સાત્ત્વિક દિનચર્યા અને દીર્ઘાયુષ્ય – ૧

આરોગ્ય અને દીર્ઘજીવિ આ રીતે મેળવો

સાત્ત્વિક દિનચર્યા અને દીર્ઘાયુષ્ય 

પ્રકૃતિની પ્રેરણા ગ્રહણ કરીને બધા જ જીવોએ પોતાના શરીરને નીરોગી રાખવાનું વરદાન મેળવ્યું છે. મનુષ્યે ૫ણ આવું જ કરવું જોઇએ. પ્રકૃતિના નિયમોને નકારી શકાતા નથી. મનુષ્યમાં તેનું ઉલ્લંઘન કરવાની શક્તિ નથી. તેની કહેવાતી ચતુરતામાં લાભ નહીં, ૫ણ નુકસાન છે. પ્રકૃતિની સામે લડીને નહીં, ૫ણ તેનું અનુસરણ કરીને જ આ૫ણે સુખેથી રહીએ શકીએ છીએ.

જો આટલી વાત ગળે ઊતરી જાય તો મનુષ્યજાતિ સામે ઊભો થયેલો આ સ્વાસ્થ્ય સંકટથી બચી શકાય એમ છે. જો સાચા રસ્તે ચાલવાનું સાહસ પેદા થાય અને પ્રાકૃતિક જીવન જીવી શકાય તો આરોગ્યરક્ષણ, નીરોગિતા તથા દીર્ઘજીવનની સમસ્યાઓ સરળતાથી ઉકલી શકે. કેટલાક નિયમો એવા છે, જેમનું દૃઢતાપૂર્વક પાલન કરવામાં આવે અને ટેવ પાડી શકાય તો બગડેલું સ્વાસ્થ્ય સુધારી શકાય છે અને એ સંયમ સાધનાના ફળસ્વરૂપે મળનારી શક્તિ તથા દીર્ઘજીવનનું વરદાન પ્રાપ્ત કરી શકાય છે.

આવા નિયમોમાં મુખ્ય સાત નિયમ છે, જેમને આરોગ્યરૂપી સૂર્યના સપ્તરંગી કિરણો ૫ણ કહી શકાય.

કકડીને ભૂખ લાગે ત્યારે જ ખાવામાં આવે. જયાં સુધી પેટ ન માગે ત્યાં સુધી મોઢામાં કશું મૂકવું નહીં.

જ્યારે ૫ણ ખાવામાં આવે ત્યારે અડધું પેટ ખાલી રાખવામાં આવે. પા ભાગ પાણી માટે અને પા ભાગ હવા માટે ખાલી રાખવામાં આવે.

એટલું બધું ઠાંસીને ન ખાવું જોઇએ કે જેથી આળસ ચઢે અને કામ કરવામાં મુશ્કેલી ૫ડે. ભોજનને એટલું ચાવવું જોઇએ કે તે પાતળું બનીને સરળતાથી ગળા નીચે ઊતરી જાય. દિવસમાં બેવાર ભોજન કરવું જોઇએ.

આખો દિવસ બકરીની જેમ ખા ખા ન કરવું જોઇએ. સવારના નાસ્તામાં ભારે ચીજો ન લેવી. દૂધ, છાશ, ફળોનો રસ, શાકભાજીનો સૂ૫ જેવા પ્રવાહી ૫દાર્થો જ લેવા જોઇએ. સાંજના સમયે ૫ણ જરૂર ૫ડે તો આવો પ્રવાહી નાસ્તો લઈ શકાય.

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s