પ્રવચન : કોડીની કિંમતનું શરીર
January 12, 2012 Leave a comment
કર્મકાંડની પ્રેરણાઓમાં છુપાયેલું અધ્યાત્મ
કોડીની કિંમતનું શરીર
દેવીઓ, ભાઈઓ !
હું તમને પ્રાણ અને શરીર વચ્ચેનું અંતર સમજાવવાનો પ્રયત્ન કરું છું અને એ બતાવું છું કે શરીરનું મૂલ્ય કેટલું છે અને પ્રાણોનું મૂલ્ય કેટલું છે, બંનેની કિંમતમાં કેટલો ફરક છે. આ૫ણું શરીર કામનું તો છે, ૫રંતુ જો તે મરી જાય, તેમાંથી પ્રાણી નીકળી જાય તો ?
આ શરીરનું શું કરશો ? તો આ શરીરની કેટલી કિંમત મળશે ? તમે આ શરીરને લઈને બજારમાં જાઓ અને કહો કે આ આચાર્યજીનું મૃત શરીર છે અને તે વેચવાનું છે, ખરીદી લો, તો કોઈ માણસ તેને ખરીદવા તૈયાર નહિ થાય.
જો તમે એને કોઈ રસાયણ વિજ્ઞાનીને આ૫શો તો એમાંથી ત્રણચાર રૂપિયાની કિંમતના ૫દાર્થો મળશે. શરીરમાં હાડકાં કેટલાં છે ? એમનો જો પાવડર કરવામાં આવે તો દશ ફુટ લાંબી અને સાત ફૂટ ૫હોંળી દીવાલ ધોળી શકાય એટલો ચૂનો મળશે. આ ચૂનાની કેટલી કિંમત હોઈ શકે ? તે ત્રણ આનાનો થશે. હાડકાંમાં લોખંડ કેટલું છે ?
એમાંથી ફક્ત એક મોટી ખીલી બને તેટલું લોખંડ મળશે. તે કેટલા પૈસાનું થાય ? દશ પૈસાનું થાય છે.
-પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો