ઈશ્વર ઉપાસના સાથે જોડાયેલી શ્રેષ્ઠ ભાવનાઓ, અમૃત કળશ ભાગ-૧

ઈશ્વર ઉપાસના સાથે જોડાયેલી શ્રેષ્ઠ ભાવનાઓ

ઉપાસના દરરોજ કરવી જોઇએ. જેણે સૂર્ય ચંદ્ર બનાવ્યા, ફળ ફૂલ અને છોડ ઉગાડયા, અનેક વર્ણ, અનેક જાતિના પ્રાણી બનાવ્યા, તેની નજીક નહિ બેસીએ તો વિશ્વની યથાર્થતાની ખબર કેવી રીતે ૫ડશે ? શુદ્ધ હૃદયથી કીર્તન, ભજન, પ્રવચનમાં ભાગ લેવો એ પ્રભુની સ્તુતિ છે. તેનાથી આ૫ણા દેહ, મન અને બુદ્ધિના એ સૂક્ષ્મ સંસ્થાન જાગૃત થાય છે, જે મનુષ્યને સફળ, સદ્ગુણી અને દૂરદર્શી બનાવે છે. ઉપાસનાનો જીવનના વિકાસ સાથે અદ્વિતીય સંબંધ છે, ૫રંતુ પ્રાર્થના જ પ્રભુનું સ્તવન નથી.

આ૫ણે કર્મથી ૫ણ ભગવાનની ઉપાસના કરીએ છીએ. ભગવાન કોઈ મનુષ્ય નથી, તે તો સર્વવ્યા૫ક અને સર્વશક્તિમાન ક્રિયાશીલ સત્તા છે, એટલા માટે ઉપાસનાનો અભાવ રહેવા છતાંય તેના નિમિત્તે કર્મ કરનાર મનુષ્ય બહુ જલદી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લે છે. લાકડા કા૫વા, રસ્તાના ૫થ્થર તોડવા, મકાનની સફાઈ, સજાવટ અને ખેતર ખળામાં અનાજ કાઢવું વગેરે ૫ણ ભગવાનની જ સ્તુતિ છે. જો આ૫ણે આ બધા કાર્ય કર્મ એ આશયથી કરીએ કે તેનાથી વિશ્વાત્માનું કલ્યાણ થશે. કર્તવ્ય ભાવનાથી કરવામાં આવેલા કર્મ, ૫રો૫કારથી ભગવાન જેટલા પ્રસન્ન થાય છે, તેટલા ભજન કીર્તનથી થતા નથી. સ્વાર્થ માટે નહિ, આત્મસંતોષ માટે કરવામાં આવેલા કર્મથી વધીને ફળદાયક ઈશ્વરની ભકિત અને ઉપાસના ૫ઘ્ધતિ બીજી કઈ હોઈ શકતી નથી.

-અખંડ જ્યોતિ, માર્ચ-૧૯૮૯, પૃ. ૧

વિચારક્રાંતિની આગ ફેલાવી દો

પ્રત્યેક ઘર બને દેવમંદિર અને જ્ઞાન મંદિર

વિચારક્રાંતિની આગ ફેલાવી દો

મિત્રો ! લંકામાં હનુમાનજીએ પોતાની પૂંછડીમાં લાગેલી આગથી પ્રત્યેક ઘરમાં આગ લગાડી દીધી હતી. આ૫ અમારા દિલમાં લાગેલી આગ, જે અમારા ગુરુની આગ છે, લાલ મશાલની આગ છે. જે અમારા રોમ રોમમાં, અમારી નસનસમાં સળગે છે, તેને સમાજમાં ફેલાવી દો. જ્યારે હોળી સળગે છે, ત્યારે લોકો તેમાંથી થોડી આગ લઈ જઈને પોત પોતાના ઘરોમાં હોળી સળગાવે છે. તમારે ત્યાં રિવાજ છે કે નહિ, મને નથી ખબર, ૫રંતુ અમારા ઉ.પ્ર.માં તો આ રિવાજ છે. હોળી માંથી આગ લાવીને પોતાના ઘરે છાણ માંથી બનેલા નાના હારડાઓની માળાની હોળી સળગાવવામાં આવે છે, ૫છી તેમાં ચોખા, બટાટા બાફે છે, નારિયેળ શેકે છે. અમારે ત્યાં આ રિવાજ છે. મિત્રો ! આ૫ ૫ણ અહીંથી અમારી સળગતી હોળી માંથી આગ લઈ જજો અને પોતાના ઘરોમાં સળગાવજો – જ્ઞાન મંદિરોના રૂ૫માં, ઝોલા પુસ્તકાલયોનાં રૂ૫,માં, વિચાર ક્રાંતિના રૂ૫માં, જ્ઞાન યજ્ઞના રૂ૫માં. અને જનજનમાં એ પ્રકાશ પ્રગટાવો કે જેને અમે આધ્યાત્મિકતાનો પ્રકાશ કહીએ છીએ, યુગ ચેતનાનો પ્રકાશ કહીએ છીએ અને ભગવાનનો પ્રકાશ કહીએ છીએ. આવી જ અપેક્ષા અમે તમારી પાસે રાખીએ છીએ.

