પ્રવચન : શેઠાણીએ આત્મબોધ કરાવ્યો
January 17, 2012 Leave a comment
કર્મકાંડની પ્રેરણાઓમાં છુપાયેલું અધ્યાત્મ
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
શેઠાણીએ આત્મબોધ કરાવ્યો
શેઠ અને શેઠાણી ચારેય ધામની યાત્રા માટે રવાના થઈ ગયા. રવાના થતા ૫હેલાં શેઠાણીએ એક રીંગણને રૂમાલમાં વીંટીને પોતાની સાથે લીધું અને જયાં જયાં સ્નાન કર્યું ત્યાં ત્યાં તે રીંગણને ૫ણ નવડાવ્યું. શેઠજીએ પૂછયું કે આ શું કરી રહી છે ? અરે સાહેબ, તમને શું વાંધો છે ? હું તેને વૈકુંઠ લઈ જઈશ અને મુકિત અપાવીશ. બદરીનાથજીનું મંદિર આવી ગયું. રીંગણને રૂમાલમાંથી બહાર કાઢીને ભગવાનના દર્શન કરાવ્યાં. ૫છી પોતે દર્શન કર્યા. તીર્થયાત્રા કરીને તેઓ જ્યારે ઘેર પાછાં ગયા ત્યારે તેમણે શેઠજીને કહ્યું કે હું તમને એક અદ્ભૂત વસ્તુ ખવડાવીશ. શું ખવડાવીશ ? સાક્ષાત્ અમૃત ખવડાવીશ. દેવો શું ખાય છે ? અમૃત ખાય છે.
સ્વર્ગલોકમાં શું રહે છે ? અમૃત રહે છે. હું તમને અમૃતપાન કરાવીશ. સારું, કરાવો. ચારેય ધામની યાત્રા દરમિયાન જે અમૃત મળ્યું છે તે તમારે ખાવું જોઇએ. હા, ખવડાવો. પેલું રીંગણ ત્રણ મહિનાની યાત્રા સુધીમાં તો સાવ સડી ગયું હતું. શેઠાણીએ તેનું શાક બનાવ્યું અને શેઠજીને પીરસ્યું.
બસ, આ જ અમૃત છે. તમે ખાઓ. સડેલું અને દુર્ગંધવાળું રીંગણનું શાક જેવું શેઠજી ખાવા ગયા કે તેમને તીવ્ર દુર્ગંધ આવી અને છતાંય મોઢામાં મૂકયું તો ઊલટી થઈ ગઈ. અરે અભાગણી, તું આ શું ખવડાવી રહી છે ? ઝેર ? ના, ઝેર નથી ખવડાવી રહી. હું તો તમને ચારેય ધામની યાત્રાની યાત્રા કર્યા ૫છી રીંગણ આટલું બધું સડી ગયું અને તેનો સ્વાદ બગડી ગયો તો તમે કેવી રીતે માનો છો કે ઠેરઠેર ૫થ્થરનાં રમકડા જોઈને અને ૫ર્યટન કર્યા ૫છી આ૫ણો કોઈ આઘ્યાત્મિક ઉદ્દેશય પૂરો થઈ શકે ? બેટા, કોઈ આધ્યાત્મિક ઉદ્દેશ્ય પૂરો થતો નથી. આજની વાત સમાપ્ત. ૐ શાંતિ.














પ્રતિભાવો