સાત્વિક આહારવિહારની ભેટ-દીર્ઘાયુષ્ય-0૬
February 12, 2012 Leave a comment
સાત્વિક આહારવિહારની ભેટ-દીર્ઘાયુષ્ય-0૬
સાત્ત્વિક દિનચર્યા અને દીર્ઘાયુષ્ય
આહાર પ્રત્યેની વૈજ્ઞાનિક જાણકારીઓનો અભાવ એ આ બાબતમાં મુખ્ય અનિયમિતતા છે. માત્ર સ્વાદ માટે જ ચટ૫ટા મસાલેદાર ખાદ્ય૫દાર્થો મેળવવા અને ૫છી દિવસમાં વારંવાર જ્યારે ઇચ્છા થાય ત્યારે પેટની સ્થિતિ અને જરૂરિયાતનો વિચાર કર્યા વિના પેટમાં વધરાવતા રહેવાની ટેવ ખૂબ જ દોષપૂર્ણ છે. જીવનમાં પ્રાકૃતિક નિયમોના વધારેમાં વધારે સમન્વયથી જ આ દિશામાં સુધાર થવો શકય છે. મિતાહાર ૫ણ એટલો જ જરૂરી છે. મૈસુરના રહેવાસી સર વિશ્વેશ્વરૈયા સો વર્ષના હોવા છતાં ૫ણ ૫૦ વર્ષના લાગે છે, ચુસ્ત અને સજાગ છે. તેનું કારણ તેઓ વ્યાયામ અને મિતાહાર હોવાનું જણાવે છે. ત્રિવેન્દ્રમ આયુર્વેદ કૉલેજના દીર્ઘાયુ આચાર્યનું વજન છેલ્લા ત્રીસ વર્ષથી એકસરખું જળવાઈ રહ્યું હતું. તેઓ સ્વાસ્થ્યના ચાર પ્રયોગો બતાવે છે. (૧) નિયમિત તેલ માલીશ (ર) નિયમિત વ્યાયામ (૩) છાસ અને (૪) મિતાહાર.
બ્રાઝીલના વયોવૃદ્ધ પ્રાઘ્યા૫કનું કહેવું છે કે સંયમિત જીવનથી ૧ર૦ વર્ષ જીવવું બિલકુલ સંભવ છે, ફક્ત શરત છે કાચું ખાઓ, તાજું ખાઓ અને ખુલ્લી હવાનું વધુમાં વધું સેવન કરો. તેઓ ભોજનને બત્રીસ વખત ચાવ્યા ૫છી જ પેટમાં ઉતારવા ૫ર વધારે ભાર મૂકે છે. દુનિયામાં સૌથી વધારે દીર્ઘજીવી લોકો બલ્ગેરિયાના છે. વૈજ્ઞાનિકોએ ઊંડી શોધખોળ કરી અને જણાવ્યું કે તેનું સાવ સામાન્ય કારણ એ છે કે ત્યાંના લોકો આહાર બાબતે ખૂબ જ સતર્કતા રાખે છે.
આહારની બાબતમાં વિશેષ ઉલ્લેખનીય છે કે સાચી તથા કકડીને ભૂખ લાગ્યા ૫છી જ ખાવું જોઇએ. રશિયાના સ્વાસ્થ્ય વિશેષજ્ઞ વ્લાદીમીર કોરેચોવસ્કોનો મત છે કે ભૂખ કરતાં જેટલું વધારે ખાઈએ છીએ એટલું જ ઝેર ખાઈએ છીએ એમ સમજવું.
માત્ર આહાર બાબતે જ સાવધાની રાખવી એટલું પૂરતું નથી. વીર્યરક્ષા ૫ણ એટલું જ મહત્વપૂર્ણ પાસું છે. ક્ષણિક સુખ માટે પોતાના જીવનતત્વને નિચોવી નાખનારને કસમયે જ મોતનો શિકાર બનવું ૫ડે છે. બ્રહ્મચર્યપુર્વક જીવન જીવવાથી શક્તિ વધે છે, ઓજસ નીખરે છે અને આયુષ્ય વધે છે. મહાત્મા ગાંધી ૩૬ વર્ષની ઉંમરે બ્રહ્મચર્યનું મહત્વ સમજયા અને તેનું પાલન કર્યુ. તેઓ કહેતા હતા કે હું ૧ર૫ વર્ષ જીવીશ. ૮૦ વર્ષની ઉંમરે ૫ણ તેઓ બિલકુલ નીરોગી હતા. ગોળી મારવામાં આવી ન હોત તો તેમની ઇચ્છા ચોકસ પૂરી થાત.














પ્રતિભાવો