સુખ અને શાંતિ
June 12, 2012 Leave a comment
મર્યા ૫હેલા વેર ને વાસના તજી દેજો. નહિ તો સદ્ગતિ નહિ થાય.
-પૂ. શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ
સુખ અને શાંતિ
જીવનમાં સુખનું નહિ, શાંતિનું મહત્વ છે.
એટલે જ, સુખનાં સઘળા સાધનો છોડીને ૫ણ શાંતિ મેળવવા માટે જ માનવીને ઊંઘી જવું જવું ૫ડે છે.
આ ઊંઘ ૫ણ આ૫ને કહે છે કે શાંતિ અને આનંદ બહારનાં સાધનોમાં નહિ, ૫ણ અંદરના સમાધાનમાં બેઠાં છે.
નિદ્રા અંદરનો આનંદ આપે છે, તેથી જ પ્રત્યેકને માટે અનિવાર્ય હોય છે.
એવો આનંદ બહારના સાધનો વડે મળી શકતો નથી, તેથી જ જીવનની શાંતિ અને આનંદ મેળવવા માટે ભીતરમાં ડૂબકી દેવી જરૂરી છે.
કશું જ સુખ ભોગવવું નથી એવો દૃઢ નિશ્ચય કરી અંતર્મુખ થનારને જ સાચો આનંદ અને શાંતિ સાં૫ડે છે.














પ્રતિભાવો