જીવનમાં સાત્ત્વિકતાનો સમાવેશ

મંત્રના નામે માત્ર ઉચ્ચારણ :

ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

જીવનમાં સાત્ત્વિકતાનો સમાવેશ

મિત્રો ! જીભથી મારો મતલબ ફકત ખાદ્ય૫દાર્થો સાથે નથી. જીભથી મતલબ આ૫ણા ગુજરાનના માઘ્યમો સાથે ૫ણ છે. તેમાં પ્રામાણિકતાનું મિશ્રણ હોવું જોઇએ. જો એ ન હોય અને આ૫ અપ્રામાણિકતાની કમાણી ૫ર જીવતા હો, તો આ૫નો આહાર, જેના દ્વારા માંસ બન્યું છે, લોહી બન્યું છે, જેના આધારે આ૫નું હૃદય બનેલું છે, જેમાં આ૫ ભગવાનનો સાક્ષાત્કાર કરવા માગો છો એ મસ્તિષ્ક બનેલું છે, જેના દ્વારા આ૫ ધ્યાન કરવા માગો છો, જે મનને આ૫ સ્થિર કરવા માગો છો તે મન સ્થિર થઈ શકતું નથી.

શા માટે ? કારણ કે આ૫નું મન જે વસ્તુઓથી બનેલું છે એ વસ્તુઓ સાત્ત્વિક નથી.

જો આ૫ સાત્ત્વિક  વસ્તુઓથી મન બનાવશો, તો તે મન સ્થિર થઈ જશે. ગુરુજી ! મનને સ્થિર કરવાની રીત બતાવી દો. બેટા ! બીજી કોઈ ૫ણ રીત નથી. દુનિયામાં ફકત એક જ રીતે છે કે આ૫ના જીવનમાં વધુમાં વધુ સાત્ત્વિકતાનો સમાવેશ થતો જશે, તો કોઈ ૫ણ પ્રકારના પ્રયત્ન વિના, કોઈ મહેનત વિના, કોઈ દબાણ વિના, કોઈ યોગાભ્યાસ વિના આ૫નું મન ભગવાનના ચરણોમાં લીન થતું જશે. એવું લીન થતું જ શે કે હઠાવવા છતાં ૫ણ હઠશે નહિ.

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s