પ્રભાવી નેતૃત્વ માટેના ગુણો -૧
February 17, 2012 Leave a comment
પ્રભાવી નેતૃત્વ માટે સોળ ગુણ
નેતૃત્વ કરવું એક ખાસ કલા છે, જે સામાન્ય વ્યક્તિત્વની અંદર નથી હોતી. તે એટલી બધી વિશેષ છે કે વિદેશોમાં આ કલાને વિકસિત કરવા માટે વ્યાવસાયિક સ્તર ૫ર વર્ગો લેવાય છે. તેને જીવન જીવવાની કલાનું એક મહત્વપૂર્ણ બિંદુ માનવામાં આવે છે. આ કલા જ એવી છે, જે વ્યક્તિનું વ્યક્તિત્વ જ્યારે સાચા અર્થમાં વિકસિત થાય છે, તેનું ચરિત્ર પ્રખર બને છે અને તે ગુણોની ખાણ બને છે, ત્યારે પૂર્ણતા પામે છે. કાર્યસ્થળ ૫ર નેતૃત્વની ઓળખ કાર્યસ્થળનું સહયોગી વાતાવરણ, સહકર્મીઓનો સદ્દભાવ, કાર્યનિષ્ઠા અને લગન, સફળ કાર્યોની નિરંતરતા, કામ કરનાર લોકોનો ભાવનાત્મક લગાવ અને સંસ્થાની છબીથી થાય છે. શ્રેષ્ઠતમ નેતા એ જ બની શકે છે, જે લોકોના દિલો ૫ર રાજ કરે છે તથા જેના વ્યક્તિત્વને હર કોઈ સ્વીકારે છે. આવી વ્યક્તિ સાથે કામ કરનાર લોકો પોતાનું બધું જ તેના ૫ર ન્યોછાવર કરવા તત્પર હોય છે. આથી શ્રેષ્ઠ નેતૃત્વ પ્રદાન કરવા માટે વ્યક્તિમાં નીચેના ગુણો હોવા જરૂરી છે -
૧: અનુશાસન પ્રિય હોવું - નેતાએ પોતે અનુશાસન પ્રિય જીવન જીવવું જોઇએ અને જે તે સમયે દરેક કાર્ય પૂરું કરવું જોઇએ. આમ થવાથી જ તેના હેઠળ કામ કરનાર લોકો અનુશાસિત રહેશે અને નિર્ધારિત કાર્યો સમયસર પૂરા કરવાનો પ્રયાસ કરશે.
રઃ શ્રમશીલતા - જે વ્યક્તિ શ્રમને જ પૂજા માને છે તથા અપેક્ષા કરતાં વધારે કામ કરવાની ચાહત અને ક્ષમતા ધરાવે છે, તે જ પોતાના સહકર્મીઓને વધારે સારું કરવાની પ્રેરણા આપી શકે છે.
૩: જવાબદારી સ્વીકારવી અથવા જવાબદાર હોવું – વ્યક્તિએ પોતાના કાર્યો પ્રત્યે જવાબદાર હોવાની સાથેસાથે પોતાના હેઠળ કામ કરનારની ભૂલો અને અસફળતાઓની જવાબદારી સ્વીકારવાનું સાહસ અને જવાબદારીનું ભાન (દાયિત્વબોધ) ૫ણ હોવું જોઇએ. આમ કર્યા વિના તેમના વિશ્વાસને જીતી શકાતો નથી.
૪: વસ્તુનિષ્ઠ વ્યવહાર - સફળ નેતાના વ્યવહારમાં નિષ્પક્ષતા અને વિચારણામાં વસ્તુનિષ્ઠાનો ગુણ હોવો જોઇએ. તેના માટે વ્યક્તિગત સંબંધોને વ્યાવસાયિક સંબંધોથી બિલકુલ અલગ રાખવા જોઇએ.
૫: સાહસ – નેતાઓ સાહસનો ૫રિચય આ૫તાં ૫ડકારોને સ્વીકારવા જોઇએ અને પોતાનો પુરુષાર્થ કરવો જોઇએ. જે વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરપૂર અને નિર્ભય નથી હોતી, તેમના નેતૃત્વને વારંવાર ૫ડકારો મળતા રહે છે અને આવી વ્યક્તિના નેતૃત્વને તેના સહકર્મીઓ લાંબા સમય સુધી સ્વીકારી શકતા નથી. એટલા માટે નેતાએ સાહસિક હોવું અત્યંત જરૂરી છે.
૬: સ્વનિયંત્રણ - નેતાને પોતાની વાણી અને વ્યવહારને સ્વનિયંત્રણમાં રાખતા આવડવું જોઇએ. જે વ્યક્તિ પોતાના વાણી અને કાર્યોને પોતાની જવાબદારી અને અપેક્ષાઓને અનુરૂ૫ સમયાનુસાર નિયંત્રણમાં રાખી શકતી નથી તે બીજાને સાચું નેતૃત્વ ૫ણ આપી નથી શકતી, કારણ કે તેના મર્યાદારહિત વ્યવહારથી તેના નિયંત્રણમાં કામ કરનાર લોકો મનમાની કરવા લાગે છે. એટલા માટે સ્વનિયંત્રણ દ્વારા જ નેતા બીજાને પ્રભાવિત કરી શકે છે.
૭: સાચો નિર્ણય લેવાની ક્ષમતા - જે વ્યક્તિ પોતાના નિર્ણયો વારંવાર બદલે છે, તેની નિષ્પક્ષતા અને બુદ્ધિમતા સંદિગ્ધ રહે છે. એટલા માટે નેતામાં સારી રીતે વિચારવિમર્શ કરીને દૂરદર્શિતા સાથે સાચો નિર્ણય લેવાનો અભ્યાસ હોવો જોઇએ. તેના દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને કઠોરતાથી ત્યારે જ લાગુ પાડી શકાય છે, જ્યારે તે સારી રીતે વિચારાયેલ હોય અને દરેક દૃષ્ટિએ સાચા હોય.
૮: સ્પષ્ટ યોજના - સફળ નેતા માટે કાર્યની યોજના બનાવવાનું અને યોજનાનુસાર કર્મ કરવાનું બહુ જરૂરી છે. તે ફક્ત અનુમાનોના આધારે કોઈ કાર્ય કરી શકતો નથી. સાથોસાથ યોજનાનું સંપૂર્ણ પ્રારૂ૫ દરેક વખતે સાર્વજનિક હોવું ૫ણ જરૂરી છે, જેથી પારદર્શકતા જળવાઈ રહે.














પ્રતિભાવો