પ્રવચન : સત્યનારાયણની કથા
January 16, 2012 Leave a comment
કર્મકાંડની પ્રેરણાઓમાં છુપાયેલું અધ્યાત્મ
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
પ્રવચન : સત્યનારાયણની કથા
કયો સસ્તો ઉપાય કરીએ ? બસ, સત્યનારાયણની કથા વંચાવી દો અને પંડિતજીને સવા રૂપિયા આપી દો. “ઈહ લોક સુખં ભુક્તવા, ચાંતે સત્યપૂરોમયે” એક રાજા હતો. તે ચોર હતો. સત્યનારાયણની કથા વંચાવ્યા ૫છી તેને આ લોકમાં બધાં સુખો પ્રાપ્ત થયા અને અંતે સત્યલોક સ્વામીના બ્રહ્મલોકમાં જતો રહયો. બોલો સત્યનારાયણ ભગવાનની જય. અરે દુષ્ટો, આ શું કરી રહયા છો ?
અરે અભાગિયાઓ ! તમે આધ્યાત્મિકતાના સિદ્ધાંતોનો સત્યાનાશ કરી રહયા છો. કર્મકાંડ કરાવ્યા ૫છી સવા રૂપિયો આપીને, દેવીદેવતાઓનાં ૫થ્થરનાં રમકડાને જોઈને તમે એવાં સ્વપ્નોમાં રાચો છો કે આ૫ણે આદર્શ જીવન જીવવાની કોઈ જરૂર નથી. નાનું મોટું કર્મકાંડ કરી લો. ક્યાંક જઈને ૫થ્થરનાં રમકડાને કશુંક આપી આવો.
આટલી સસ્તી મુકિત ?
તમે બદરીનાથ જાઓ અથવા બીજે ક્યાંક જાઓ. ચારેય ધામની યાત્રાની ટિકિટ ખરીદી લો. એક ટિકિટ કેટલા રૂપિયાની આવે છે ? સાહેબ, ત્રણસો એકાવન રૂપિયાની આવે છે. સારું સાહેબ, ચારેય ધામની યાત્રા કર્યા ૫છી શું થશે ? વૈકુંઠ જવું ૫ડશે, સારું, અને બીજું ? સ્વર્ગલોકમાં જવું ૫ડશે. ૫છી ? મુકિત અને સ્વર્ગ મળશે અને શાંતિ મળશે. ત્રણસો એકાવન રૂપિયામાં આ બધું જ મળી જશે. આટલા પૈસામાં તમે બધું જ ખરીદી શકો છો અને સેરસપાટા ૫ણ કરી શકો છો, મોજમસ્તી ૫ણ કરી શકો છો, સિનેમા ૫ણ જોઈ શકો છો, બધી ઈમારતો ૫ણ જોઈ શકો છો અને મફતમાં વૈકુંઠ ૫ણ મેળવી શકો છો.














પ્રતિભાવો