પ્રવચન : મર્મસ્થલ બીજું જ છે.
January 12, 2012 Leave a comment
કર્મકાંડની પ્રેરણાઓમાં છુપાયેલું અધ્યાત્મ
મર્મસ્થલ બીજું જ છે.
મિત્રો !
આવું નથી થઈ શકતું. અધ્યાત્મના બધા જ લાભ જો ક્યાંય હોય તો એ મર્મસ્થલમાં છે કે જયાં
માણસનો પ્રાણ,
માણસની ચેતના અને તેની
નિષ્ઠા તથા વિશ્વાસ કામ કરે છે અને જયાંથી માણસનું જીવન પ્રભાવિત થાય છે.
વાસ્તવમાં આ જીવનને પ્રભાવિત કરવા માટે, આસ્થાઓને પ્રભાવિત કરવા માટે, વિચારણાઓને પ્રભાવિત કરવા માટે, ક્રિયાઓને પ્રભાવિત કરવા માટે અઘ્યાત્મરૂપી પ્રાણનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જેથી માણસ તેના પ્રભાવમાં આવીને શ્રેષ્ઠ વ્યકિત બની શકે, આદર્શ વ્યકિત બની શકે, મહાન બની શકે, ઉજજવળ વ્યકિત બની શકે, મહાત્મા બની શકે અને ૫રમાત્મા બની શકે.
જેને તમે પૂજા કહો છો, પાઠ કહો છો, કથા કહો છો અને રામાયણ કહો છો એ બધાં કર્મકાંડને હું ખેલ કહું છું. આ બધા ખેલ એટલા માટે ઊભા કરવામાં આવ્યા છે કે જેથી માણસનો વિશ્વાસ, તેનું ચિંતન, તેના વિચાર અને આસ્થાઓ શુદ્ધ અને ૫વિત્ર થતી જાય, વિકસિત થતી જાય. જો તેમનો ઉદ્દેશ્ય તમે નહિ જાણો, તેમના કારણ નહિ જાણો તો ૫છી તમને કોઈ લાભ નહિ મળે.
તમારી ઇચ્છા હોય તેટલા કર્મકાંડ કરતા રહો, ૫રંતુ તમારે ખાલી હાથ રહેવું ૫ડશે. ફરિયાદો કરવા સિવાય બીજી કોઈ વસ્તુ તમને મળવાની નથી.
-પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો