સુખ- દુખ માનસીક સ્થિતિનું નામ

સુખ- દુખ માનસીક સ્થિતિનું નામ

આપણા કરતાં વધુ સુખી, વધુ સાધનસંપન્ન, વધુ ઊંચી સ્થિતિના લોકો સાથે આપણી સરખામની કરવામાં આવે તો લાગશે કે તમામ અભાવો આપણા ભાગે જ આવ્યા છે, પરંતુ એવા અસંખ્ય દીનહીન -પીડિતો, પરેશાન લોકો સાથે આપણી તુલના કરીએ તો આપણા સૌભાગ્યની પ્રશંસા કરવાની ઇચ્છા થશે.   તૃષ્ણાનો કોઇ અંત નથી.  એક એકથી ચડિયાતી અને એક એકથી સુંદર ચીજો આ દુનિયામાં મોજુદ છે.  એ ક્ર્મનો કોઇ અંત નથી.  આજે આપણે જે કાંઇ ઇચ્છીએ છીએ તે મળી જતાં કાલે વધુ સુંદરનો મોહ વધશે.

આ ‘વધારે’ નો કયાંય અંત નથી.  આજે આપણે જે કાંઈ ઇચ્છીએ છીએ તે મળી જતાં નથી. આ કુચક્રમાં ફસાવાથી હંમેશાં તીવ્ર અંસંતોષ જ રહેશે.  એટલા માટે  જો ચીત્તનું સમાધાન કરવું હોય તો કયાંક ને કયાંક પહોચીને સંતોષ લેવો પડશે.  જો તે સંતોષ આજે જ, વર્તમાન સ્થિતિમાં જ મેળવી લેવામાં આવે, તો તૃપ્તિ, પૂર્ણતા અને સંતોષના રસાસ્વાદનો આનંદ આજે જ મળી શકે છે.  તેના માટે એક ક્ષણનીય પ્રતીક્ષા કરવી પડશે નહિ.

સુખ અને દુ:ખ કોઈ પરિસ્થિતિનું નામ નથી, પરંતુ ભાવનાઓ અને માન્યતાઓથી થાય છે.  એટલા માટે સુખ-શાંતિની પરિસ્થિતિ શોધતા ફરવાને બદલે પોતાના દૅષ્ટિકોણને જ પરિમાર્જિત કરવાનો પ્રયત્ન કરીએ એ જ યોગ્ય છે.  આ પ્રયત્નમાં આપણે જેટલા સફળ થઈશું, એટલા જ શાંતિની નજીક પહોંચી જઈશું.

અખંડજ્યોતિ, જૂન-1958, પેજ-34

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to સુખ- દુખ માનસીક સ્થિતિનું નામ

  1. જીવનમાં પણ જો સાપેક્ષવાદ અપનાવાય તો આ અસંતોષ ન રહે
    તમે બુટ ને રડો છો માણસો પાસે પગ નથી હોતા

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: