ઉજ્જવળ ભવિષ્યના જ્યોતિકણ :
યુગઋષિ યુગદ્રષ્ટાના લેખન-પ્રવચનના ક્ષીરસાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો ભંડાર છે.
સદ્દજ્ઞાન જ આપણા માનસિક કુવિચારોનો ઉપચાર છે.
સદ્દજ્ઞાનની જેટલી ઊંડી સ્થાપના આપણા મન:ક્ષેત્રમાં થતી જ જશે, તેના અનુસંધાનમાં આપણી શારીરિક, સામાજીક, આર્થિક તથા રાજનૈતિક મુશ્કેલીઓ ઉકેલાશે.
તેના ૫ર ચિંતન મનન કરવાનો અભ્યાસ કરી લેવામાં આવે તો વાચકના જીવનની જટિલમાં છટિલ સમસ્યાઓનું સમાધાન ઘરબેઠે મળી શકે છે.
અંધકાર અને ગૂંચવણથી ભરેલા પ્રત્યેક માર્ગ ૫ર આ પુસ્તક પ્રેરક માર્ગદર્શન આ૫શે. નિરાશામાં આશાનો સંચાર કરશે.















પ્રતિભાવો