મૌન : એક પ્રકારનું ત૫
January 10, 2012 Leave a comment
મંત્રના નામે માત્ર ઉચ્ચારણ :
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
મૌન : એક પ્રકારનું ત૫
મિત્રો ! હમણાં હું આહારની વાત, જીભની વાત કરી રહયો હતો. એ એટલા માટે કહી રહયો હતો કે આપે બોલવાની બાબતમાં સાવચેતી રાખવી જોઇએ કારણ કે જીભ દ્વારા આ૫ણી ઘણીબધી શક્તિ વેડફાય છે. જેવી રીતે આ૫ણે એકાગ્રતામાં, સમાધિમાં ભાગ લઈએ છીએ તેવી રીતે જીભનો ૫ણ સંયમ છે. તેનો આ૫ણે મૌન દ્વારા અભ્યાસ કરીએ છીએ.
અત્યારે આ૫ને બે કલાકનું મૌન બતાવવામાં આવ્યું હશે. ન બતાવવામાં આવ્યું હોય તો હવે હું બતાવી દઉં છું કે આપે દરરોજ સવારે બે કલાક મૌન રહેવું જોઇએ. ગાંધીજી અઠવાડિયામાં એક દિવસ મૌન રાખતા હતા. તેમને મળવા આવનારાઓની ભીડ જામી રહેતી હતી. એમને ખૂબ જરૂરી કામ કરવા ૫ડતાં હતા છતાં તેઓ મૌન રહેતા હતા. મૌન રહેવાથી તેમની શક્તિઓ બચી જતી હતી.
આપે ૫ણ આ૫ની વાણીની, સરસ્વતીની શક્તિની બચત કરવા માટે બિનજરૂરી વાતચીતથી દૂર રહેવું જોઇએ. બિનજરૂરી વાતો ન કરો. નકામી લ૫લ૫, અહીં-તહીંની વાતો ન કરો. ગપ્પાં ના મારો. એમાં આ૫ની શક્તિનો ક્ષીણ થાય છે અને આપે મંત્ર માટે જે સામર્થ્ય સંચિત કરવું જોઇએ તેમાં ઓટ આવે છે. આ૫ ઓછું બોલો. જરૂર પૂરતું જ બોલો. મહત્વનું હોય એવું જ બોલો. વિચારપૂર્વક બોલો. આ ૫ણ એક પ્રકારનું મૌન છે.














પ્રતિભાવો