અવતારોની કળાઓ તથા લીલાઓ
July 10, 2012 Leave a comment
દેવવાદનો મર્મ સમજો અને બોધ ગ્રહણ કરો.
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
અવતારોની કળાઓ તથા લીલાઓ
મહારાજજી, તો શું ૫રશુરામજી અવતાર હતા ? હા બેટા, તેઓ અવતાર હતા. તો તેમની કેટલી કિંમત હતી ? ત્રણ પૈસા. અને રામચંદ્રજીની કેટલી ? બાર પૈસા. કૃષ્ણચંદ્રજીની સોળ પૈસા. બેટા, તેઓ બધા મનુષ્ય હતા. ના સાહેબ, તેઓ મનુષ્ય નહિ ભગવાન હતા. સારું, ભગવાન હતા તો હું પૂછું છું કે ભગવાન સાથે ભગવાનની લડાઈ કેમ થઈ ? એક ભગવાનને ખબર નહોતી કે આ ૫ણ ભગવાન છે. ૫રશુરામજીને જો ખબર હોત કે હું ૫ણ ભગવાન છું અને રામચંદ્રજી ૫ણ ભગવાન છે, તો ભગવાન ભગવાનની સાથે લડાઈ શા માટે કરત ? ભગવાનને ભગવાન વિશે માહિતી કેમ નહોતી કે ૫રશુરામજી ૫ણ અવતાર લઈને આવ્યા છે અને રામચંદ્રજી ૫ણ ભગવાન છે. ભગવાને બીજા ભગવાન સાથે લડવું ના જોઇએ ?
મિત્રો, શંકર ભગવાનનું ધનુષ્ય રામ ભગવાને તોડયું અને તે વખતે એક બીજા ભગવાન આવી ગયા. તેમનું નામ શું છે ? ૫રશુરામ. અરે, ભાઈ ! તમે કોણ છો ? ભગવાન. અરે, બાબા ! આ શું ઉધામો મચાવ્યો છે ? ભગવાનનું ધનુષ્ય ભગવાને તોડયું અને બીજા ભગવાન ઝઘડો કરે છે. આ શી વાત છે ? બેટા, આ વિશે તમે તમારું મગજ સાફ કરી દો. જો તમે તમારા મગજને સાફ નહિ કરો તો ચમત્કારી કહેવાતા ગાયત્રી મંત્રનો લાભ નહિ લઈ શકો અને તમે અજ્ઞાનમાં એવા ફસાતા જશો કે તમારો સમય નકામો જશે અને તેનાથી કોઈ ફાયદો નહિ થાય. કોઈ ચમત્કાર જોવા નહિ મળે. તો શું મળશે ? ફક્ત અજ્ઞાન જ તમને પ્રાપ્ત થશે અને અજ્ઞાનથી તમને અને માણસોને નુકસાન સિવાય બીજું કઈ જ નહિ મળે.














પ્રતિભાવો