માળામાં 108 મણકા શા માટે :-

માળામાં 108 મણકા શા માટે :-

ઉપાસનામાં જાપનું સ્થાન સૌથી ઉપર છે.  રામનામથી માંડી ગાયત્રી મંત્ર સુધી બધા જ મંત્રોના જપ માળા પર જ કરવામાં આવે છે.  માળામાં 108 મણકા હોય છે.  આ અંગે સ્વાભાવિક જ પ્રશ્ન થાય કે આટલા જ દાણા (મણકા) શા માટે રાખ્યા હશે ?  એનાથી વધારે કે ઓછા કેમ રાખ્યા નહિ હોય ?

ઋષિઓએ બધી જ વ્યવસ્થા ખૂબ જ વિચારપૂર્વક કરી છે.  માળા તથા 108 મણકાઓની સંખ્યા વિષે નીચેનું તથ્ય વિચારવા જેવું છે.

બિનાદમશ્ચ યત્કુત્યં યચ્ચદાનં વિનોદકમ્ | અસંખ્ય કયા તુ યજપ્ત તત્સવૈં નિષ્ફલં ભવેત્ ||

અર્થાત્ દર્ભના ઉપયોગ વિનાનું ધર્માનુષ્ઠાન, અને જળના સ્પર્શ વિનાનું દાન, તેમજ માળની સંખ્યા વિનાના જપ એ બધું જ નિષ્ફળ જાય છે.

પહેલું તો એ છે કે માળા ફેરવતી વખતે કેટલા જપ થયા એ વાતનો બરાબર ખ્યાલ આવી શકે છે.

બીજું અંગૂઠા અને આંગળીના સંઘર્ષથી એક વિલત્રણ વીજળી ઉત્પન્ન થાય છે જે ધમનીના તાર મારફતે સીધી જ હ્રદય – ચક્રને પ્રભાવિત કરી મનને તુરંત નિસ્વણ કરી દે છે.

બધા જ કાર્યોમાં દરરોજ ઉપયોગમાં આવનારી માળા 108 મણકાની હોય છે.  જેના ઉપરના ભાગમાં સુમેરૂ અલગ હોય છે.  માળાના આ 108 મણકાઓનું પોતાનું વિશુદ્ધ વૈજ્ઞાનિક રહસ્ય રહેલું છે.

(1). પ્રકૃતિ-વિજ્ઞાનની દ્રષ્ટિએ જગતમાં મુખ્ય રૂપે કુલ 27 નક્ષત્રોને માન્યતા આપવામાં આવેલી છે.  દરેક નક્ષત્રના ચાર ચરણ જ્યોતિષ શાષ્ત્રમાં જાણીતા છે. 27 ને 4 ચરણ વડે ગુણવાથી 108 સંખ્યા થાય છે.  આમ 108 સંખ્યા સમગ્ર વિશ્વનું પ્રતિનિધિત્વ કરનારી સિદ્ધ થાય છે.

બ્રહ્માંડમાં સુમેરૂનું સ્થાન સર્વોપરિ માનવામાં આવે છે તેથી માળામાં પણ સુમેરૂનું સ્થાન સર્વોપરી રાખવામાં આવે છે તથા તેનું ઉલ્લંઘન કરવામાં આવતું નથી.

(2). દિવસ અને રાત્રે એમ બંને મળીને મનુષ્ય માત્રાના શ્વાસની સંખ્યા એકવીસ હજાર છ સો વેદ શાસ્ત્રોમાં નક્કી કરવામાં આવી છે.

ષટ્ શતાનિ દિવારાત્રૌ સહસ્ત્રાણ્યેક વિશતિ:  |

એતત્સંખ્યાત્મકં મન્ત્ર જીવો જયતિ સર્વદા  ||

આ પ્રમાણે જોતાં દિવસભરની શ્વાસની સંખ્યા 10800 થઇ અને રાત્રિની સંખ્યા પણ 10800 થઇ.  જપ મુખ્ય રીતે ઉપાંશું કરવામાં આવે છે જેનું ફળ સામાન્યત: સો ઘણું બતાવ્યું છે. માટે સવાર સાંજ સંધ્યા કરતી વખતે 108-108 જપ કરવાથી 108 ગુણાંક 100 = 10800 થયા.

(3).  જ્યોતિષ શાસ્ત્રમાં સમગ્ર વિશ્વ-બ્રહ્માંડનું બાર ભાગોમાં વિભાજન કરવામાં આવ્યું છે.  જેને ‘રાશી’ ની સંજ્ઞા આપવામાં આવી છે.  આ બધાં કારણોથી માળામાં 108 મણકા રાખવામા આવ્યા છે એનું જ મહત્વ મુખ્ય છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to માળામાં 108 મણકા શા માટે :-

  1. સ્નેહી શ્રી કાન્તિભાઈ
    આપનો લેખ ઘણો જ માહિતિ સભર છે. મેં પણ આ વિશે “ગુજરાતી કવિતા અને ગઝલ” http://gujaratikavitaanegazal.ning.com/ માં આ વિશે ચર્ચા મુકી છે અને તેમાં આપના આ લેખનું અનુંસંધાન આપ્યું છે.
    આભાર સહ
    અમૃતગિરિ ગોસ્વામી

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: