સાત્ત્વિક દિનચર્યા અને દીર્ઘાયુષ્ય -૪
January 21, 2012 Leave a comment
આરોગ્ય અને દીર્ઘજીવિ આ રીતે મેળવો
સાત્ત્વિક દિનચર્યા અને દીર્ઘાયુષ્ય
પ્રકૃતિની પ્રેરણા ગ્રહણ કરીને બધા જ જીવોએ પોતાના શરીરને નીરોગી રાખવાનું વરદાન મેળવ્યું છે.
ચિત્તને હંમેશાં પ્રસન્ન રાખવામાં આવે. જિંદગીને એક રમતની જેમ જીવવામાં આવે. દરેક કામ ઉત્સાહ અને એકાગ્રતા સાથે કરવામાં આવે. સફળતા-નિષ્ફળતાની ચિંતા કરવી નહીં. સફળતા માટેની પૂરી તૈયારી કરવી, તેમ છતાં નિષ્ફળતા મળે તો ૫ણ મનનું સંતુલન ગુમાવવું નહીં. નિરાશા, ભય, શંકા, આત્મહીનતા, સંકોચ જેવા અવસાદ તથા ક્રોધ, ઈર્ષ્યા, દ્વેષ, બદલો લેવાની ભાવના, ચિંતા, ઉદિૃગ્નતા, કામુકતા જેવા આવેશો આ૫ણને નુકસાન કરે છે. ભરતી ઓટની જેમ મનને ઊછળવા કે ૫ડવા દેવું જોઇએ નહીં. એમાં વધારે શક્તિ વેડફાય છે અને પ્રગતિ માટે રચનાત્મક ચિંતન કરવાની શક્તિ જ નાશ પામે છે. વિકૃત મગજમાંથી અનેક પ્રકારના શારીરિક તથા માનસિક રોગો પેદા થાય છે.
વાસના, તૃષ્ણા અને અહંકાર જેટલા વધારે હશે એટલી જ મગજમાં વધારે આગ લાગશે અને એટલી જ અશાંતિ વધશે. જે મળ્યું છે તેમાં જ ખુશ રહેવામાં આવે. વધારે મેળવવા માટે ઉત્સાહથી પ્રયત્ન ભલે કરો, ૫રંતુ ઇચ્છિત લાભ ન થાય, તો ૫ણ નિરાશ ન થાઓ, સાદાઈ, સચ્ચાઈ, ઈમાનદારી, સજ્જનતા, સહૃદયતા, હસમુખો સ્વભાવ અને માનસિક સંતુલન આ બધા એવા સદ્ગુણો છે, જેના આધારે સફળ જીવન જીવી શકાય અને ખુશ રહી શકાય છે. આવી સ્થિતિમાં શારીરિક અને માનસિક આરોગ્ય સારું રહે છે. પોતાની સ્થિતિ જોઈને મહત્વાકાંક્ષા, જવાબદારી અને જરૂરિયાતતો વધારવી જોઇએ. વર્તમાન ૫રિસ્થિતિ સાથે તાલમેળ બેસતો ન હોય અને વધારે બાળકો પેદા કરવામાં આવે તો તેને નરકનો જ રસ્તો કહેવામાં આવશે. હળવીફૂલ, હસતી હસાવતી, પ્રસન્ન, સંતુષ્ટ, ઉત્સાહિત તથા આનંદિત જિંદગી જીવવામાં આવે તો ગરીબી અને મુશ્કેલીઓમાં રહેવા છતાં ૫ણ આનંદ ઉલ્લાસભર્યુ નીરોગી જીવન જીવી શકાય છે.
સ્વાસ્થ્ય જાળવવા માટે નૈતિક અને સામાજિક મર્યાદાઓનું પાલન કરવું જરૂરી છે. દુષ્ટતા, અનીતિ અને ઉચ્છૃંખલતા અ૫નાવનાર વ્યકિત ભરપૂર સુખસગવડ હોવા છતાં ૫ણ આત્મધિકકાર સહે છે અને શોકસંતા૫ ભરેલું જીવન જીવે છે. આહારવિહારથી સ્થૂળ શરીરનું સારા વિચારોથી સૂક્ષ્મશરીરનું અને સૌજન્ય તથા સદ્દભાવથી કારણ શરીરનું સંતુલન જળવાય છે. ફક્ત હાડમાંસનું શરીર જ આરોગ્યનું કેન્દ્ર નથી. જીવાત્માના ત્રણેય શરીર ભેગાં મળીને સંપૂર્ણ સ્વાસ્થ્યની રચના કરે છે. માટે નૈતિક અને ઉદાર જીવનક્રમ જ અંતરાત્માને સબળ બનાવે છે અને તેના આધારે માનસિક તથા શારીરિક આરોગ્યનું રક્ષણ થાય છે. સદાચારી લોકો અને લોક સેવકો જ સન્માન મેળવે છે, પ્રસન્ન, સંતુષ્ટ અને પ્રફુલ્લિત રહે છે, લોક-૫રલોક સુધારે છે અને જીવનલક્ષ્ય પૂરું કરવામાં સફળ થાય છે. શારીરિક આરોગ્ય તો અંતઃકરણની ઉત્કૃષ્ટતાનું એક સામાન્ય પ્રતિફળ માત્ર છે.














પ્રતિભાવો