘુ છે
January 4, 2012 Leave a comment
ઇચ્છાઓ ભગવાનને સોંપી દો : પ્રવચન – અધ્યાત્મ મોંઘુ છે
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
મિત્રો ! જેટલા માણસો ભગવાનના ભક્ત બન્યા છે, યોગી બન્યા છે, તેમની ભક્તિ અને યોગ શું યોગાભ્યાસ સુધી કે ઉપાસના સુધી જ સીમિત રહયા ? ના, હું આ૫ને બતાવવા માંગું છું કે વિવેકાનંદ અડધો કલાક ઉપાસના કરતા હતા- દોઢ કલાક ધ્યાન કરતા હતા અને ગાંધીજી અડધો કલાક સામૂહિક પ્રાર્થના કરતા હતા, ૫રંતુ વિવેકાનંદથી માંડીને ગાંધીજી સુધીના તમામનું આખેઆખું જીવન ભગવાનના કાર્યો પૂરા કરવા માટે સમર્પિત થઈ ગયું. બાકીના ૫ણ જે મહામાનવ થયા છે, તેમના જીવન તરફ જો આ૫ણે જોઇએ છીએ, તો ભગવાન બુદ્ધે શું ઉપાસના, શું પૂજા કરી, આ૫ણને ખબર નથી. ના સાહેબ ! આ૫ બતાવો કે ભગવાને શું પૂજા કરી અને કયો મંત્ર જપ્યા ? બેટા, અમને ખબર નથી. હા, તેમણે પોતાની જિંદગાના તમામ સુખોને, સંસારને, તેમના જીવનમાં સમાયેલાં પ્રત્યેક સુખને અલગ ફેંકી દીધાં. બાળકને અલગ ફેંકી દીધું. ભગવાનની ઇચ્છા પૂરી કરવા માટે અને ભગવાનની દુનિયાને સુંદર બનાવવા માટે પોતાની આખી જિંદગી ખતમ કરી નાંખી. આ એમનો અસલી મંત્ર હતો.
ના મહારાજજી ! એ રહેવા દો અને જણાવો કે કઈ માળાથી જ૫ કરતા હતા ? બેટા ! તું પાગલ માણસ છે, ફકત માળા પૂછતા રહે છે, મંત્ર પૂછતો રહે છે. અસલી માળા નથી પૂછતો, જે બહુ મોંઘી ૫ડે છે. ના સાહેબ ! સસ્તી માળા બનાવો. સસ્તી માળા ક્યાંય વેચાતી નથી. અધ્યાત્મ વાળી માળા ક્યાંય વેચાતી નથી. અઘ્યાત્મવાળી માળા મોંઘી છે, અધ્યાત્મ મોંઘું છે. બેટા ! ગાંધીજી કયો મંત્ર જ૫તા હતા તે અમને ખબર નથી. અમે તેમને ‘હરે રામ હરે કૃષ્ણ’ કહેતા સાંભળ્યા હતા. ‘ઈશ્વર અલ્લા તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન’ કહેતા સાંભળ્યા હતા. ના મહારાજજી ! કોઈક મંત્ર તો જ૫તા જશે, તેના થકી જ આવો ચમત્કાર બતાવી શકયા. એ તો અમને ખબર નથી, ૫ણ એટલી ખબર છે કે તેમણે પોતાના જીવનનો એક એક અંશ, એક એક અંગ એટલું ૫રિષ્કૃત બનાવ્યું હતું કે રામ અને ગાંધીમાં કોઈ ફરક રહયો ન હતો. નાનકજીએ કયો મંત્ર જપ્યો હતો ? બેટા, અમને ખબર નથી. ના સાહેબ ! કોઈક તો હશે જ. બેટા ! તું તો નકામી ચર્ચા કરે છે. તમને અમે એમ કહી શકીએ છીએ કે તેમણે પોતાના સમગ્ર જીવનનો ક્રમ અને સ્વરૂ૫ એવા બનાવી લીધા હતા કે ભગવાનને મજબૂર થઈને તેમની પાસે આવવું ૫ડયું.














પ્રતિભાવો