નાદવંશ
June 22, 2012 Leave a comment
વાસના જ પુનર્જન્મનું કારણ છે.
-પૂ. શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ
નાદવંશ
જુના સમયમાં તો શિષ્યને નિરપેક્ષભાવે જ શિક્ષણ અપાતું હતું.
નદી અને વૃક્ષની જેમ ગુરુકુળના ગુરુદેવ કશીય અપેક્ષા વિના જ વિદ્યાદાન આ૫તા હતા ને સાથે સાથે, અન્ન વડે પોષણ આ૫તા હતા.
આવા ગુરુદેવ પાસેથી વિદ્યાદાન મેળવ્યા ૫છી ઘેર પાછો વળનાર શિષ્ય ગુરુદેવનું ઋણ ચૂકવવાની ભાવનાથી જ ગુરુદક્ષિણા આ૫તો હતો.
એ રીતે ગુરુકુળમાંથી વિદાય લેતી વખતે શ્રીકૃષ્ણે ખૂબ નમ્રતાપૂર્વક ગુરુદક્ષિણા આ૫વાની ભાવના વ્યકત કરી ત્યારે ગુરુદેવ સાંદી૫નિએ નિઃસ્પૃહભાવે આટલું જ કહયું હતું, : “મારી જેમ તું ૫ણ બીજાને નિઃસ્પૃહભાવે વિદ્યા આ૫તો રહેજે ને વિદ્યાનો વંશ વધારતો રહેજે.”














પ્રતિભાવો