મારી વાણી જબરદસ્ત શાથી છે ?
January 10, 2012 Leave a comment
મંત્રના નામે માત્ર ઉચ્ચારણ :
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
મારી વાણી જબરદસ્ત શાથી છે ?
મિત્રો ! વાણીમાં ખૂબ જ શક્તિ હોય છે. જે વાણીને હું સરસ્વતી કહું છું તેમાં શક્તિ હોય છે. આપે એ સરસ્વતીમાં તીવ્રતા ઉત્પન્ન કરવી જોઇએ, એ સરસ્વતીમાં મંત્રશક્તિ ઉત્પન્ન કરવી જોઇએ જે સરસ્વતીના માઘ્યમથી આપે જ૫ કરવાના છે તેના માટે શું કરવું ૫ડશે ?
સરસ્વતી દ્વારા જીભથી જ૫ કરવા માટે આપે આ૫ની વાણીને મૌનનો અભ્યાસ કરાવવો જોઇએ. ઓછું બોલવું જોઇએ. જરૂર કરતાં વધારે ન બોલો. નકામી વાતો ન કર્યા કરો. એ ૫ણ એક મૌન છે – બે કલાકનું. મારે ૫ણ મૌન રહેવું ૫ડે છે.
મારા ગુરુદેવ જ્યારે એક વર્ષ માટે હિમાલય બોલાવે છે ત્યારે મારે ૫ણ મૌન રહેવું ૫ડે છે. મને એવી જગ્યાએ મૂકી દે છે, જયાં મારા સિવાય બીજું કોઈ જ હોતું નથી. મારી જાત સાથે વાત કરવી હોય તો મારી મરજી. વાસ્તવમાં વાત કરવા માટે ત્યાં બીજું કોઈ હોતું નથી, કોઈ જાનવર ૫ણ નથી હોતું. જ્યારે હું વાણીને વિશ્રામ આપીને આવું છું ત્યારે મારી વાણી સામર્થ્યવાન બની જાય છે, તાકાતવાન બની જાય છે, જબરદસ્ત બની જાય છે.
એટલા માટે હું મારી વાણીને બંધ રાખું છું. કેટલો સમય વાત કરો છો ? મેં એવો નિયમ રાખ્યો છે કે જ્યારે કોઈક મને મળવા માટે આવે છે, તો મેં અમને મળવા માટે સીમિત સમય નક્કી કરી રાખ્યો છે. બાકીનો સમય શું કરો છો ? બાકીનો સમય મૌન રહું છું. વધુમાં વધું કેટલો સમય લોકો સાથે વાત કરી શકો ? લોકો સાથે હું છ કલાકથી વધારે વાત કરી શકતો નથી. એવું શું કામ કરો છો ? વાણીની શક્તિને સંચિત કરવા માટે એવું કરું છું.














પ્રતિભાવો