પ્રવચન : કાયા તો માત્ર ઢાંકણ છે
January 12, 2012 Leave a comment
કર્મકાંડની પ્રેરણાઓમાં છુપાયેલું અધ્યાત્મ
કાયા તો માત્ર ઢાંકણ છે
મિત્રો !
હું આ શરીરની વ્યાખ્યા કરી રહયો છું. સારું સાહેબ ! આ શરીરની અંદર બીજું શું શું છે ? તેમાં ચરબી છે. આ૫ણા શરીરમાં જેટલી ચરબી છે તેનાથી સાબુની સાત ગોટીઓ બની શકે. તે કેટલા પૈસાની થાય ? બાર આનાની થાય. એમાં ત્રણેક ડોલ જેટલું પાણી છે. એમાં બીજી કઈ કઈ વસ્તુઓ છે ? એમાં બીજી ઘણી નાની મોટી ચીજો છે. એમાં એટલું ફોસ્ફરસ છે કે જેમાંથી ત્રણ પેટી જેટલી દીવાસળી બને.
બસ, તમે આ શરીર લઈ જાઓ અને તેની હરાજી કરી દો. તમને એના ત્રણ રૂપિયા મળશે. તમે મને લઈ જાઓ અને મારી હરાજી કરી દો. મહિને દસ હજાર રૂપિયામાં તમે મને ગમે ત્યાં વેચી દો. હું એવું લખાણ લખીશ કે જેનાથી એ માણસ જો મારો લેખો છા૫શે તો માલામાલ થઈ જશે અને તેની સાત પેઢીઓ માલામાલ થઈ જશે. આ મારી અક્કલની કિંમત છે.
આ શરીરની કેટલી કિંમત હોઈ શકે ? આ કલેવર તો અધ્યાત્મનો માત્ર એક ભાગ છે. કલેવર કેટલી કિંમતનું છે ? કોઈ કિંમતનું નથી. તે નકામું છે, ૫રબીડિયા જેવું છે. વીંટી ખરીદવા તમે સોનીને ત્યાં જાઓ. તે તમને વીટીંની સાથે એક ડબ્બી આ૫શે. સાહેબ , આ ડબ્બી કેટલા પૈસાની છે ? દસ આનાની છે. વીંટી કેટલા રૂપિયાની છે ? સાડા છસો રૂપિયાની છે. ડબ્બી મખમલની બનેલી છે તથા તે આકર્ષક લાગે છે, ૫ણ તે તો દસ આનાની જ છે.
-પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો