પ્રવચન : આ અધ્યાત્મનો મૂળ ધર્મ છે
January 14, 2012 Leave a comment
કર્મકાંડની પ્રેરણાઓમાં છુપાયેલું અધ્યાત્મ
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
આ અધ્યાત્મનો મૂળ ધર્મ છે
મિત્રો ! કાગળ અને કલમની જેટલી જરૂર છે એટલી જ જરૂર કર્મકાંડની છે. ગાયત્રી ઉપાસના માઘ્યમથી હુ તમને આ શિબિરમાં કર્મકાંડ શિખવાડું છું, જેમ કે જલપ્રક્ષાલન, આચમન વગેરે. આ બધાં કાર્યો વિશુદ્ધ કર્મકાંડ છે. તેમની પાછળ છુપાયેલા પ્રાણને જો હું તમને સમજાવું નહિ, એમની પાછળ રહેલા સંકેતોને જો ન સમજાવું, એમની અંદર જે જીવન ભરેલું છે તેને ન સમજાવું તો મિત્રો , હું તમારી સાથે વિશ્વાસઘાત કરું છુ અને મારા આત્માની સાથે દગો કરું છું. જો હું તમને એટલું જ સમજાવતો રહું કે આ કર્મકાંડની અમુક ફાયદો થશે, દેવીનો પાઠ કરવાથી આ ફાયદો થશે, ચંડીનો પાઠ કરવાથી આવો ફાયદો થશે, શિવજીનો પાઠ કરવાથી આવો લાભ મળશે અને ચોવીસ હજાર જ૫ કરવાથી આવો ફાયદો થશે.
જો હું તમને માત્ર આટલું જ સમજાવતો રહું અને એમ કહું કે તમારે જીવનને શુદ્ધ અને ૫વિત્ર બનાવવાની કોઈ જરૂર નથી. તમે પાપી જીવન જીવો અને સાવ હલકું જીવન જીવો દેવીની ખુશામત કરો, સંતોષીમાતાની ખુશામત કરો, ગણેશજીની ખુશામત કરો, હનુમાનજીની ખુશામત કરી લો. બસ , તમારું કામ સિદ્ધ થઈ જશે અને તમારો હેતુ પુરો થઈ જશે. જો હું તમારામાં માત્ર આવો વિશ્વાસ બેસાડી દઉં તો હું અધ્યાત્મવાદની સાથે, જીવાત્માની સાથે અને જેમણે આ આઘ્યાત્મવાદનું સમગ્ર કલેવર ઊભું કર્યુ છે એ બધાની સાથે વિશ્વાસઘાત કરનારો બનીશ.














પ્રતિભાવો