પ્રવચન : માત્ર કથા સાંભળવાથી કોઈ કલ્યાણ નહિ થાય
January 15, 2012 Leave a comment
કર્મકાંડની પ્રેરણાઓમાં છુપાયેલું અધ્યાત્મ
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
પ્રવચન : માત્ર કથા સાંભળવાથી કોઈ કલ્યાણ નહિ થાય
મિત્રો ! આધ્યાત્મિકતાની બાબતમાં એક ગેરસમજ કેટલી કષ્ટદાયક, અજ્ઞાનથી ભરેલી, સાવ મૂર્ખતાપૂર્ણ અને અનૈતિક છે, જેમાં આ૫ણને કહેવામાં આવ્યું કે આ કાર્ય કરવાથી અને આ કથા સાંભળવાથી આવો ફાયદો થશે. કથા સાંભળવા માત્રથી જો કોઈ ફાયદો થતો હોય તો રોજ કથાઓ થતી રહે છે. એનાથી સાંભળનારાંઓને કોઈ ને કોઈ ફાયદો થવો જોઇતો હતો, તેમનો ઉદ્ધાર થઈ ગયો હતો.આનાથી કોઈ ફાયદો થઈ શકે ?
ના, કોઈ ફાયદો નથી થતો. જો જીભથી કથા સંભળાવવામાં આવી હોય અને તમે કાનથી સાંભળી હોય, ૫રંતુ તેનો પ્રાણ, તેનું જીવન, તેનું રહસ્ય તથા તેનો મર્મ તમારા જીવનમાં આવી ગયો હોય અને તમે એવો નિશ્ચય કરી લીધો હોય કે આ કથાની પ્રેરણા પ્રમાણે, રામાયણ પ્રમાણે, ભાગવત પ્રમાણે હું જીવન જીવીશ અને એવાં કાર્યો કરીશ, તો મિત્રો, હું તમને વિશ્વાસ આપું છું કે રાજા ૫રીક્ષિતની જેમ તમને ભાગવતનો ફાયદો થઈ શકે, ૫રંતુ જો તમે ૫રીક્ષિતની જેમ જીવત નહિ જીવો તો હું એ સિદ્ધાંતનું ખંડન કરીશ કે જેમાં બતાવવામાં આવ્યું હતું કે જે ધુધુંકારી હતો તે વાંસની ગાંઠો ફોડતો ફોડતો સાત દિવસ ભાગવત સાંભળીને ફટ દઈને એમાંથી નીકળી ગયો હતો.














પ્રતિભાવો