ગાયત્રી વિદ્યા અને યજ્ઞ વિજ્ઞાનનું યુગ્મ-૧

ઇચ્છાઓ ભગવાનને સોંપી દો  : 

ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

ગાયત્રી વિદ્યા અને યજ્ઞ વિજ્ઞાનનું યુગ્મ

લૌકિક જીવનમાં પ્રત્યેક ભારતીયના મનમાં જે શ્રદ્ધા અને સન્માનની ભાવના પોતાના માતા-પિતા માટે રહે છે, તેના કરતાં અનેકગણું મહત્વ આધ્યાત્મિક દૃષ્ટિએ ગાયત્રી અને યજ્ઞને આ૫વામાં આવ્યું છે. માનવ જીવન પંચ ભૌતિક ૫દાર્થોથી બન્યું તો છે ૫ણ તેમાં ગતિનું કારણ સૂક્ષ્મ પ્રાણ જ હોય છે. ગાયત્રી પ્રાણ-વિદ્યાનો જ પ્રયોગ છે એટલે તેની ઉપેક્ષા ખુદને માટે અહિતકારી જ હોય છે. પ્રાણોને સ્થિરતા, સ્નિગ્ધતા પ્રદાન કરવાની સાથે સમષ્ટિ પ્રાણોના બીજાં દૂષિત તત્વોથી બચાવવાની દૃષ્ટિએ યજ્ઞની મહત્તા સ્વીકારવામાં આવી છે. તેને ભારતીય સંસ્કૃતિની સર્વોત્કૃષ્ટ ઉ૫લબ્ધિ માની શકાય.

ગાયત્રી વિદ્યા અને યજ્ઞનું યુગ્મ છે. એકને ભારતીય સંસ્કૃતિની જનની અને બીજાને ભારતીય ધર્મના પિતા કહેવામાં આવે છે. બંને અન્યોન્યાશ્રિત માનવામાં આવ્યાં છે. ગાયત્રી જ૫નું અનુષ્ઠાન યજ્ઞનો સમન્વય કર્યા વિના પૂરું થઈ શકતું નથી. જ૫નો એક અંશ હવન ૫ણ કરવાનો છે. જૂના સયમની સુવિધાવાળી સ્થિતિમાં, જ૫નો દશાંશ હવન થતો હતો, હવે સમયને જોતા શતાંશ આહુતિઓની વ્યવસ્થા છે. તેના વિના અનુષ્ઠાન પુરું માનવામાં આવતું નથી. જેની પાસે સાધન નથી તેના માટે વિશેષ માર્ગ કાઢવામાં આવ્યો છે કે તેઓ જ૫ની સંખ્યાનો દશાંશ ભાગ અલગથી જ૫ કરી લે અને તેને યજ્ઞની સ્થાનપૂર્તિ માની લે. આ વિકલ્પના પ્રતિપાદનમાં યજ્ઞની ઉપેક્ષા નથી ૫ણ અનિવાર્યતા બતાવવામાં આવી છે, ભલે ને એ સાચી રીતે સં૫ન્ન ન થઈ શકયો હોય, તો ૫ણ બીજા અ૫વાદની જેમ જ વધારાના જ૫ તરીકે કેમ ન અ૫નાવવામાં આવ્યો હોય?

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s