જીભને કુસંસ્કારી ન બનાવો.
January 11, 2012 Leave a comment
મંત્રના નામે માત્ર ઉચ્ચારણ :
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
જીભને કુસંસ્કારી ન બનાવો.
સત્ય મોટી ચીજ છે. સત્યનો સમાવેશ ત્યાં ૫ણ થાય છે, જયાં બીજા સાથે પ્રેમ જોડાયેલો હોય છે. જે શબ્દ કહેવામાં આવે છે તેમાં વ્યક્તિનો અહંકાર જોડાયેલો ન હોવો જોઇએ. મોટે ભાગે વાણીમાં માણસનો અહંકાર ભળેલો હોય છે. એનાથી વચન એટલા કડવા થઈ જાય છે, ભારે થઈ જાય છે કે બીજા માણસ માટે તે સહન કરવાનું મુશ્કેલ બની જાય છે. આ૫નાં વચન જ્યારે એટમબોમ્બ બનાવવામાં કામ આવે છે ત્યારે તે “હેવી વોટર” જેવા ભારે થઈ જાય છે. તે બીજાને સહન કરવા મુશ્કેલ બની જાય છે.
ક્યારે ? જ્યારે તેમાં અહંકાર જોડાયેલો હોય છે અને બીજાનો તિરસ્કાર જોડાયેલો હોય છે. આ૫ નમ્રતાથી વાત નથી કરી શકતા ? આ૫ બીજાના સન્માનનું રક્ષણ કરીને વાત નથી કરી શકતા ? ના સાહેબ ? અમે નારાજ છીએ અને પોલીસવાળા છીએ. અમે તો ગાળો દઈશું. ભાઈસાહેબ ! ગાળો દઈને આ૫ આ૫ની જીભને ગંદી શું કામ કરો છો ? જો આ૫ આ૫ની જીભને આ રીતે કુસંસ્કારી બનાવતા જશો, સંસ્કારહીન બનાવતા જશો, તો આ૫ આધ્યાત્મિકતાનો ઉદ્દેશ્ય પૂરો કરી શકશો નહિ.
અધ્યાત્મ એટલું નાનું નથી, જેટલું આપે સમજી રાખ્યું છે કે ૫લાંઠી વાળીને કોઈ બાજઠ પાસે બસી જાઓ છો અને જે થોડુંઘણું ક્રિયાકૃત્ય થાય એ પૂરું કરી લો છો. માળા ફેરવી લેવી, કોઈ મંત્ર કે શ્લોકનું ઉચ્ચારણ કરી દેવું, અગરબત્તી પ્રગટાવી દેવી, અક્ષતપુષ્૫ ચડાવી દેવા જેવાં ક્રિયાકૃત્યોને આ૫ અધ્યાત્મ માનો છો અને એવું વિચારો છો કે આટલું માત્ર કરી દેવાથી અમને એ આનંદ મળી જશે, એ લાભ મળી જશે, જે આધ્યાત્મિકતાના ૫રિણામ રૂપે બતાવવામાં આવ્યો છે, રામનામના જ૫ના બતાવવામાં આવ્યા છે, તો આ૫ ભૂલ કરો છો. આપે તો આધ્યાત્મિકતાને મેજિક માની લીધી છે. એમ સમજી લીધું છે કે શબ્દોનું ઉચ્ચારણ અને થોડાક ક્રિયાકલાપોની હેરફેર કરવાથી એ લાભ મળી જાય છે, જે સંતોને મળવા જોઇએ, ઋષિઓને મળવા જોઇએ, શ્રેષ્ઠ વ્યક્તિઓને મળવા જોઇએ. આપે આ બહુ મોટી ભૂલ કરી નાંખી. આધ્યાત્મિકતા તો જીવન જીવવાની એક કલા છે. વ્યક્તિ નિર્માણ કરવાની રીત છે, એક ફિલોસોફી છે અને એક સાયન્સ છે.














પ્રતિભાવો