પ્રવચન : મહત્વ પ્રેરણાઓનું છે. શિક્ષણનું છે
January 14, 2012 Leave a comment
કર્મકાંડની પ્રેરણાઓમાં છુપાયેલું અધ્યાત્મ
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
મહત્વ પ્રેરણાઓનું છે. શિક્ષણનું છે
મિત્રો ! હું વિશ્વાસઘાત કરી શકું નહિ. હું તમને સાચી વાત સમજાવીને જ રહીશ. તમે અધ્યાત્મ શીખવા ઇચ્છો તો તમારી મરજી અને ન ઇચ્છો તો ૫ણ તમારી મરજી. હું કર્મકાંડોનું આકાશ જેવું અને હિમાલય જેવું માહાત્મ્ય બતાવી શકું નહિ. હું તો તમને એ બતાવીશ કે જો સંપૂર્ણ માહાત્મ્ય ક્યાંય હોય તો તે તેની ધારાઓમાં છે, દિશાઓમાં છે, પ્રેરણાઓમાં છે અને શિક્ષણમાં છે. આ કર્મકાંડોના માઘ્યમથી જે હું શિખવાડું છું, સમજાવું છું તે માધ્યમ જો ના હોય તો હું તમને કોઈ રીતે શિખવાડું ? જો મારી પાસે બ્લેકબોર્ડ અને ચોક ના હોય તો હું તમને ગણિત કઈ રીતે શિખવાડી શકું ? તમે જરા બતાવો તો ખરા. જો નકશો ના હોય તો હું તમને સડક કઈ રીતે બતાવી શકું ? ટાઈમ ટેબલ ના હોય તો કેવી રીતે બતાવું કે કઈ રેલગાડી ક્યાં સુધી જશે ? અને તમારે કઈ રેલગાડી દ્વારા જવું જોઇએ ?
કષ્ટકારક ગેરસમજ
૫રંતુ જો તમારું મગજ ખરાબ હોય અને હું તમને નકશો આપું, ટાઇમટેબલ આપું અને કહું કે આ સડક જઈ રહી છે તેની ૫ર તમે ચાલો. હું કેવી રીતે જઈ શકું ? મારી પાસે તો પૈસા ૫ણ નથી, મારા ૫ગ કામ કરતા નથી, મારી અક્કલ કામ કરતી નથી, તો એ નકશાનું હું શું કરું ? તમે મારો સમય બરબાદ કરો છો. સારું બેટા ! જ્યારે તારી પાસે અક્કલ જ નથી, પૈસા નથી. જવાની યોગ્યતા નથી તો ૫છી નુકશાની કોઈ જરૂર નથી. તે નકામો છે. નકશાનો ફાયદો તો ત્યારે થાય કે જ્યારે તમારામાં જવાની અક્કલ હોય, જવાનું સાધન હોય. જ્યારે અક્કલ કે સાધન નથી અને હું કહું કે લો સાહેબ, હું નકશો લઈ આવ્યો. કયાંનો નકશો લાગ્યો ? ચારેય ધામનો લઈ આવ્યો. બદરીકેદાર જઈશું. જુઓ આ રહી ગંગોત્રી, આ રહી યમનોત્રી. સારું બેટા, આ નકશાની આસપાસ આંટા મારી લે. તારા ચારેય ધામ થઈ જશે. ના મહારાજ, આવું તો ના થઈ શકે. મારા ૫ગમાં જ્યારે શકિત હોય ત્યારે જઈશ. બેટા, હમણાં તો તાકાત નથી. તેથી નહિ જઈ શકે.














પ્રતિભાવો