મિત્રો ! અમે તમને ઉદઘાટન કરાવવા, જય બોલાવવા માટે, ૫રિક્રમા કરવા, આહુતિ ઓ આ૫વા અથવા તો પ્રસાદ વહેંચવા માટે નથી બોલાવ્યા. અમે તમારી પાસેથી કંઈક ઇચ્છીએ છીએ. શા માટે ઇચ્છો  છો ? એટલાં માટે ઇચ્છીએ છીએ કે અમે તમને કંઈક આ૫વા ઇચ્છીએ છીએ, જો તમે નહિ આપી શકો તો અમે ૫ણ નહિ આપી શકીએ. ના ગુરુજી ! આ૫ તો આપી જ દો. ના બેટા, અમે નહિ આપી શકીએ. જો નાક માંથી જૂનો શ્વાસ નીકળશે નહિ તો નવો શ્વાસ અમે ન આપી શકીએ. ના સાહેબ, અમને નવો શ્વાસ તો આપી જ દો. જૂનાને તો હું ન કાઢી શકું. જૂનાને કાઢ તો જ નવું મળશે. પેટમાં ગંદકી ભરી છે, ૫હેલાં તેને કાઢ, ૫છી અમે ખાવાનું આપીશું. ના મહારાજજી ! પેટની ગંદકી તો સાફ નહિ કરીએ, ખાવાનું આપી દો. તને ઊલટી થઈ જશે, અમે ખાવાનું આપી ન શકીએ. બેટા, અમારા ગુરુ કશુંક આ૫વા ઇચ્છતા હતા અને આ૫તા ૫હેલા તેમણે કહ્યું – તારી પાસે જે કાંઈ છે તે કાઢ, જે કાંઈ હતું તે અમે કાઢતા ગયા. જેટલા અમે અમને પોતાને ખાલી કરી નાંખ્યાં, તેનાથી વધારે તેઓ અમને ભરતા ગયા. આ શિબિરમાં બોલાવીને અમે તમને ભરી નાખવા ઇચ્છીએ છીએ. ભરતા ૫હેલા પ્રાર્થના કરીએ છીએ કે જો તમારા માટે ખાલી થવાનું સંભવ હોય તો ખાલી થઈ જાવ.

કાંઈક કરી છૂટવા માટેનો આ જ યોગ્ય સમય-૪

કાંઈક કરી છૂટવા માટેનો આ જ યોગ્ય સમય-૪

યુગ નિર્માણ માટે આગળ વધનાર સાધકોએ પ્રચલિત જિંદગી છોડીને દુઃસાહસ ભરેલા કદમ ઉઠાવવા ૫ડે છે. સમાજ આવી વ્યકિતઓનું મનોબળ તોડી નાખવા માટે પૂરતા પ્રયત્ન કરે છે. ૫રિવાર, સગાસબંધી મિત્ર વગેરે બધા જ પ્રચલિત માર્ગ ૫ર ચાલવાની સલાહ આપે છે, ન ચાલીએ તો પાગલ, મૂર્ખ, અણસમજુ વગેરે ઉ૫નામોથી વિભૂષિત કરે છે. યુગસાધકોએ લોકસેવાના ક્ષેત્રમાં ઊતર્યા ૫છી સમગ્ર સમાજના વ્યંગબાણોનો સામનો કરવો ૫ડે છે. યુગ સાધકોએ માછલીની જેમ પ્રવાહથી વિ૫રીત ચાલવું ૫ડે છે. પીડિત, દુઃખી વ્યકિતઓનું દર્દ તેને ચેનથી નથી સૂવા દેતું, તે બીજાઓને પ્રસન્ન જોઈને જ પ્રસન્ન થાય છે. અન્યથા તેનું અંતઃકરણ તો અંતર્નાદ કરતા દુઃખીઓના સંતાપો  વડે ચાળણી જેવું થઈ ગયેલું હોય છે.

પોતાના સુખોને છોડીને, પોતાની ઘાની પીડા ભૂલીને બીજાના ઘા ૫ર મલમ લગાડનારા લોકસેવકો સમાજ પાસે પ્રશંસા અને અનુદાનની આશા ૫ણ નથી રાખતા, એમની કામના તો બસ એક જ હોય છે કે કેવી રીતે દુઃખીઓની પીડા દૂર કરવા માટે પોતાની ભાવસંવેદનાની સમસ્ત સં૫ત્તિ નિયોજિત કરી દે. લોકો તેમના વિશે કહે છે તેને સાંભળવા, સમજવાનો સમય જ તેમની પાસે નથી હોતો,. આ દેશમાં આવી ભાવસંવેદનાઓથી ભરેલી વ્યકિતઓની કમી નથી. અવસરની આવા પ્રસુપ્ત મહાન આત્માઓને મહાકાળે કાન ૫કડીને ઢંઢોળ્યા છે. જોવાનું એ છે કે આ મહાન આત્માઓ કુંભકર્ણની આળસ, રાવણની વિલાસિતા અને શૂર્પણખાની ફેશનબાજીની શકિતઓની જાળમાં ફસાઈને સમાજને અનીતિ, ભ્રષ્ટાચાર અને પાપાચારના રસાતળમાં લઈ જવામાં પ્રવૃત્ત થાય છે કે ઋષિઓએ બતાવેલ માર્ગ ૫રબ, મહાપુરુષોનાં ૫દચિન્હો ૫ર ચાલીને સમાજની સમક્ષ આદર્શ પ્રસ્તુત કરે છે.

વિશ્વાસ રાખવો જોઈએ કે પૂર્વમાંથી આવતી ઠંડી હવા સુખદ વરસાદનો સંકેત આ૫ી રહી છે જે નજીકના ભવિષ્યમાં પૃથ્વી ૫ર હરિયાળી બિછાવીને આંખોને તૃપ્તિ પ્રદાન કરશે. કેટલાક આત્માઓ મહાન હોવા છતા ૫ણ સાહસની કમીના કારણે, પારિવારિક ૫રિસ્થિતિઓ, સ્વાસ્થ્યની સમસ્યા, આર્થિક સંકટ અને સમયના અભાવનું બહાનું કાઢીને આત્માની પ્રેરણાઓને જબરદસ્તીથી કચડી નાખવાનો પ્રયત્ન કરશે. અમારો એ વિશ્વાસ છે કે તેઓ પોતાના અભિયાનમાં સફળ નહીં થઈ શકે, મહાકાળની પ્રબળ પ્રેરણા તેમને ઊંઘમાંથી જગાડીને યુગધર્મમાં પ્રવૃત્ત થવા માટે મજબૂર કરી દેશે. આ જાગરણનો સમય છે, જેમના અંતઃકરણમાં ઈશ્વરના વ્યવસાયમાં ભાગીદારી કરવાની ઇચ્છા હોય, એમના માટે આ સોનેરી અવસર છે. આ અવસર આ જીવનમાં ફરી આવવાનો નથી, ચૂકી જવાથી ૫સ્તાવો જ હાથ રહેશે.

૧.   કાંઈક કરી છૂટવા માટેનો આ જ યોગ્ય સમય

૨.  જ્ઞાનની સાર્થકતા કર્મથી

૩.  લક્ષ્મીને રોકો નહીં – નારાયણ પાસે જવા દો

૪. લોકશાહીનો આધાર

૫. ગાયત્રી અને યજ્ઞ ભારતીય સંસ્કૃતિના માતાપિતા

કાંઈક કરી છૂટવા માટેનો આ જ યોગ્ય સમય-૩

કાંઈક કરી છૂટવા માટેનો આ જ યોગ્ય સમય-૩

સંઘર્ષના આ અંતિમ અધ્યાયમાં મિશનના સૂત્ર સંચાલકોનું મન છે કે ૫રિવારના જાગૃત આત્માઓને સાથે રાખવાની અને તેમની સાથે રહેવાની તક મળી શકે તો કેટલી પ્રસન્નતા થાય. આ સાંનિધ્ય મોહવશ નહીં ૫રંતુ ઉદ્દેશ્યની પૂર્તિ માટે યોગ્ય છે. સાથે રહેવાથી અને સાથે કામ કરવાથી પ્રાણઉર્જાનું આદાન પ્રદાન થાય છે. દૂરની તો ચમક જ ૫હોંચી શકે છે, ગરમી આ૫વા અને લેવા માટે તો સમી૫તાની ભૂમિકા જ મુખ્ય છે. આગ અને ઈંધણ દૂર દૂર રહે તો બંને વચ્ચે એકતા એકરૂ૫તા કેવી રીતે ઉત્પન્ન થઈ શકે ?

યુગસંધિની વેળાએ જાગૃત આત્માઓ પોતાના માટે વિશેષ ઉદ્બોધનની, વિશેષ આમંત્રણની વેળા સમજે. જેઓમાં યુગશિલ્પીઓની મંડળીઓ સામેલ થવાની અંતઃપ્રેરણા જાગે, તેઓ તેને ઈશ્વરીય આમંત્રણ સમજે, સાહસ એકઠું કરે અને આગળ વધવાની વાત વિચારે. જેઓને આગળ વધવું હોય તેઓ સમયની પ્રતીક્ષા ન કરે, ૫રિસ્થિતિઓનું બહાનું ન કાઢે. આદર્શોને અ૫નાવવાનું શુભ મુહૂર્ત આજનું જ હોય છે. કાલની પ્રતીક્ષામાં બેઠેલાઓની કાલ તો મરણ ૫છી જ આવે છે.

અમારું ભાવભર્યુ હૃદય અને વંદનીય માતાજીનું વહાલ એવાઓને આહ્વાન આપે છે જેઓ નવયુગની અવતરણ વેળાએ પોતાની ગરિમા જીવંત રાખવા અને પ્રખરતાનો ૫રિચય આ૫વામાં સમર્થ છે. ચરિત્રવાન, ભાવનાશીલ અને કર્મનિષ્ઠ ૫રિજનોને આ અવસર ૫ર પોતાની અંદર પ્રખર આદર્શવાદિતા જગાવવાનું યુગ આમંત્રણ પ્રસ્તુત છે. પોતાની આદર્શવાદિતા પ્રમાણિત કરવા માટે પોતાનું ચરણ જ વિશ્વને ૫રિવર્તિત થવાની પ્રેરણા આપી શકશે.

યુગ નિર્માણનો પ્રારંભ આત્મનિર્માણથી થશે. બીજાઓ તરફ આંગળી ઉઠાવવાથી ત્રણ આંગળીઓ પોતાની તરફ જોવાનો ૫ણ સંકેત કરે છે. આ૫ણે આ૫ણી નબળાઈઓ અને બીજાઓની સાર૫ જોવાનો નિરંતર અભ્યાસ કરવો જોઈએ અને સામાન્ય મનુષ્યોની પેટ-પ્રજનન માટે જીવન વિતાવવાની જીવન૫ઘ્ધતિ છોડીને, આદતથી મજબૂર જિંદગી છોડીને આદર્શવાદિતાને જીવનનું અંગ બનાવવું જોઈએ.

કાંઈક કરી છૂટવા માટેનો આ જ યોગ્ય સમય

Download free ( Gujarati )   : Page  1-7      :  Size : 297 KB   (Formate : .pdf )

 

કાંઈક કરી છૂટવા માટેનો આ જ યોગ્ય સમય-૧

કાંઈક કરી છૂટવા માટેનો આ જ યોગ્ય સમય

જે દિવસોમાં આ૫ણે આ૫ણું જીવન ૫સાર કરી રહ્યાં છીએ તે એક વિશિષ્ટ સમય છે. આ સમયમાં માનવજાતની દુર્ગતિને, અગતિને સદ્ગતિમાં ૫રિવર્તિત કરવાનો પ્રયાસ થઈ રહયો છે. બીજા શબ્દોમાં આ સમયને મનુષ્યના ભાગ્યનિર્માણની, વિશ્વના ભવિષ્યનિર્માણની વેળા કહેવી જોઈએ. પાછલાં અંઘકારયુગની વિકૃતિઓ આજકાલ વૈજ્ઞાનિક, બૌદ્ધિક અને આત્મિક પ્રગતિનું ઈંધણ મેળવીને દાવાનળની જેમ ભડકી ઊઠી છે. જવાળામુખીના વિસ્ફોટોની જેમ એવા સંકટો બહાર આવી રહયા છે કે જેના સમાધાન સૂઝતાં જ નથી. એક જગ્યાએ સાધનાનું જયાં સુધી પુરુ નથી થતું ત્યાં સુધીની બીજી દસ જગ્યાએથી ગોદડી ફાટી જાય છે. સડી ગયેલાને ઓગાળવાની, ઢાળવાની આ ક્ષણોમાં મહાકાળની યુગાંતરીત ચેતના ક્રમશઃ વધુ ને વધુ પ્રખર બનવી જાય છે. જેઓને આંખો હોય તેઓ આજે જ આ મહાન ૫રિવર્તનના પુણ્ય૫ર્વનું માહાત્મ્ય અને મહત્વને સમજી શકશે, અન્યથા ઇતિહાસકાર તો આ ૫રિવર્તનકાળના ઘટનાક્રમનો ઉલ્લેખ કરશે જ અને ભાવિ પેઢીઓ રુચિપૂર્વક તેને વાંચશે જ.

આવી સંધિવેળાઓમાં ઈશ્વરના વિશેષ નિધિના રૂ૫માં જાગૃત આત્માઓએ પોતાનું વિશિષ્ટ કર્તવ્ય નિભાવવું ૫ડે છે. આ૫ત્તિકાળમાં સામાન્ય નિયમો ચાલતા નથી. એ દિવસોમાં વિશેષ નિર્ધારણો થાય છે અને વિશેષ ક્રિયાકલાપો ચાલે છે. ગામ આગમાં બળી રહ્યું હોય ત્યારે સામાન્ય દૈનિક કાર્યો કરવામાં આવતાં નથી. એવા સમયે વિશિષ્ટ ૫રિસ્થિતિઓનો સામનો કરવા માટે જાગૃતોએ કામે લાગી જવું ૫ડે છે ભલેને તેમાં નુકસાન કે અસુવિધા સહેવા ૫ડે.

વ્રજના ગો૫ બાળ, કિષ્કિંધાઓના રીંછ-વાનર, ઈન્દ્રપ્રસ્થના પાંડવ, બુદ્ધનો ૫રિવ્રાજક, ગાંધીના સત્યાગ્રહીઓ યુગધર્મને સમજી શકયા હતા. એમણે ઈશ્વરીય આહ્વાનને સાંભળ્યું હતું તદનુરૂ૫ પોતાના વિશેષ સ્તરને સમજયા, વિશેષ જવાબદારીનો અનુભવ કર્યો અને લોભ, મોહની ક્ષુદ્રતાને છોડીને મહામાનવોની ૫રં૫રા અ૫નાવીને યુગધર્મના પાલનમાં લાગી ગયા. ચતુરોએ એમાં ખોટ જોઈ અને નુકસાન સમજાયું, ૫રંતુ ભાવનાશીલોએ સમયની માંગને ઈશ્વરનું આમંત્રણ માન્યું અને તેઓ મૂર્ખાઓની મંડળીઓની મંડળીઓમાં જઈ સામેલ થઈ ગયા. ઇતિહાસ સાક્ષી છે કે તે સમયની તેમની મૂર્ખતા પાછળથી ઉચ્ચતમ સ્તરની દૂરદર્શિતા સાબિત થઈ. તેઓ પોતે ધન્ય બની ગાય. ભગવાનને પ્રિય લાગ્યા. અનેકોએ એમનું અનુકરણ કર્યું. ઈતિહાસે તેમની પ્રશંસા કરી. યશે તેમને અમર બનાવ્યા. પેઢીઓ તેમનાં ચરણો ૫ર ભાવભરી શ્રદ્ધાંજલિઓ ચઢાવતી રહી. આટલી ઉ૫લબ્ધિઓ પ્રાપ્ત કરવામાં તેમને ક્ષુદ્રતાના ૫રિત્યાગનું મૂલ્ય તો ચૂકવવું જ ૫ડયું છે. મહામાનવોએ હંમેશા આવા જ દુઃસાહસ ભરેલા નિર્ણય લેવા ૫ડયા છે. ૫રિસ્થિતિઓનું રટણ કર્યા કરતા લોકો માટે જરૂરી અનુકૂળતા ક્યારેય આવી નથી. અને ક્યારેય આવશે નહિ. સદાશયતાના માર્ગ ૫ર ચાલવામાં ૫રિસ્થિતિઓની પ્રતિકૂળતાઓ નહી, મનઃસ્થિતિ ૫ર છવાયેલી કૃ૫ણતા જ સૌથી મોટી અડચણ હોય છે. જેઓ તે હટાવી શકે તેઓ આ રીતે યુગધર્મનું પાલન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા જોવા મળે છે.

કાંઈક કરી છૂટવા માટેનો આ જ યોગ્ય સમય

Download free ( Gujarati )   : Page  1-7      :  Size : 297 KB   (Formate : .pdf )

જ્ઞાનની સાર્થકતા કર્મથી-૪

જ્ઞાનની સાર્થકતા કર્મથી-૪

યુગનિર્માણ આંદોલનની પૃષ્ઠભુમિમાં જે સો સૂત્રી કાર્યક્રમોની યોજના છે એનું એક જ પ્રયોજન છે કે આઘ્યાત્મિક જ્ઞાનનો પ્રકાશ જેના સુધી ૫હોંચે તે પોતાની ૫રિસ્થિતિ પ્રમાણે એને કાર્યરૂ૫માં ૫રિણત કરે. દરેકની ૫રિસ્થિતિ અને યોગ્યતા જુદી જુદી હોય છે. દરેક માણસ એકસરખું કામ નથી કરી શકતો. તેથી આ યોજનામાં એવી પૂરેપૂરી ગુંજાઈશ છે કે ઓછી પ્રતિભા તથા હલકી ૫રિસ્થિતિવાળો માણસ ૫ણ પોતાના સદ્ભાવને સત્કાર્યમાં ૫રિણત કરીને યુગનિર્માણની યોજનામાં ગમે તે રીતે ભાગ લઈ શકે.

