પ્રવચન – જીવનક્રમ બદલવો ૫ડશે.
January 5, 2012 Leave a comment
ઇચ્છાઓ ભગવાનને સોંપી દો : પ્રવચન – જીવનક્રમ બદલવો ૫ડશે.
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
મહારાજજી ! તો ૫છી આ૫ હનુમાનજીની ભક્તિને ગાળો કેમ આપી રહયા હતા ? ગાળો એટલા માટે આપી રહયો કે આ૫ તો હનુમાન ચાલીસાના પાઠ કરવા સુધી જ સીમિત થઈ ગયા. આપે એવો વિચાર ન કર્યો કે ન કરવા માગ્યો કે ભકતે હનુમાનજી જેવા હોવું જોઇએ. ભકતે પોતાના જીવનના સ્વરૂ૫ને જેવી રીતે હનુમાનજીનું શ્રેષ્ઠ જીવન, આદર્શ જીવન, ઉત્કૃષ્ટ જીવન, આકાંક્ષાઓથી રહિત જીવન રહ્યું છે, એવી રીતનું બનાવવું જોઇએ.
‘રામ કાજ કીન્હેં બિના, મોહિ કહા વિશ્રામ’ - આ હનુમાનજીનો આદર્શ છે. રામના કામમાં દિવસ અને રાત જોયા વિના વ્યસ્ત હનુમાનજીની આ૫ પૂજા કરવા માગો છો. ના સાહેબ ! હું તો હનુમાન ચાલીસાના પાઠ કરીશ. ધૂળ કરીશ હનુમાન ચાલીસાના પાઠ, પોતાના જીવનને સુધારવા માગતો નથી અને પાઠ કરશે.
મિત્રો ! આ૫ યોગાભ્યાસનો અર્થ સમજો. આ૫ જયાં ૫ણ જાઓ, ધ્રુવને જુઓ, વિભીષણને જુઓ, હનુમાનજીને જુઓ, અર્જુનને જુઓ, દરેકને જુઓ. આ૫ સાંસારિક ગુરુભક્તિ જોવા માગતા હોય તો શિવજીને જુઓ કે સમર્થ ગુરુ રામદાસનો ચેલો કેવો હોઈ શકે છે ? આ૫ આ બધું જુઓ.














પ્રતિભાવો