એક હું, બાકીના આપ શોધી લો :

એક હું, બાકીના આપ શોધી લો :

સ્વામી વિવેકાનંદ જ્યારે ઈંગ્લેન્ડના પ્રવાસે ગયા હતા, ત્યારે એમણે એમના એક પ્રવચનમાં કહ્યું કે મારે 100 આત્મસમર્પિત વ્યક્તિઓની જરૂર છે, એમના બીબાથી હું નવી પ્રતિભાઓ ઢાળી શકીશ

19 વર્ષના નોબેલે વિવેકાનંદનું સાહિત્ય પહેલા પણ વાંચ્યું હતું. ભારતની સેવા કરવાની કલ્પનાઓ એમણે અનેકવાર હતી. આ ભાષણ એમને એવું લાગ્યું કે જાણે સીધું એમના માટે જ કહેવામાં આવ્યું હોય.

કુમારી નોબેલે કહ્યું, એક હું મારી જાતને સમર્પિત કરું છું. બાકીના 99 આપ શોધી લો. તેઓ ભારત આવ્યાં. સ્વામીજીએ એમને સંન્યાસ આપ્યો અને નિવેદિતા એવું નામ પાડયું. તેઓ આજીવન સ્વામીજીના માર્ગદર્શન હેઠળ ભારતની સેવા કરતાં રહ્યાં.

જેવું વાવ્યું તેવું લણ્યું :

જેવું વાવ્યું તેવું લણ્યું :

દરેકને જુદું જુદું સુખ દુ:ખ આપવા બદલ લોકો ભગવાનની નિંદા કરી રહ્યા હતા અને ભગવાનને પક્ષપાતી ગણાવી રહ્યા હતા. આ નિંદા કોઈ દાર્શનિક સાંભળી રહ્યા હતાં, તેઓ લોકોને સાથે લઈ ખેતરમાં ગયા. એક ખેતરમાં ગુલાબ રોપ્યા હતાં, બીજામાં તમાકુ. એક ખેતરમાંથી સુગંધ આવી રહી હતી, બીજામાંથી દુર્ગંધ. દાર્શનિકે કહ્યું, જમીન બહુ ખરાબ છે, કોઈને કંઈ ને કોઈને કંઈ આપે છે.

એનો પક્ષપાત જોયોને તમે?  લોકો બોલ્યા, ના આમાં ધરતીનો પક્ષપાત નથી, આ તો વાવનારના કૃત્યોનું ફળ છે. હસતાં હસતાં દાર્શનિકે કહ્યું ભગવાનની સૃષ્ટિ એક પ્રકારનું ખેતર જ છે. એમાં જેવી પરિસ્થિતિઓનું બી વાવીએ એવું જ ફળ પ્રાપ્ત કરીએ છીએ.

નારીને નિમ્ન સ્થિતિમાં રાખવાનો દોષ પણ સમાજના ફાળે જાય છે. સમાજરૂપી ખેતરમાં જેવી પરિસ્થિતિઓ બને છે તેવા જ મનુષ્યો જન્મ લે છે. નારીના અણઘડપણાનું બુદ્ધિશાળી લોકો યોગ્ય પ્રયત્ન કરવાનો ઉત્સાહ નથી બતાવતા તેનું જ એ પરિણામ છે.

ત્રણ શરતવાળી દવા :

ત્રણ શરતવાળી દવા :
એક ચટાકેદાર માણસ હતો. ખાંસીનો દરદી હતો. દવા કરાવ્યા કરતો પણ ફાયદો ન થતો. એક નવા ચિકિત્સકની પ્રશંસા સાંભળી તેની પાસે ગયો. બોલ્યો, “પરેજી તો મારાથી નહિ પળાય. પણ જે બતાવશો તે ખાયા કરીશ.” ચિકિત્સક હસ્યો – જે જે મળે તે ખાઓ અને મારી દવા અજમાવો. ત્રણ લાભ શરત સાથે મળશે.

ચટકેદારે કહ્યું, “ત્રણ લાભ કયા?”
“ઘરમાં ચોર નહિ આવે.
બીજો કૂતરું કરડશે નહિ અને
ત્રીજો લાભ: ઘડપણ આવશે નહિ.
ખાંસી થશે કે નહિ થાય તે હું કહી શકું નહિ.”
દવા લેવા લાગ્યો. લાભ ન થયો. જીભ પર કાબુ ન હોવાથી તે બધું જ ખાતો.

એક દિવસ પૂછી નાખ્યું,”ઉધરસ ઓછી થતી નથી. પણ ત્રણ શરતવાળા લાભ કેવી રીતે મળશે?” ચિકિત્સકે કહ્યું, “પથ્ય ન પાળવાથી ઉધરસ વધતી જશે.પછી ચોર કેવી રીતે આવે? ઘડપણ જલદી આવશે. કમર ઝુકી જશે, લાકડી લઈને ચાલવું પડશે તેથી ડરીને કૂતરું પાસે નહિ આવે એટલે કરડશે નહિ. ત્રીજું જુવાનીમાં કમોતે મરવું પડશે એટલે ઘડપણ આવતા સુધી જીવવું જ નહિ પડે.”

ચટાકાપણાથી કેટલું નુકસાન થઈ શકે છે, તે વિચારીને દરદીએ પોતાની ટેવ સુધારી અને દવા ખાધા વગર સાજો થઈ ગયો.

જે સત્ય ચિકિત્સકે દરદીની મનોભૂમિને અનુકૂળ હસતા હસતા કહ્યું તે સાચું હતું. બાળકને યોગ્ય ઢંગથી સમજાવવાનું કદીક આવા કારણે અનિવાર્ય છે. તે સિવાય વ્યક્તિ સમજતી જ નથી.

પ્રગતિના પાંચ આધાર :

પ્રગતિના પાંચ આધાર :

આ પાંચ આધારો પકડીને કોઈપણ વ્યક્તિ ઉન્નતિના ઉચ્ચશિખર સુધી પહોંચી શકે છે.

· પોતાનો વિસ્તાર કરો. સંકુચિત સ્વાર્થ પરાયણતા છોડીને સામાજીક બનો.

· આજે જે કંઈ પ્રાપ્ત થયું છે તેમાં સંતોષ માનો અને ભાવિ પ્રગતિની આશા રાખો.

· બીજાઓના દોષ જોવામાં પોતાની શક્તિ ખર્ચશો નહીં, શ્રેષ્ઠ બનવા માટે પયત્નો કરો.

· મુશ્કેલીઓથી ગભરાશો નહીં, નિરાશ થશો નહીં, પરંતુ ધૈર્ય અને સાહસપૂર્વક તેમનો સામનો કરો. તમને દૂર કરવાના ઉપાયમાં લાગી જાઓ.

· દરેકમાંથી સારાપણું શોધી કાઢો અને તે શીખીને તમારું જ્ઞાન અને અનુભવ વધારો.

·