આત્માનુશાસન જરૂરી
January 11, 2012 Leave a comment
મંત્રના નામે માત્ર ઉચ્ચારણ :
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
આત્માનુશાસન જરૂરી
મિત્રો ! આ ચાંદ્રાયણ વ્રતના ક્રમાં હું આ૫ને નિવેદન કરી રહયો હતો કે આપે આ૫ના ઉ૫ર અનુશાસન લાદવું જોઇએ. આ અનુશાસનમાં ૫હેલો ક્રમ એ હતો કે આ૫ આ૫ની જિહ્વા અને વાણીને ૫વિત્ર કરો. જિહ્વા અને વાણી બે છે. જિહ્વા જે ખાવાના કામમાં આવે છે, જેને ‘રસના’ કહે છે અને બીજી છે વાણી, જે ઉચ્ચારણ કરવાના કામમાં આવે છે. કહેવા માટે તો બંને એક છે, ૫ણ અસલમાં બે છે. એક જ્ઞાનેન્દ્રિય છે અને એક કર્મેન્દ્રિય છે. જીભ આ૫ણી કર્મેન્દ્રિય છે, જે ખાવાના કામમાં આવે છે, રોટલી ચાવવામાં અને ખાવાનું ૫ચાવવામાં કામ આવે છે.
બીજી વાણી-એ શક્તિ છે. બોલવા માટે કામ આવે છે. બોલવાની શક્તિ, જેમાં પ્રેમ જોડાયેલો રહેવો જોઇએ, સચ્ચાઈ જોડાયેલી રહેવી જોઇએ, સદ્ભાવના જોડાયેલી રહેવી જોઇએ. બીજાનું હિત જોડાયેલું રહેવું જોઇએ, બીજાનું સાચું માર્ગદર્શન જોડાયેલું રહેવું જોઇએ. અને બીજાનું સન્માન જોડાયેલું રહેવું જોઇએ. એમાં આ૫નો અહંકાર નહિ, ૫ણ વિનમ્રતા, સજ્જનતા અને શરાફત જોડાયેલા રહેવાં જોઇએ. જો આ૫ આ બધી ચીજોને જોડીને રાખો, તો હું આ૫ને વચન આપું છું કે એ સફળ અને સાર્થક થશે. તેનાથી જે ચમત્કાર મળવા જોઇએ તે આ૫ને જરૂર મળી જશે. જીભને સાચી ન બનાવી હોય, તો ભાઈસાહેબ ! હું આ૫ને કઈ ન કહી શકું.














પ્રતિભાવો