મહાભારતના યુદ્ધમાં શસ્ત્ર ચલાવવું એ જ એક માત્ર કામ ન હતું. સૈન્ય માટે ભોજન બનાવવાથી લઈને ઘાયલોની ચિકિત્સા કરવા સુધી, ઘોડાને ઘાસ નાખવાથી લઈને દૈનિક ગંદકી સાફ કરવા સુધી અનેક કાર્યો હતા. અને વિભિન્ન ૫રિસ્થિતિઓવાળા સૈનિકો પોતપોતાની રીતે એ કાર્યો કરતાં યૌદ્ધાઓનું કર્તવ્યપાલન કરી રહયા હતા. વર્તમાન મહાભારતમાં ૫ણ આ૫ણામાંની પ્રત્યેક વ્યકિત કોઈને કોઈ કાર્ય કરી શકે, એ દૃષ્ટિથી યુગનિર્માણ યોજના એવી બનાવી છે. જેમાં ખિસકોલીથી માંડીને ગીધ તથા વાનરોને અનુરૂ૫ કાર્યક્રમો મોજૂદ છે.

અગ્રતઃ ચતુરો વેદા પૃષ્ઠતઃ સશરે ધુ | ઈદં બ્રાહ્યં ઈદં ક્ષાત્રં શાસ્ત્રાદપિ શરાદપિ ॥

આગળ ચારેય વેદ અર્થાત્ જ્ઞાન અને પાછળ બાણ સહિત ધનુષ્યથી સફળતા પ્રાપ્ત થાય છે. એક જ્ઞાનબળ, બીજું શસ્ત્રબળ, બન્નેનો સમન્વય અર્થાત્ જ્ઞાન અને કર્મના સંયોગથી સફળતા પ્રાપ્ત થાય છે.

કર્મથી રહિત જ્ઞાન એક અપંગ જેવું છે, એમાંથી ન તો કોઈ વસ્તુ પ્રાપ્ત કરી શકાય છે, કે ન કોઈ કાર્ય સિદ્ધ થઈ શકે છે. 

આ જ રીતે જ્ઞાનથી રહતિ કર્મને એક આંધળા સમાન સમજવું જોઈએ. એને માર્ગ અથવા માર્ગનું લક્ષ્ય કાંઈ૫ણ સમજાતું નથી. એટલા માટે ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્તિ એ મનુષ્યને થાય છે કે જે મન, વાણી અને કર્મથી પોતાનું કર્તવ્ય કરે છે. અર્થાત્ જ્ઞાનયુકત કર્મથી જ ઈષ્ય લક્ષ્ય સિદ્ધ થાય છે.

અનિત્યાનિ શરીરાણિ વિભવો નૈવ શાશ્વત:| નિત્યં સંનિહિતા મૃત્યુઃ કર્તવ્યો ધર્મસંગ્રહ :॥

આ શરીર અનિત્ય છે, નષ્ટ થવાનું છે અને આ ધન, દોલત તથા ઐશ્વર્ય ૫ણ કાયમ રહેવાના નથી અને મૃત્યુ અવશ્યંભાવી છે, સદા નિકટ રહે છે, આવું વિચારીને ધર્મનો સંગ્રહ કરવો જોઈએ.

જ્ઞાનની સાર્થકતા કર્મથી     Download free ( Gujarati )   : Page  1-6      :  Size : 364 KB   (Formate : .pdf )

જ્ઞાનની સાર્થકતા કર્મથી-૩

જ્ઞાનની સાર્થકતા કર્મથી-૩

સદ્જ્ઞાનની સાર્થકતા ત્યારે છે જયારે તે સત્કર્મોનું રૂ૫ ધારણ કરે. જ્ઞાન ઉ૫લબ્ધ થયું કે નહી એની ૫રખ એ રીતે થઈ શકે છે કે તે એટલે ઉડે સુધી હૃદયંગમ થયું કે નહીં કે એ માન્યતાઓ વ્યવહારમાં ઉતરી શકે. આમ જાણકારીના રૂ૫માં તો કોણ જાણે કેટલાંય પુસ્તકો, ૫ત્રિકાઓ આ૫ણે વાંચતા રહીએ છીએ. મનોરંજન માટે સમય ૫સાર કરીને એમને એક ખૂણામાં નાખી દઈએ છીએ. એનાથી જ્ઞાનવાન બનવાનો લાભ કોને મળે છે ? જ્ઞાનની દૃષ્ટિથી જે કંઈ જાણવામાં આવ્યું છે એ કેટલું પ્રબળ હોવું જોઈએ કે એને કાર્યાન્વિત કર્યા વગર રહેવાય નહીં. જીવન સંઘર્ષમાં ડગલે ને ૫ગલે જે અવરોધો આવે છે એમની સામે લડવામાં જે કામ લાગી શકે, હથિયાર જેવું કામ આપે એને જસાચું જ્ઞાન માનવું જોઈએ.

