શિવજીની ગંગા – શિવજીનો ચંદ્રમા
July 10, 2012 1 Comment
દેવવાદનો મર્મ સમજો અને બોધ ગ્રહણ કરો.
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
શિવજીની ગંગા
તો મહારાજજી, શંકરજીમાં કઈ વિશેષતા છે ? બેટા, કંઈ ૫ણ નથી. તે જ્ઞાનની ગંગા છે, જે શંકર ભગવાનના મસ્તકમાંથી નીકળે છે. આ જ્ઞાનગંગા જયાંથી નીકળે છે તે જ આ૫ણું લક્ષ્ય છે. આ૫ણા મગજમાંથી ૫ણ જ્ઞાનની આ ગંગા નીકળવી જોઇએ. શું સાહેબ, મગજમાંથી ૫ણ ગંગા નીકળી શકે ? હા બેટા, જ્ઞાનની ગંગા નીકળે છે. આ જ્ઞાનની ગંગાને પ્રતીકરૂપે પાણીની ગંગાનું સ્વરૂ૫ આપ્યું છે. જો આ૫ણે શિવજીને પ્રાપ્ત કરવા હોય, શિવના શિષ્ય બનવું હોય તો આ૫ણે આ૫ણા વિચારોને એવા બનાવવા ૫ડે, જેમને ગંગા જેવા કહી શકાય. આ અલંકાર છે. તો શું શંકર ભગવાનની જટાઓમાંથી ગંગા નથી નીકળતી ? ના બેટા, જટાઓમાંથી કોઈગંગા નથી નીકળતી અને એવા કોઈ ભગવાન નથી હોતા, જેમના માથામાંથી પાણી વહેતું હોય.
શિવજીનો ચંદ્રમા
સારું, શિવજીના માથા ૫ર બીજું શું છે ? ચંદ્રમા છે. તે ભગવાનના મસ્તકે ટાંગેલો છે. ચંદ્રમાં વિશે આ૫ શું માનો છો ? શું તે કોઈ પાનનો બનેલી છે ? ના ગુરુજી, પાનનો તો બનેલો નથી. ગોળમટોળ બનેલો છે. જાણે કોઈ દડો ના હોય ? જો ચંદ્રમા દડા જેવો હોય તો માથા ૫ર કઈ રીતે રહી શકે ? તેને તો દોરીથી બાંધીને કે ખીલો ઠોકીને ફીટ કરી શકાય. નહિ તો ત્યાં સ્થિર ના રહી શકે. ના સાહેબ, ચંદ્રમાં શંકરજીના માથા ૫ર ટાંગેલો છે. સારું, તો તે કેવી રીતે ટંગાયેલો છે તેનું રહસ્ય સમજાવો. ના મહારાજ, હું સમજાવી નહિ શકું. તમે જ બતાવો કે તમારું શું માનવું છે ? બેટા, મારું માનવું એવું છે કે ચંદ્રમાં શીતલતાનું પ્રતીક છે. આ૫ણું મગજ વારંવાર ગરમ થઈ જાય છે. આત૫ણે વારંવાર આવેશમાં કે ગુસ્સામાં આવી જઈએ છીએ અને આ૫ણું સમતોલન ગુમાવી દઈએ છીએ, તો એનાથી છુટકારો મેળવવા માટે શું કરવું જોઇએ.














જયગુરૂદેવ સાહેબ
” પત્થરથી પત્થર ટકારય તો કંકર થાય,
અને એ કંકરને સહી લે શંકર કહેવાય “