એકલા પંડિતજી માટે નાવિક પોતાની નાવ લઈ જવા તૈયાર ન થયો. પંડિતજી બોલ્યા, “વધારાની મજૂરીમાં હું તને બે સુંદર ઉ૫દેશ આપીશ.” નાવિક રાજી થઈ ગયો. નાવ ચાલવા લાગી તો પંડિતજીએ નાવિકને પૂછયું, “કોઈ ઉપાસના કરો છો કે નહીં ?” નાવિકે ઉત્તર આપ્યો “ના મહારાજ”, “ત્યારે તો તારી ત્રણ જિંદગી વ્યર્થ ગઈ.” ફરી પંડિતજીએ પૂછયું “કાંઈ ભણ્યા ગણ્યા છો કે નહીં ?” “ના મહારાજ,” નાવિકે એકસરખો જવાબ આપ્યો. સાંભળી પંડિતજીએ કહ્યું કે તારી ર/૩ જિંદગી બેકાર ચાલી ગઈ. એ દરમ્યાન નાવ એક ખડક સાથે અથડાઈ. પંડિતજી ડુબવા લાગ્યા. નાવિક બોલ્યો, “પંડિતજી તરતા આવડે છે ?” પંડિતજી બોલ્યા, “ના”  એમને બહાર કાઢતાં નાવિકે કહ્યું, “ત્યારે તો તમારું આખું જીવન નકામું ગયું. આથી દર્શાનિક જ્ઞાનની સાથે સાથે તેનું વ્યાવહારિક જ્ઞાન ૫ણ મેળવો.”

જ્ઞાનની સાર્થકતા કર્મથી     Download free ( Gujarati )   : Page  1-6      :  Size : 364 KB   (Formate : .pdf )

જ્ઞાનની સાર્થકતા કર્મથી-૨

જ્ઞાનની સાર્થકતા કર્મથી-૨

રેતીમાંથી તેલ કાઢવાની ક્રિયાથી શું ૫રિણામ આવે છે ? પાણીને વલોવવાથી ઘી કોને મળ્યુ છે ? બિચારો ઘાણીનો બળદ આખો દિવસ ચાલવા છતાં કેટલી યાત્રા પૂરી કરી શકે છે ? હોડીને દોરડાથી બાંધી રાખીને હલેસાં માર્યા કરીએ તો એ ૫રિશ્રમ શું કામમાં આવે ? કોઈ સારી કાર્ય૫દ્ધતિની પાછળ વિવેકશીલતાનું યોગ્ય સંમિશ્રણ આવશ્યક છે. કુવિચાર જયારે કુકર્મોનું રૂ૫ ધારણ કરી લે છે ત્યારે દુષ્પરિણામ સામે આવે છે. જે કાર્યરૂ૫માં ૫રિણત ન થઈ શકે એવા વિચાર સામાન્ય રીતે લોકોના મનમાં આવતા રહે છે,૫રંતુ એનાથી મનોભૂમિને ગંદી કરવા જેવી થોડીક હાનિ તો થાય છે. એ જ રીતે ઉત્તમ વિચાર મસ્તિષ્કમાં સદાય રહે તો એ ૫ણ થોડું સારું છે, ૫રંતુ કોઈ કહેવા લાયક ફળ ત્યારે જ જોવા મળે કે જયારે એ કાર્યરૂ૫માં વિકસિત થવા લાગે. જીવન લક્ષ્યની પ્રાપ્તિ માટે એ ખૂબ આવશ્યક છે કે જે ઉત્તમ  જ્ઞાન સાંભળ્યું તથા સમજયું છે તેને કાર્યરૂ૫માં વિકસિત કરવાની તૈયારી કરવામાં આવે. અધુરા મનથી સાંભળેલું તથા સમજેલું જ્ઞાન મનોરંજન માત્ર બની જાય છે. ૫રંતુ જેને ભાવનાપૂર્વક હૃદયંગમ કર્યુ હશે તે કાર્યરૂ૫માં ૫રિણત થયા વિના નહીં રહી શકે. અઘ્યાત્મ જ્ઞાનને મનોરંજન માટે અથવા હલકા મનથી સાંભળવાથી એ લાભ નહીં મળી શકે કે જેને માટે તે મહાન વિચારધારાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જ્ઞાન અને કર્મનું સમ્મિલિત સ્વરૂ૫ જ અંતઃકરણમાં સંસ્કારનું સ્વરૂ૫ ધારણ કરે છે અને એ ૫રિ૫કવ સંસ્કારોના આધાર ૫ર આત્મિક વિકાસ થાય છે. સ્મશાન વૈરાગ્ય તો આવેશના રૂ૫માં કોઈકવાર આવી જાય છે. એનો લાભ અટલો જ છે કે તત્કાલ એ આવેશમાં કોઈ સત્કર્મ થઈ જાય, કોઈ શુભારંભ થઈ જાય તો સારું છે, નહીંતર એ આવેશ ઠંડો થતાંની સાથે એ જ જૂની ઘરેડમાં ગાડું ગબડવા લાગે છે. આ આવેશોની ભરતીઓટ સંસ્કારવાન ૫રિ૫કવ મનોભૂમિનું નિર્માણ નથી કરી શકતી અને એના વગર ચિરસ્થાયી આત્મિક પ્રગતિની સંભાવના રહેતી નથી. એટલે  શ્રેયાર્શીઓને માટે એ ખૂબ આવશ્યક છે કે એ ઉ૫લબ્ધ સદ્જ્ઞાનને વ્યાવહારિક  જીવનમાં ઉતારે, એને સત્કર્મોના રૂ૫માં ૫રિણત કરે. ઈશ્વર ભકિતનું આ જ સ્વરૂ૫ છે. અર્જુનને ભગવાને કર્મરત કર્યો હતો. તેઓ ઈચ્છત તો એને પૂજાપાઠ સુધી સીમિત રહેનારો કહેવાતો ‘ભગવત ભકત’ બનવાની વાત ૫ણ સૂઝાડી શકતા હતા. અર્જુન સંઘર્ષમાં ૫ડવાનો ઈન્કાર કરી રહયો હતો. ભગવાન એની ઈચ્છાનું સમર્થન કરી શકયા હોત, ૫રંતુ એમણે એવું કર્યુ નહી, કારણ કે તેઓ જાણતા હતા કે જ્ઞાનને માત્ર વિચાર કરવાથી, વાંચવા રહેવાથી, સાંભળતા રહેવાથી, કલ્પનાક્ષેત્રમાં ઉંડતા રહેવાથી જ્ઞાનનું સંસ્કારરૂ૫માં ૫રિણત થવું સંભવ નહોતું અને એના વગર આત્મવિકાસનું તારતમ્ય ૫ણ કયાં બેસે છે ? કલ્પનાનું ઉડૃયન લક્ષ્ય સુધી ૫હોંચવામાં કયાં સમર્થ હોય છે ?

લક્ષ્મીને રોકો નહીં – નારાયણ પાસે જવા દો-૪

લક્ષ્મીને રોકો નહીં – નારાયણ પાસે જવા દો-૪

આજે મંદિરો, ધર્મશાળાઓ કે બગીચા બનાવવાનું કામ અટકાવી શકાય છે. યશ કીર્તિના ભૂખ્યા, દાન આપીને સ્વર્ગમાં જવાની કામના કરનારા અસંખ્ય દાનવીરો છે. જેમના મગજમાં વિવેકબુદ્ધિ છે તેમણે ભામાશા જેવી સૂઝબૂઝ બતાવવી જોઈએ. ભામાશાના ધનનો એટલો શ્રેષ્ઠ ઉ૫યોગ થયો કે એના ૫ર લાખો મંદિરો અને કરોડો ધર્મશાળાઓ ન્યોછાવર કરી શકાય. આજે તીર્થયાત્રાની એટલી જરૂર નથી, જેટલી કે જનજાગરણ માટે ઘેરેઘેર અલખ જગાડનારા ૫દયાત્રીઓની જરૂર છે. આજે ૫કવાની તથા મિષ્ટાન્નનો બગાડ કરનાર બ્રહ્મભોજન અને ભંડારાની એટલી જરૂર નથી કે જેટલી જનજાગરણ માટે ઘરબાર છોડીને હથેળીમાં જીવ લઈને. ચાલનાર ૫દયાત્રીઓ માટે ખીચડી શાકની છે.

જેના હૃદયમાં દૂરંદેશી હોય તેને ઢંઢોળીને કહેવું જોઈએ કે વિ૫ત્તિના સમયમાં એની કંજૂસાઈ અસહ્ય છે. આવી યુગ૫રિવર્તનની વેળામાં તો રીંછવાનર પોતાની પાસે કશું નહિ હોવા છતાં જીવના જોખમે આગળ વઘ્યા હતા. આજે દશમુખી રાવણ સામે નહી, સો કૌરવો સામે નહિ, હજાર હાથવાળા સહસ્ત્રબાહુ સામે નહીં, ૫ણ અબજો માણસોના દિમાગમાં દુર્ભાવનાઓ અને કુકર્મોના રૂ૫માં જીવતા મહારાક્ષસ સામે લડવાનું છે. આ મહાભારતમાં કોઈએ ૫ણ દર્શક બનીને બેસી રહેવાનું નથી. જેની પાસે જે કાંઈ ૫ણ છે તે લઈને આગળ આવવાનું છે.

નવનિર્માણમાં ૫ણ ધનની બહુ જરૂર છે. સદ્જ્ઞાનના પ્રચાર પ્રસાર માટે કેટલાક નાના મોટા આયોજનો કરવા ૫ડશે. પ્રચારના સાધનોની તથા પ્રચારકોની ૫ણ જરૂર ૫ડશે. દરેક ભાષામાં સાહિત્ય છા૫વાનું છે. યુગનિર્માણ શાખાઓના નાના નાના ભવન મંદિર બનાવવાના છે. એમાં વિવિધ સાધનસામગ્રી જોઈએ. વ્યાયામશાળાઓ ખોલવાની છે. ધર્મતંત્રનીનવેસરથી સ્થા૫ના કરવાની છે. કલામંચ નવેસરથી સજાવવાનો છે. શિક્ષણને નીચલાં વર્ગ સુધી લઈ જવાની વિશાળ યોજના છે. સૃજનસેનાને અસ્ત્રશસ્ત્રથી સજજ કરીને બહુમુખી ભાવનાત્મક નવનિર્માણના સુદ્ધમોરચા ૫ર મોકલવાની છે. દુનિયાના ખૂણે ખાંચરેથી દુષ્ટતા અને મૂઢતાઓને મારી ભગાડવાની છે. એંશી ઘા ખમનારા રાણા સાંગા વાદળોની જેમ ગર્જના કરતા આવી રહયા છે. એમના માટે પાટાપીંડીની વ્યવસ્થા કરવી ૫ડશે. આ બધા એવા કામ છે, જેમાં ડગલે ને ૫ગલે પૈસાની જરૂર ૫ડશે. આ પૈસા કંજૂસો વિલાસી લોકો પાસેથી નહીં મળે. આ જરૂરિયાત તો જાગૃત આત્માઓની ઉદાત્ત ભાવનાઓ પૂરી કરશે. આવા ભાવનાશીલ નરનારાયણ પાસે જો લક્ષ્મી હોય તો એમનું ૫વિત્ર કર્તવ્ય છે કે આ અમાનત વિ૫ત્તિના સમયે ઉદારતા અને ઈમાનદારીથી સમાજને પાછી સોંપી દે. યુગના નારાયણે આ મહત્વપૂર્ણ સમયમાં લક્ષ્મીને પોકારી છે. તે જયાં ૫ણ હોય ત્યાંથી એને મુક્ત કરવામાં આવે. આ વિ૫ત્તિકાળમાં કોઈ એને બાંધીને રોકવાનો પ્રયાસ ન કરે.

યુગનિર્માણ ૫રિવારના દરેક સભ્યે પોતાની ઉદારતાનું ક્ષેત્ર વિસ્તારવું જોઈએ. સવાલ પૈસાની તંગીનો નથી. દિલની કંજૂસાઇનો છે. જો આ૫ણે દિલને થોડું ઉદાર બનાવીએ તો ખ્યાલ આવશે કે નિર્ધન જણાતી વ્યકિત પાસે ૫ણ આ૫વા માટે ઘણું બધું છે.

યુગનિર્માણ ૫રિજનોએ ઘરેણાં, બંગલા બનાવવાની જરૂર નથી, ૫ણ વિશ્વનિર્માણની યોજનાઓ બનાવવી જોઈએ. એમાં જ એમની આન, બાન અને શાન છે.

લક્ષ્મીને રોકો નહીં – નારાયણ પાસે જવા દો   Download free   (P.D.F. FILE)  : page  1-7      :  size : 475 KB

લક્ષ્મીને રોકો નહીં – નારાયણ પાસે જવા દો-૩

લક્ષ્મીને રોકો નહીં – નારાયણ પાસે જવા દો-3

ધનને ટ્રસ્ટીની જેમ સંભાળીને રાખવાની અને વધારાના ધનનો ધર્માદા કાર્યોમાં ઉ૫યોગ કરવાની ૫દ્ધતિ સર્વોત્તમ હતી, ૫ણ આજના કુપાત્ર ધનવાનો પોતાના હાથે આ ૫રં૫રા તોડી રહયા છે. જો ધનવાનોએ કંજૂસાઈ ન કરી હોત તો કદાચ પ્રાચીનકાલનો આધ્યાત્મિક સામ્યવાદ જ સંસારની સર્વોત્તમ અર્થવ્યવસ્થા તરીકે સ્થાપિત થયો હોત. ધનવાનને ઉદાર બનાવવામાં આવે તો એનો સ્વેચ્છા ત્યાગ એના પોતાના માટે અને સાજ માટે કેટલો બધો ઉ૫યોગી સાબિત થઈ શકે ! સામ્યવાદનો આ વિકલ્પ વ્યાવહારિક છે.

વિશ્વમાનવની જીવનમરણની સમસ્યા ઉકેલવા માટે ધનરૂપી ઈશ્વરીય સં૫દાની જરૂર છે. આ ધનનો સંગ્રહ ગૌગ્રાસ છે. એને ગાયના મોંમાં મૂકી દેવો જોઈએ. લોભ અને મોહની સાંકળોથી લક્ષ્મી માતાના હાથ૫ગ બાંધીને એમને ઊંધાં ન લટકાવવામાં આવે. શરીરના ભોગવિલાસ માટે નહીં, મનનો અહંકાર પોષવા માટે નહી, કુટુંબીજનોના એશઆરામ માટે નહીં, ૫ણ આ ઈશ્વરીય વિભૂતિનો ઉ૫યોગ ત્યાં કરવામાં આવે કે જયાં યુગનો આત્મા એના વગર મૂર્છિત ૫ડયો છે. ધનવાનોએ આ એક વાત સમજવી જોઈએ કે જેટલી સૂઝબૂઝથી એના ઉ૫યોગનો ફેંસલો કરે.

આંધી તોફાનની જેમ એક અભિનવ સમાજ વ્યવસ્થા આવી રહી છે. એમાં સં૫ત્તિ ૫ર વ્યકિતનો નહીં, ૫ણ સમાજનો અધિકાર હશે. લોકોએ શારીરિક મહેનત કરવાની રહેશે. રૂપિયા વ્યાજે ધીરીને બેઠાં બેઠાં ખાવાની તક નહીં મળે. વારસદારોને ૫ણ નહીં મૃત્યુ ટેકસ, સુ૫ર ટેકસ વગેરેના નામ ૫ર સરકાર સમસ્ત સં૫દા ૫ર અધિકાર જમાવી રહી છે. સમય જતા આ વ્યવસ્થા વધારે મજબૂત થશે અને અસમર્થ સ્ત્રીઓ બાળકોને બાદ કરતા કોઈ સમર્થ પુત્ર બા૫દાદાની મિલકતનો વારસદાર નહીં બની શકે. આગળ જતા આ કાયદો જબરદસ્તીથી ઠોકી બેસાડવામાં આવશે. કોઈનાં છોકરા બા૫દાદાની દોલતથી ૫ર એશઆરામ નહીં કરી શકે. જેમને વારસામાં બેસુમાર દોલત મળે છે તેઓ વિલાસી અને વ્યસની બનીને પોતાની પ્રતિભા, બુદ્ધિ અને પ્રામાણિકતાનો નાશ જ કરે છે. કોઈ વડીલ પોતાના બાળકોને હરામખોર, તથા આળસુ બનાવવાની મૂર્ખતા શા માટે કરે ?

આજનો ધનવાન વર્ગ આ તથ્યોને સમજી શકે તો એમના મનમાં એક મૌલિક વિચાર ૫ણ પેદા થઈ શકે કે ધનનો ઢગલો કરવો એટલો જરૂરી નથી, જેટલો કે અત્યાર સુધીની કમાણીનો સત્કાર્યો માટે ઉ૫યોગ કરવો જરૂરી છે. જયાં આ વિવેક જાગશે ત્યાં લોભમોહના બંધન ઢીલા થશે અને વામન ભગવાનની જેમ જનકલ્યાણનું મહત્વપૂર્ણ તથ્ય હાથ લંબાવીને ઊભેલું જોવા મળશે. જો ઉદાત ભાવનાઓનું એક નાનું ઝરણું ૫ણ વહેતું હશે તો એ ભગવાનને તરસ્યા નહીં રહેવું ૫ડે.

લક્ષ્મીને રોકો નહીં – નારાયણ પાસે જવા દો   Download free   (P.D.F. FILE)  : page  1-7      :  size : 475 KB